પત્નીએ પ્રેમી માટે કરી છેતરપિંડી, પતિએ તેના બોયફ્રેન્ડ પર ‘પત્ની ચોરી’ કરવા બદલ કર્યો કેસ, મળ્યાં કરોડો રૂપિયા

  કેસ એટલા માટે દાખલ કર્યો જેથી લોકોને ખબર પડે કે લગ્નની પવિત્રતા કેટલી મહત્વપૂર્ણ છે

  0
  82
  પત્નીએ પ્રેમી માટે કરી છેતરપિંડી, પતિએ તેના બોયફ્રેન્ડ પર 'પત્ની ચોરી' કરવા બદલ કર્યો કેસ, મળ્યાં 5.31 કરોડ રૂપિયા: woman cheating on her man
  કેસ એટલા માટે દાખલ કર્યો જેથી લોકોને ખબર પડે કે લગ્નની પવિત્રતા કેટલી મહત્વપૂર્ણ છે.

  અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક શખ્સને તેની પત્નીએ તેના પ્રેમી માટે છૂટાછેડા લીધાં હતા. ત્યાર બાદ આ શખ્સે પત્નીના પ્રેમી ઉપર તેની પત્નીની ચોરી કરવા બદલ કેસ દાખલ કર્યો છે. પછી આ મામલો કોર્ટમાં ગયો હતો. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોર્ટે હુકમ કર્યો કે શખ્સને 5.31 કરોડનું રૂપિયાનું વળતર આપવામાં આવે. (woman cheating on her man)

  મળ્યું 5.31 કરોડનું વળતર

  ખરેખર, આ કિસ્સો અમેરિકાના વોશિંગ્ટનનો છે. વોશિંગ્ટનનો કેવિન હોવર્ડ નામનો એક યુવાન 12 વર્ષથી તેની પત્ની સાથે રહેતો હતો. અચાનક એક દિવસે તેની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા. થોડા સમય પછી ખબર પડી કે તેની પત્ની વર્ષોથી તેની સાથે છેતરપિંડી કરતી હતી. છેલ્લા ઘણા સમયથી તેનું કોઈ બીજા સાથે અફેર ચાલી રહ્યું હતું. પાછળથી તેને ખબર પડી કે તે તેની પત્નીનો એક બોયફ્રેન્ડ (સાથી) છે. જે બાદ કેવિને તેની પત્ની ચોરી’ કરવા બદલ કેસ કર્યો હતો. આ મામલો કોર્ટમાં ગયો હતો. કેસની સુનાવણી કર્યા પછી, જજે લગ્નની નિષ્ફળતા માટે અન્ય વ્યક્તિને દોષી ઠેરવ્યો હતો અને કેવિન હોવર્ડને $ 750,000 (એટલે કે 5.31 કરોડ) નું વળતર પણ આપવામાં આવ્યું હતું.

  પ્રેમી તેમના ઘરે આવતો જતો રહેતો હતો

  કેવિને મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં આ કેસ એટલા માટે કર્યો કારણ કે મને લાગે છે કે આ ઘણું મહત્વપૂર્ણ છે, કે લોકો આ સમજે અને લગ્ન જીવનની પવિત્રતા કેટલી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને આ યુગમાં જ્યારે લોકો દરેકની નૈતિકતા પર સવાલ ઉભા કરે છે. ‘ કેવિને વધુમાં જણાવ્યું છે કે તેની પત્નીનો ગર્લફ્રેન્ડ તેના ઘરે આવતો રહેતો હતો, તેઓ સાથે મળીને જમતા હતા. પરંતુ આ બધું જાણ્યા પછી, તેનું દિલ સંપૂર્ણપણે તૂટી ગયું, તે પછી જ તેણે કેસ દાખલ કરવાનો વિચાર કર્યો.

  કેસ એટલા માટે દાખલ કર્યો જેથી લોકોને ખબર પડે કે લગ્નની પવિત્રતા કેટલી મહત્વપૂર્ણ છે. woman cheating on her man

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here