ટિક્ટોક કંપની ટૂંક સમયમાં બનાવશે સ્માર્ટફોન

  ટિક્ટોક સૌથી ઝડપથી વિકસતી સોશિયલ મીડિયા એપ્લિકેશન છે.

  0
  193
  ટિક્ટોક કંપની ટૂંક સમયમાં બનાવશે સ્માર્ટફોન
  ટિક્ટોક સૌથી ઝડપથી વિકસતી સોશિયલ મીડિયા એપ્લિકેશન છે

  વિડિયો શેરિંગ એપ્લિકેશન ટિક્ટોકની મોટી સફળતા પછી, તેને બનાવનાર કંપની હવે સ્માર્ટફોન માર્કેટમાં ઉતારશે.

  વર્તમાન સમયમાં, ટિક્ટોક સૌથી ઝડપથી વિકસતી સોશિયલ મીડિયા એપ્લિકેશન છે, જેમાં લગભગ 500 મિલિયન વપરાશકર્તાઓ છે.

  ટિક્ટોક પર 15-સેકંડની વિડિયો પોસ્ટ થઇ શકે છે. આ એપને પ્લે સ્ટોરથી 100 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

  ટિક્ટોકના ડેવલોપર (વિકાસકર્તા) બાઇટડાંસ હવે સ્માર્ટફોનની દુનિયામાં આવવાનું વિચાર કરી રહ્યા છે.

  બાઇટડાંસ ટિક્ટોક ઉપરાંત અન્ય ઘણી વિડિઓ અને સમાચાર આધારિત એપ્લિકેશન્સની માલિકી ધરાવે છે. આમાં સ્લેક, ફ્લિપચાર્ટ, ટોટિઓ શામેલ છે. જો કે, આ બધામાં સૌથી વધુ લોકપ્રિય એપ્લિકેશન ટિક્ટોક જ છે.

  ઘણી કંપનીઓ ઉતરી આ હરીફાઈમાં

  ચીનના આર્થિક સામયિક કેજિંગે જણાવ્યું છે કે બાઇટડાંસનો નવો મોબાઇલ સાત મહિનાની અંદર આવી શકે છે.

  એવું નથી કે બાઇટડાંસ એવી પહેલી કંપની છે કે જેની એક એપ્લિકેશન જે આટલી હદ સુધી લોકપ્રિય બની હોય અને તેણે ફોન માર્કેટમાં પ્રવેશવાનું નક્કી હોય.

  વર્ષ 2013 માં, ચીનની સેલ્ફી એપ્લિકેશન નિર્માતા મીતુએ પણ સ્માર્ટફોનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

  મીતુના ફોનને ચાઇના ના સોશ્યિલ મીડિયામાં એક શ્રેષ્ઠ કેમેરા અને ઝડપી ઓટો ફોકસ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એક સરસ મોબાઈલ તરીકે વર્ણવવામાં આવ્યો હતો.

  પરંતુ ચીનમાં પહેલેથી જ ઘણી સ્માર્ટફોન બનાવતી કંપનીઓ છે, આવી સ્થિતિમાં આ બજારમાં નવી કંપનીના આગમન પર તેની કેટલી અસર પડશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે.

  સીસીએસ આંતરદૃષ્ટિના ટેકનોલોજી નિષ્ણાત બેન વુડ કહે છે, “વર્તમાન સમયમાં, કોઈપણ નવી કંપની માટે સ્માર્ટફોન માર્કેટમાં પ્રવેશીને પોતાની જગ્યા બનાવવું ખૂબ જ મુશ્કેલ છે. હાલમાં, એપલ, સેમસંગ અને ખ્વાવે જેવી કંપનીઓનું અહીં રાજ છે.

  “નવી કંપનીઓ આ બજારમાં જ્યારે પણ આવે છે ત્યારે તેમની ચર્ચાઓ જોર શોરથી કરવામાં આવે છે પરંતુ પછી થોડા સમય પછી તે બજારમાંથી ગાયબ થઈ જાય છે.”

  મોટી કંપનીઓનું વર્ચસ્વ
  ફેસબુક, ગૂગલ અને એમેઝોન જેવી મોટી કંપનીઓ પણ ટેકનોલોજીની દુનિયામાં પગ મૂક્યો છે. સોશિયલ મીડિયા એપ્લિકેશનથી શરૂઆત કરનાર, ફેસબુકની પાસે હાલમાં વહાટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ જેવી બે મોટી કંપનીઓના માલિક છે.

  જોકે ફેસબુકે તેની એન્ડ્રોઇડ લૉન્ચર એપ્લિકેશનને નીકાળી હતી, પરંતુ તે તેમાં સફળ થઈ નહોતી.

  તે જ રીતે, ગૂગલ કંપનીએ ગુગલ પિક્સેલ સ્માર્ટફોનને લૉન્ચ કર્યો, જેમાં તે સફળ થયો પરંતુ સોશિયલ નેટવર્કિંગમાં ગૂગલ પ્લસને તે સફળતા મળી નહોતી.

  જયારે, એમેઝોન કંપનીના ટેબ્લેટ અને ઇ-વાચકો તો લોકોને ગમ્યા, પરંતુ લોકોએ આ કંપનીનો ફાયર ફોન નકારી દીધો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here