Xiaomi એ લૉન્ચ કર્યો Redmi Note 8, Note 8 Pro સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ

    Xiaomi Redmi phones

    0
    200
    Xiaomi એ લૉન્ચ કર્યો Redmi Note 8, Note 8 Pro સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ
    Xiaomi Redmi Note 8 and Note 8 pro samrtphone

    Xiaomiની ઓલ-બ્રાન્ડ Redmiએ તેના નવા નોટ સિરીઝના સ્માર્ટફોન Note 8 અને Note 8 Pro લૉન્ચ કર્યો છે. હાલમાં આ બંને સ્માર્ટફોન ફક્ત ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યા છે. શાઓમીએ બંને સ્માર્ટફોનને ગયા વર્ષના અંતમાં લૉન્ચ કરેલ નોટ 7 અને નોટ 7 પ્રો ના અપગ્રેટેડ વેરાઈટી તરીકે લોંચ કર્યા છે.

    રેડમી નોટ 8 ગ્રેડિએન્ટ ડિઝાઇન સાથે આવે છે. તે નવા પ્રોસેસર, ચાર રીઅર કેમેરા, પાતળી બેઝલ, વધુ સારી ઑડિયો સિસ્ટમ અને ઘણી નવી સુવિધાઓ સાથે આવે છે. જયારે, રેડમી નોટ 8 પ્રો ની ડિઝાઇન સંપૂર્ણપણે નવી છે. રેડમી નોટ 7 પ્રો ની તુલનામાં હાર્ડવેર સ્પષ્ટીકરણો પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. આમાં પણ ચાર રીઅર કેમેરા છે અને આમાં થી એક સેન્સર 64 મેગાપિક્સલનો છે.

    રેડમી નોટ 8 ફિચર્સ:

    ડિસ્પ્લે: 6.39 ઇંચ
    રીજોલ્યૂશન: 1080
    ફ્રન્ટ કેમેરો: 13 MP
    રીઅર કેમેરો: 48 + 8 + 2 + 2 MP
    રેમ: 4 જીબી
    સ્ટોરેજ: 64 જીબી
    ઓએસ: એન્ડ્રોઇડ
    બેટરી ક્ષમતા: 4000 mAh

    રેડમી નોટ 8 ની કિંમત 999 ચીની યુઆન (લગભગ 10,000 રૂપિયા) થી શરૂ થાય છે. આ કિંમત 4 જીબી + 64 જીબી મોડેલની છે. સ્માર્ટફોનના 6 જીબી + 64 જીબી અને 6 જીબી + 128 જીબી વેરિયન્ટ પણ છે. આને અનુક્રમે 1,199 ચીની યુઆન (લગભગ 12,000 રૂપિયા) અને 1,399 ચીની યુઆન (લગભગ રૂ. 14,000) માં વેચવામાં આવશે.

    રેડમી નોટ 8 પ્રો ફિચર્સ:

    ડિસ્પ્લે: 6.39 ઇંચ
    રીજોલ્યૂશન: 1080
    ફ્રન્ટ કેમેરો: 20 MP
    રીઅર કેમેરો: 48 + 8 + 2 + 2 MP
    રેમ: 6 જીબી
    સ્ટોરેજ: 64 જીબી
    ઓએસ: એન્ડ્રોઇડ
    બેટરી ક્ષમતા: 4500 mAh
     
    રેડમી નોટ 8 પ્રોની કિંમત 1,399 ચીની યુઆન (લગભગ 14,000 રૂપિયા) થી શરૂ થશે. આ કિંમત 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની છે. હેન્ડસેટના 6 જીબી + 128 જીબી અને 8 જીબી + 128 જીબી મૉડેલ્સ અનુક્રમે 1,599 ચીની યુઆન (લગભગ 16,000 રૂપિયા) અને 1,799 ચીની યુઆન (લગભગ 18,000 રૂપિયા) માં વેચવામાં આવશે.

    શાઓમીના જણાવેલ નિવેદન અનુસાર રેડમી નોટ 8 ડ્રીમ બ્લુ, મીટયોરાઇટ બ્લેક અને વ્હાઇટ કલરમાં જોવા મળશે. જયારે, રેડમી નોટ 8 પ્રો પર્લ વ્હાઇટ, આઇસ આઇસ અમરાલ્ડ અને ઇલેક્ટ્રિક લાઇટ ગ્રે રંગમાં લાવવામાં આવશે. ચીની બજારમાં રેડમી નોટ 8 અને રેડમી નોટ 8 પ્રો નું વેચાણ સપ્ટેમ્બરમાં શરૂ થશે. જયારે, ચર્ચા છે કે આ ફોન દિવાળી સુધી ભારતમાં લોન્ચ થશે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here