japan glasses ban for women: ઘણીવાર લોકો આંખોમાં થતી વિવિધ સમસ્યાઓના કારણે અથવા સમસ્યાઓથી બચવા માટે ચશ્માનો ઉપયોગ કરે છે. હાલના દિવસોમાં કમ્પ્યુટર અને મોબાઈલમાં કામ કરવાની અસર આંખો પર પણ પડે છે, આનાથી બચવા માટે લોકો ચશ્માં પહેરે છે. આમ તો, સામાન્ય તરીકે ઓફીસમાં કોમ્પ્યુટર પર વધુ સમય સુધી કામ કરનાર લોકો ચશ્મા પહેરતા હોય જ છે. જો તે આવું ના કરે તો તેમને આંખોની સમસ્યાઓ ઉભી થઇ શકે છે, પરંતુ દુનિયામાં એક એવો પણ દેશ છે, જ્યાં કંપનીઓએ ઓફીસ સ્થળ પર મહિલાઓને ચશ્મા પહેરવાની મનાઈ કરવામાં આવી છે. જાપાનમાં કેટલીક કંપનીઓએ મહિલાઓને ચશ્મા પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેની પાછળનું કારણ પણ ખુબ જ વિચિત્ર છે. this country ban women from wearing glasses know why
મીડિયા રિપોર્ટસ મુજબ, જાપાનમાં કાર્યસ્થળ પર મહિલા કર્મચારીઓના ચશ્મા પહેરવા પર રોક છે, જ્યારે પુરુષ કર્મચારીઓને તેની સંપૂર્ણ છુટ છે. અહીં એરલાઈન્સથી લઈને રેસ્ટોરન્ટના ક્ષેત્રની ઘણી એવી વ્યક્તિગત કંપનીઓ છે, જ્યાં મહિલાઓ ચશ્મા પહેરી કામ કરી શકતા નથી. this country ban women from wearing glasses know why
જાપાનના મીડિયા અહેવાલો અનુસાર કંપનીઓએ તેમની મહિલા કર્મચારીઓને કામ ન કરવાના વિચિત્ર કારણો આપ્યા છે. તેમાંથી કેટલીક રિટેલ ચેન કંપનીઓનું કહેવું છે કે મહિલા કર્મચારીઓ ચશ્મા પહેરીને કામ કરવાને લીધે તેમના ગ્રાહકો પર નકારાત્મક અસર પડે છે. કંપનીઓના વ્યવસાયો પ્રભાવિત થાય છે. ચશ્માં પહેરેલી મહિલા કર્મચારીઓ ગ્રાહકોને ઉદાસીન લાગે છે. જો કે, કાર્યસ્થળ પર પુરુષો માટે ચશ્મા પહેરવાનું પ્રતિબંધિત નથી.
જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે આ પ્રતિબંધ કંપની નીતિઓ પર આધારિત છે અથવા તે કાર્યસ્થળો પર સામાજિક રીતે સ્વીકારેલ અભ્યાસ છે.
જાપાનમાં ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ અને શો રૂમના રિસેપ્શનમાં, હોસ્પિટાલિટી સ્ટાફ અને બ્યુટી ક્લિનિક્સમાં કામ કરતી મહિલાઓને ચશ્મા પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

કંપનીઓએ ચશ્માં પર પ્રતિબંધ અંગે કંપનીઓએ વિચિત્ર દલીલો આપતા કહ્યું છે કે ગ્રાહક સેવા સાથે સંકળાયેલી મહિલા કર્મચારીઓમાં સ્ત્રી ગુણો બતાવવી જરૂરી છે, તેથી તેઓએ ચશ્મા ન પહેરવા જોઈએ.
જાપાનમાં, સ્ત્રીઓએ કંપનીના ડ્રેસની સાથે હિલ વાળી જૂતાની જોડી પહેરવી જરૂરી છે. અને તેની સાથે તેમનો મેકઅપ આધુનિક હોવો જોઈએ. કંપનીઓએ કામ કરતી મહિલાઓ માટે પણ આ અંગે માર્ગદર્શિકા આપી છે.
ચશ્માં પહેરવા પર પ્રતિબંધ સામે મહિલાઓ સોશ્યલ મીડિયા પર અવાજ ઉઠાવી રહી છે. તેઓ કંપનીના આ નિયમનો સખત વિરોધ કરી રહ્યા છે. તે ટ્વિટર પર #glassesareforbidden હેશટેગ વડે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહી છે. ટ્વીટર પર મહિલાઓ ચશ્માં પહેરી પોતાની તસ્વીરો પણ શેર કરી રહી છે.
રિપોર્ટસ મુજબ, જાપાનની એક કંપનીએ તો મહિલા કર્મચારીઓને એવું પણ કીધું છે કે, તે મેકઅપ કરી ઓફીસ આવી શકશે નહીં. તેના સિવાય કંપનીએ મહિલાઓને વજન ઓછો કરવાનો પણ આદેશ આપ્યો છે.
જાપાનમાં આ કોઈ નવીવાત નથી કે આવી રીતના વિચિત્ર નિયમો લાગુ કરવામાં આવ્યા હોય. આ પહેલા પણ અહીંની કંપનીઓએ મહિલા કર્મચારીઓ માટે હાઈ હિલ વાળી સેન્ડલ પહેરી ઓફીસ આવવું ફરજિયાત કરી દીધું હતું. આ નિયમો સામે પણ મહિલાઓએ સખ્ત વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યાર પછી જાપાનના શ્રમ મંત્રાલયે એક નિયમ બનાવ્યો હતો, જેનાથી ખાનગી કંપનીઓના આવા વિચિત્ર નિયમો પર રોક લગાવી શકાય. this country ban women from wearing glasses know why