Vivo એ લૉન્ચ કર્યો નવો સ્માર્ટફોન Vivo iQoo Neo 855 Racing Edition

    Vivo iQoo Neo 855 Racing Edition સ્માર્ટફોન લોન્ચ, જાણો ભાવ અને સુવિધાઓ

    0
    166
    Vivo એ લૉન્ચ કર્યો નવો સ્માર્ટફોન: Vivo lonching new smart phone iQoo Neo 855 Racing Edition
    Vivo iQoo Neo 855 Racing Edition

    Vivo એ એક નવો મિડ રેંજ સ્માર્ટફોન Vivo iQoo Neo 855 Racing Edition લોન્ચ કર્યો છે. આ નવા ફોનમાં ગેમિંગ પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 12 જીબી સુધીની રેમ પણ ઉપલબ્ધ છે. આ ગેમિંગ સ્માર્ટફોન હમણાં જ Vivo ના ઘરેલુ બજાર એટલે કે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

    Vivo iQoo Neo 855 Racing Edition સ્માર્ટફોન ગેમિંગ-ફોકસ થયેલ છે.

    ભાવ અને પ્રાપ્યતા વિવોનો આ ગેમિંગ ફોન બે સ્ટોરેજ વેરિયન્ટમાં આપવામાં આવ્યો છે. 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 2,598 યુઆન છે, એટલે કે લગભગ 26,400 રૂપિયા છે. જયારે 12 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 2,798 યુઆન છે, એટલે કે લગભગ 28,400 રૂપિયા છે. આ સ્માર્ટફોન ચીનના વિવો ઑનલાઇન સ્ટોર પર પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ છે. તેનું પ્રથમ વેચાણ 12 ડિસેમ્બરે થશે.

    Vivo iQoo Neo 855 રેસિંગ એડિશનના સ્પેસિફિકેશનો

    Vivo iQoo Neo 855 રેસિંગ એડિશનમાં 6.38-ઇંચનું ફુલ એચડી + સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેનું રિઝોલ્યુશન 1080×2340 પિક્સેલ્સ છે અને આસ્પેક્ટ રેશિયો 19.5: 9 છે. સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 855+ એસઓસી (SoC) પ્રોસેસર છે. ફોનને 8 જીબી + 128 જીબી અને 12 જીબી + 128 જીબી વેરિએન્ટમાં બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

    કેમેરો અને બેટરી

    આ નવા સ્માર્ટફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. પ્રાથમિક કેમેરો 12MP છે, જ્યારે અન્ય બે સેન્સર 8MP અને 2MP છે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 16MP કેમેરો છે. ફોનમાં 33W ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે 4500MP એમએએચની બેટરી છે.

    રંગ અને કનેક્ટિવિટી ઓપ્શન

    વીવોનો આ નવો સ્માર્ટફોન એન્ડ્રોઇડ પી આધારિત મોન્સ્ટર UI યુઆઈ ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. તેમાં ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ રીડર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ત્રણ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે – આઇસલેન્ડ ઓરોરા, કાર્બન બ્લેક અને લાઇટ મિંટ. કનેક્ટિવિટી વિશે વાત કરીએ તો, આ નવા ગેમિંગ ફોનમાં 4G LTE, વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ GPS/ એ-જીપીએસ A-GPS, USB યુએસબી ટાઇપ-સી C અને 3.5mm હેડફોન જેક જેવા કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવ્યા છે. આ ફોનનું વજન 198.5 ગ્રામ છે.

    Vivo lonching new smart phone iQoo Neo 855 Racing Edition

    Vivo iQOO Neo 855

    • પરફોર્મન્સ —- સ્નેપડ્રેગન 855
    • સ્ટોરેજ —- 64 જીબી
    • કેમેરા —- 12MP + 8MP + 2MP
    • બેટરી — 4500 M
    • ડિસ્પ્લે — 6.38″ (16.21CM સે.મી.)
    • રેમ — 6 જીબી
    Vivo lonching new smart phone iQoo Neo 855 Racing Edition

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here