ભારતમાં 5G નેટવર્ક નથી, તો 5G સ્માર્ટફોન શા માટે લોન્ચ કરવામાં આવી રહ્યા છે? જાણો અહીં…

  5G smartphones

  0
  53
  ભારતમાં 5G નેટવર્ક નથી, તો 5G સ્માર્ટફોન શા માટે લોન્ચ કરવામાં આવી રહ્યા છે? જાણો અહીં...
  5g mobile

  5G smartphones: ભારતમાં 5G નેટવર્ક નથી, પરંતુ 5G સ્માર્ટફોન લોન્ચ થવાનું શરૂ થઈ ગયું છે. ભારતમાં 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની શરૂઆત ચીનના સ્માર્ટફોન ઉત્પાદક રીઅલમી તેના સ્માર્ટફોન Realme X50 Pro 5G સાથે કરી છે. જયારે, વિવોની સબ-બ્રાન્ડ iQOO એ પણ પોતાનો 5G ફોન iQOO 3 ભારતમાં લોન્ચ કર્યો છે. આવી સ્થિતિમાં, ભારતમાં હાલમાં બે 5G સ્માર્ટફોન છે, જેમાં Realme X50 Pro 5G અને આઇકુ 3 5G શામેલ છે. હવે મોટો સવાલ એ છે કે જે દેશમાં લોકોને સારી રીતે 4G નેટવર્ક નથી મેળવી રહ્યા, ત્યાં 5G સ્માર્ટફોન લોન્ચ કરવાનો શું મતલબ છે?

  5G નેટવર્ક શું છે અને તેના ફાયદા શું છે?

  મોબાઇલ ઇન્ટરનેટની પાંચમી પેઢી એ 5G નેટવર્ક છે જેની ગતિ 4G કરતા ઘણી વધારે હશે. તેનો મોટો ફાયદો વિડિઓ સ્ટ્રીમિંગ અને ડેટા ટ્રાન્સફરમાં થશે. 5G નેટવર્ક એ રેડિયો સ્પેક્ટ્રમના વધુ સારા ઉપયોગ માટેનું સૌથી મોટું ઉદાહરણ હશે. 5G આવ્યા પછી, તમે મોબાઇલ પર જ 8K વિડિઓઝ જોઈ શકશો. લોકોને હાઇ સ્પીડ ઇન્ટરનેટ મળશે જે સ્માર્ટ સિટી અને સ્માર્ટ હોમ માટે એક વરદાન હશે. 4G પર હાલમાં 45 એમબીપીએસ સુધીની સ્પીડ મળી રહી છે પરંતુ 5G નેટવર્કની સ્પીડ આનાથી 20 ગણી વધારે હોઈ શકે છે. 5G નેટવર્ક ઉચ્ચ ફિકવેંસી બેન્ડ એટલે કે 3.5GHz થી 26GHz અથવા તેથી વધુ ફિકવેંસી બેન્ડ ઉપર કાર્ય કરશે.

  5G માર્કેટ પર કબજો કરવાની સ્પર્ધા

  સમય પહેલા ભારતમાં 5G સ્માર્ટફોન લોન્ચ કરવા પર સાયબર મીડિયા રિસર્ચ (CMR) ના ઉદ્યોગ ગુપ્તચર જૂથના વડા પ્રભુ રામનું કહેવું છે કે 4G ની સાથે 5G સપોર્ટવાળા સ્માર્ટફોન બજારમાં તે લોકોને આકર્ષિત કરશે જેમને નવીનતમ લેટેસ્ટ ઉપકરણો પસંદ છે. 4G અને 5G મોબાઈલની કિંમતમાં બહુ તફાવત નથી. આવી સ્થિતિમાં, 5G નું ભવિષ્ય જોતા, લોકો 5G સ્માર્ટફોન ખરીદશે, જેથી તેઓએ આગામી 1 વર્ષમાં તેમના 4G ફોન્સને 5G માં અપગ્રેડ કરવા ન પડે. જયારે, હવે સવાલ એ છે કે જ્યારે ભારતમાં હજી 5G નેટવર્ક જ નથી, તો પછી આઈકુ અને રિયલમી જેવી સ્માર્ટફોન કંપનીઓ 5G સ્માર્ટફોન કેમ લોંચ કરી રહી છે?

  ખરેખર આ કંપનીઓ 5G મોબાઇલ માર્કેટમાં પોતાનું સ્થાન સ્થાપિત માંગે છે, તેથી 5G ના ભવિષ્યને જોતા ભારતમાં 5G સપોર્ટવાળા સ્માર્ટફોન રજૂ કરવામાં આવી રહ્યા છે. તે પણ સાચું છે કે 2021-22 એ ભારતનું 5G માર્કેટ હશે. આવી સ્થિતિમાં, આ કંપનીઓએ પહેલા થી જ તેની તૈયારી શરૂ કરી દીધી છે. સાયબર મીડિયા રિસર્ચનું માનવું છે કે 2025 સુધીમાં ભારતમાં 5G સ્માર્ટફોનની શિપમેન્ટ 14.4 કરોડ સુધી પહોંચી જશે.

  સ્નેપડ્રેગન 865 સિવાય કોઈ વિકલ્પ નથી

  ટેક નિષ્ણાત કહે છે કે ચિપસેટ ઉત્પાદક કંપની ક્વાલકોમ જાણી જોઈને મોબાઈલ કંપનીઓને તેના 5G સપોર્ટેડ વાળા પ્રોસેસર સ્નેપડ્રેગન 865 સાથે મોબાઈલ લોંચ કરવા પર મજબૂર કરી રહી છે, કારણ કે કોઈપણ સ્માર્ટફોન કંપની તેના લેટેસ્ટ પ્રોસેસર સાથે જ રજૂ કરવા પસંદ કરશે, કારણ કે જો ક્વોલકોમ 4G સપોર્ટ સાથે પ્રોસેસર આપે છે, તો તે સસ્તામાં વેચાશે પરંતુ 5G માટે તેને સારી કિંમત મળશે.

  તેને એક ઉદાહરણ દ્વારા જોઈએ તો વિવોની સબ-બ્રાન્ડ આઈકૂએ iqoo 3 ને ત્રણ વેરિયન્ટમાં રજૂ કર્યુ છે. ત્રણેય વેરિયન્ટમાં એક જ સમાન પ્રોસેસર સ્નેપડ્રેગન 865 આપવામાં આવ્યા છે, પરંતુ માત્ર એક જ વેરિઅન્ટ 5G ને સપોર્ટ કરે છે, આવું કેમ? તેનો જવાબ એ છે કે iqoo 3 ના સસ્તા (4 જી) વાળા વેરિયન્ટમાં 5G મોડેમ્સને ડિસેબલ કરવામાં આવ્યા છે, જેના કારણે કંપનીએ બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) પ્રમાણપત્ર માટે ઓછી કિંમત ચૂકવવી પડે છે, તેથી આ વેરિએન્ટ સસ્તું છે. જણાવી દઈએ કે સ્નેપડ્રેગન 865 પ્રોસેસરમાં 5G મોડેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here