viral video: ફ્લોરિડાની એક રેસ્ટોરન્ટમાં પ્લેટમાંથી ચાલવા લાગ્યો માંસનો ટુકડો, જાણો ખરેખર શું હતું કારણ.

  0
  78
  viral video: ફ્લોરિડાની એક રેસ્ટોરન્ટમાં પ્લેટમાંથી ચાલવા લાગ્યો માંસનો ટુકડો, જાણો ખરેખર શું હતું કારણ…
  કેટલાક લોકો આ માંસના ટુકડાને "ભૂતયા ચિકન" તરીકે ઓળખાવી રહયા છે.

  સોશિયલ મીડિયા ( social media) પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ Viral Video વિડિયોમાં, પ્લેટ પર મૂકવામાં આવેલો માંસનો ટુકડો ફરતા જોવા મળી રહયો છે.

  વાયરલ થઈ રહેલ આ વીડિયો ફ્લોરિડાની એક રેસ્ટોરન્ટનો છે, જ્યાં એક મહિલાએ ખાવા માટે ચીકન (મીટ) નો ઓર્ડર આપ્યો હતો. થોડા સમય પછી જ્યારે ઓર્ડર આવ્યો, ત્યારે પ્લેટમાં રાખેલ માંસનો ટુકડો ધ્રુજવા લાગ્યો અને ઝડપથી પ્લેટમાંથી નીકળીને ટેબલ પરથી નીચે પડી ગયો.

  વિચારો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા હોય અને ખાવા માટે નોન-વેજનો ઓર્ડર આપ્યો છે. જ્યારે તમને તે નોન-વેજ પીરસવામાં આવ્યું, ત્યારે તમે જોયું કે તમારી પ્લેટમાંથી માંસનો ટુકડો ચાલવા લાગ્યો છે? તમે પણ આશ્ચર્ય માં પડશો? ખરેખર, છેલ્લા કેટલાક દિવસોથી આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 2 કરોડ 54 લાખ વખત જોવામાં આવ્યો છે. તે લગભગ 72 હજાર વખત શેર કરવામાં આવ્યું છે, પરંતુ આ viral video વિડિયો બનાવટી (ફેક) છે કે સાચો (વાસ્તવિક) છે; આ અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

  ડાયનાસોરનું મળી આવ્યું સાડા છ ફુટ લાબું જાંઘનું હાડકું

  ખરેખર, ‘મેલ ઑનલાઇન’ ના અહેવાલ મુજબ, વાયરલ થયેલો વીડિયો ફ્લોરિડામાં એક રેસ્ટોરન્ટનો છે, જ્યાં એક મહિલાએ ખાવા માટે નોન-વેજનો ઓર્ડર આપ્યો હતો. થોડા સમય પછી જ્યારે ઓર્ડર આવ્યો, ત્યારે પ્લેટમાં રાખેલ માંસનો ટુકડો ધ્રુજવા લાગ્યો અને ઝડપથી પ્લેટમાંથી નીકળીને ટેબલ પરથી નીચે પડી ગયો. આ પછી પણ, નીચે જમીન પર માંસનો ટુકડો ધ્રૂજતો નજરે પડ્યો હતો. મહિલાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી ફેસબુક પર શેર કર્યો છે.

  મળતી માહિતી મુજબ, ફ્લોરિડામાં રહેતી રે ફિલિપ્સ થોડા દિવસો પહેલા એશિયન રેસ્ટોરન્ટમાં જમવા ગઈ હતી. આ દરમિયાન, તેણે નોન-વેજનો ઓર્ડર આપ્યો હતો. ‘મેલ ઑનલાઇન’ અનુસાર આ વીડિયો જોયા પછી કેટલાક લોકોએ તેને બનાવટી ખોટો જણાવી રહ્યા છે. વિડિયો જોયા પછી, લોકો કહી રહ્યા છે કે માંસનો ટુકડો દોરાથી બાંધેલો છે અને કોઈ તેને ખેંચી રહ્યો છે.

  શું છે, આ વીડિયોમાં સત્ય ?

  જો કે, પ્રખ્યાત સાઈંસ મૈગઝીન ‘સાયન્ટિફિક અમેરિકન’ અનુસાર, તાજા માંસના ટુકડામાં ન્યુરોન સક્રિય હોય છે, જે સોડિયમ આયની સાથે પ્રતિક્રિયા આપે છે. મીઠું અને સોયા સોસમાં આ રાસાયણિક સંયોજન જોવા મળે છે. જ્યારે માંસમાં મીઠું અને સોયા સોસ ઉમેરવામાં આવે છે, ત્યારે ચેતાકોષ પ્રતિક્રિયા કરવા લાગે છે. આનાથી એવું લાગે છે કે જાણે માંસના ટુકડામાં જીવ બાકી હોય અને તે આગળ વધી રહ્યો.

  ‘સાયન્ટિફિક અમેરિકન’ એ આ વાયરલ વીડિયો Viral Video પર કહ્યું હતું કે ‘જ્યારે કોઈ જીવનું તત્કાળ મોત કરવામાં આવે છે, ત્યારે તેના શરીરમાં રહેલા ન્યુરોન્સ તરત કામ કરવાનું બંધ કરતાં નથી. તેનામાં થોડા કલાકો સુધી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા હોય છે. ખાસ કરીને જ્યારે તેમાં સોડિયમ આયનો ઉમેરવામાં આવે છે. આ કિસ્સામાં પણ આજ બન્યું છે.

  કેટલાક લોકોનું આ પણ કહેવું છે

  આ કિસ્સા પર, કેટલાક લોકોનું કહેવું છે કે તે તાજુ માંસ છે. આ તાજુ માંસ ઝડપથી ફરે છે. જયારે, એક અન્ય વ્યક્તિએ ટિપ્પણી કરી કે આ માંસ જિંદે દેડકાનું હતું, જેને એશિયન દેશોમાં જેવા કે જાપાન, ચીનમાં ખાય છે. તો કેટલાક લોકો આ માંસના ટુકડાને હવે “ભૂત ચિકન” તરીકે ઓળખવામાં આવી રહયા છે. ખાવાની શોખીન રે ફિલિપ્સ એ તેના ફેસબુક પેજ પર તેનો આ નોન-વેજ ખાવાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો અત્યાર સુધીમાં 2 કરોડ 58 લાખથી વધુ વખત લોકો દ્વારા જોવામાં આવ્યો છે, અને તેને ફેસબુક જેવા અન્ય સોશ્યિલ મીડિયા પર ઘણો શેર પણ કરવામાં આવ્યો છે.

  નશામાં ઑફિસ જશો તો ચહેરો જોઈને ઓળખી જશે સૉફ્ટવેર, મોકલશે એચઆરને ચેતવણી

  આવું પહેલીવાર નથી જ્યારે સોશ્યલ મીડિયા પર કોઈ વીડિયો આટલી વાર જોવા મળ્યો હોય. આ અગાઉ પણ પ્લેટમાં હલતો નૉન-વેજ માંસ ખાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવી ચુક્યા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here