ડાયનાસોરનું મળી આવ્યું સાડા છ ફુટ લાબું જાંઘનું હાડકું

  ડાઈનોસોરના જાંઘનું હાડકું મળી આવ્યું

  0
  210
  ડાયનાસોરનું મળી આવ્યું સાડા છ ફુટ લાબું જાંઘનું હાડકું
  ડાઈનોસોરના જાંઘનું હાડકું

  દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ એક ખોદકામ સ્થળ પર વિશાળ ડાયનાસોરનું જાંઘનું હાડકું મળી આવ્યું છે. આ વૈજ્ઞાનિકો લગભગ એક દાયકાથી અવશેષોની શોધ કરી રહ્યા છે.

  આ બે-મીટર (6.6 ફૂટ) જાંઘનું હાડકું ઓન્ઝેક વિસ્તારમાં મળી આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે તે સારોપૉડ ડાયનાસોરનું હાડકું છે.

  આ શાકાહારી ડાયનાસોર હતા જેને લાંબુ ગળું અને લાંબી પૂંછડી હતી. આ ડાયનાસોર એન્ટાર્કટિકામાં ફરતા હતા.
  જુરાસિક સમયગાળાના છેલ્લા વર્ષોમાં સામાન્ય રીતે સોરોપોડ્સ જોવા મળ્યા હતા. તે અત્યાર સુધીના સૌથી કદાવર પ્રાણીઓ માંનું એક છે.

  અશ્મિભૂત વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આટલા લાંબા સમય પછી પણ અસ્થિ સુરક્ષિત જોવા મળી, તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થયા છે.

  નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમના ઓફ પેરિસના રોનાન એલેને લો પેરિઝિયાંગ અખબારએ કહ્યું, “આપણે તેમાં સ્નાયુઓની સંડોવણી અને ઘા જોઈ શકીએ છીએ.” મોટા હાડકાં સાથે આવું ઘણું ઓછું જોવા મળે છે. તે તેના જાતે જ તૂટીને નાશ પામે છે.”

  આ ડાયનાસોર કેવું હશે
  એલેને પત્રકારોને જણાવ્યું હતું કે આવા ડાયનાસોર 1400 લાખ વર્ષો પહેલાં જોવા મળતા હતા અને તેનું વજન 40 થી 50 ટન જેટલું હોતું હશે.

  એક સ્થાનિક અખબાર લા શૈરોન્ટ લિબરેના જણાવ્યા અનુસાર, આ જગ્યા પર 2010 માં સોરોપોડની જ એક 2.2-મીટરની જાંઘની અસ્થિ મળી આવી હતી. તેનું વજન 500 કિલો હતું.

  આ અઠવાડિયામાં મળેલા હાડકાંનું વજન પણ ઘણું હોવાની સંભાવના છે, પરંતુ આ કામમાં એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. આના માટે એક ક્રેનની જરૂર છે.

  ઓન્ઝેકમાં બીજું શું મળ્યું?
  આ હાડકું ખોનિયેક શહેર નજીક શૈરોન્ટ વિસ્તારમાં એક દ્રાક્ષની વાડી માંથી મળી આવ્યું છે. અહીં લગભગ 70 જેટલા વૈજ્ઞાનિકો કામ કરતા હતા.

  વર્ષ 2010 થી, 40 જાતોના 7500 થી વધુ અવશેષો મળી આવ્યા છે. લો પારિજિયાંગના એક અહેવાલ મુજબ, અહીં સ્ટેગોસોરોસિસના હાડકાં અને શાહમૃગ ડાયનાસોરનું ટોળું મળી આવ્યું છે.

  આ સિવાય, 2014 માં, આર્જેન્ટિનામાં આવા કેટલાક ડાયનાસોરના હાડકાં મળી આવ્યા હતા જેને વૈજ્ઞાનિકો દ્વારા વિશ્વના સૌથી મોટા ડાયનાસોરના અવશેષ માનવામાં આવ્યાં હતાં. આ વિશાળ પ્રાણીનું વજન 77 ટન અને ઉંચાઈ 20 મીટરની નજીક હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here