ભારતનું આ રેલ્વે સ્ટેશન, જે એક છોકરીને કારણે 42 વર્ષ સુધી રહ્યું બંધ

  begunkodor railway station

  0
  125
  ભારતનું આ રેલ્વે સ્ટેશન, જે એક છોકરીને કારણે 42 વર્ષ સુધી રહ્યું બંધ: This railway station in India which remained closed for 42 years due to a girl
  begunkodor railway station
  begunkodor station ghost story: કોઈ રેલ્વે સ્ટેશન જે કોઈ એક છોકરીના કારણે બંધ થઇ જાય, આ સાંભળવું ઘણું અજુગતું લાગે છે અને તે પણ જ્યારે સ્ટેશન ફક્ત સાત વર્ષથી ખોલવામાં આવ્યું છે. તમને લગભગ આ મજાક લાગી રહ્યું હોય, પરંતુ આ એકદમ સાચું છે. આ રેલ્વે સ્ટેશન પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લામાં છે, જેનું નામ બેગુનકોડોર રેલ્વે સ્ટેશન (begunkodor railway station) છે.

  આ રેલ્વે સ્ટેશન વર્ષ 1960 માં ખોલવામાં આવ્યું હતું. તેને ચાલુ કરવામાં સંથાલની મહારાણી શ્રીમતી લાચન કુમારીનું મોટું યોગદાન રહ્યું છે. આ સ્ટેશન ખોલ્યા પછી, થોડા વર્ષો સુધી બધું બરાબર રહ્યું હતું, પરંતુ પછીથી અહીં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. વર્ષ 1967 માં, બેગુનકોડોરના એક રેલ્વે કર્મચારીએ સ્ટેશન પર એક મહિલાના ભૂતને જોવાનો દાવો કર્યો. સાથે આ, એક અફવા પણ ફેલાઈ હતી કે તેનું મોત આ જ સ્ટેશન પર ટ્રેન અકસ્માતમાં થયું હતું. બીજા દિવસે રેલ્વે કાર્યકરે લોકોને આ વિશે કહ્યું, પરંતુ તેઓએ તેની વાતને નકારી દીધી હતી.

  ખરેખર વાસ્તવિક મુશ્કેલી ત્યારે શરૂ થઈ હતી જ્યારે બેગુનકોડોરના સ્ટેશન માસ્ટર અને તેનો પરિવાર રેલ્વે ક્વાર્ટર્સમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. અહીં રહેતા લોકોએ દાવો કર્યો હતો કે આ મોતમાં તે ભૂત નો જ હાથ હતો. તેમનું કહેવું હતું કે સૂરજ આથમ્યા પછી જયારે પણ કોઈ ટ્રેન અહીંયા થી પસાર થતી હતી, ત્યારે મહિલાનું ભૂત તેની સાથે દોડી જતું હતું અને કેટલીકવાર તે ટ્રેન કરતા વધુ ઝડપથી દોડીને તેની આગળ નીકળી જતું હતું. આ સિવાય તેને અનેક વખત ટ્રેનની સામેના પાટા ઉપર નાચતા જોયુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

  આ ભયાનક ઘટનાઓ પછી, (begunkodor railway station) બેગુનકોડોરને ભૂતિયુ રેલ્વે સ્ટેશન માનવામાં આવવા લાગ્યું અને તે રેલ્વે રેકોર્ડમાં પણ નોંધાય ગયું હતું. લોકોની અંદરની આ મહિલાના ભૂતનો ડર એટલો વધી ગયો હતો કે તે આ સ્ટેશન પર આવતા ડરવા લાગ્યા. ધીરે ધીરે લોકોએ અહીં આવવાનું બંધ કરી દીધું. આ ઉપરાંત સ્ટેશન પર કામ કરતા રેલ્વે કર્મચારી પણ ડરથી ભાગી ગયા હતા.

  એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ રેલ્વેનો કર્મચારી ની (begunkodor railway station) બેગુનકોડોર સ્ટેશન પર પોસ્ટિંગ થતી, તો તે તરત જ અહીં આવવાનું નકારી દેતા હતા. એટલું જ નહિ ટ્રેનો પણ આ સ્ટેશન પર રોકાવાનું બંધ કરી દીધું હતું, કારણ એ ડર ના કારણે ના તો કોઈ મુસાફરો અહીં ઉતારવા માંગતા હતા અને ના તો કોઈ આ સ્ટેશન પર ટ્રેનમાં ચઢવા માટે અહીં આવતા હતા. આ પછી, આખું સ્ટેશન નિર્જન બની ગયું હતું.

  એવું કહેવામાં આવે છે કે આ સ્ટેશન પર ભૂતની વાતો પુરૂલિયા જિલ્લાથી લઈને કોલકાતા અને આ ઉપરાંત રેલ્વે મંત્રાલય સુધી પણ પહોંચી ગઈ હતી. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ ટ્રેન આ સ્ટેશન પરથી પસાર થતી ત્યારે લોકો પાઇલટ્સ સ્ટેશન પર આવતા પહેલા ટ્રેનની ગતિ વધારી દેતા હતા, જેથી તેઓ ઝડપથી આ સ્ટેશનને ઓળંગી શકે. આ ઉપરાંત ટ્રેનમાં બેઠેલા લોકો પણ સ્ટેશન પર આવતા પહેલા બારી અને દરવાજા બંધ કરી દેતા હતા.

  જો કે, 42 વર્ષ પછી, એટલે કે વર્ષ 2009 માં, ગામવાળા લોકોના કહેવા પર, તત્કાલીન રેલવે પ્રધાન મમતા બેનર્જીએ ફરી એકવાર આ સ્ટેશન ખોલ્યું. ત્યારથી લઈને અત્યાર સુધી, કોઈ પણ ભૂતના દાવાઓ આ સ્ટેશન પર કરવામાં આવ્યા નથી, પરંતુ હજુ પણ લોકો સૂર્યના ડૂબ્યા પછી પણ સ્ટેશન પર રોકાતા નથી. હાલમાં અહીં લગભગ 10 જેટલી ટ્રેનો ઉભી રહે છે. ભૂતિયા રેલ્વે સ્ટેશન તરીકે પ્રખ્યાત બનેલું આ (begunkodor railway station) સ્ટેશન અવારનવાર પ્રવાસીઓ અહીં મુલાકાત માટે આવે છે. This railway station in India which remained closed for 42 years due to a girl

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here