હોન્ડાએ ભારતમાં Activa 6G સ્કૂટર કર્યું લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

  honda activa 6g scooter launch in india

  0
  95
  હોન્ડાએ ભારતમાં Activa 6G સ્કૂટર કર્યું લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ: honda activa 6g scooter launch in india
  Honda Activa 6G
  honda activa 6g scooter launch in india: ઑટો એક્સ્પો 2018 માં લૉન્ચ કરાયેલ Activa 5Gની તુલનામાં છઠ્ઠી જનરેશન Activa 6G લગભગ 2 વર્ષ પછી રજૂ કરવામાં આવી છે અને હવે આ સ્કૂટર BS6 એન્જિન સાથે આવે છે.

  Honda એ તેનું લોકપ્રિય સ્કૂટર હોન્ડા એક્ટિવા, ભારતમાં નવું વર્ઝન 2020 હોન્ડા એક્ટિવા 6G (2020 Honda Activa 6G) લોન્ચ કર્યું છે. મળતી માહિતી મુજબ આ સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત 63,912 રૂપિયા છે. ઑટો એક્સ્પો 2018 માં લૉન્ચ કરાયેલ Activa 5Gની તુલનામાં છઠ્ઠી જનરેશન Activa 6G લગભગ 2 વર્ષ પછી રજૂ કરવામાં આવી છે અને હવે આ સ્કૂટર BS6 એન્જિન સાથે આવે છે.

  ફિચર્સની વાત કરીએ તો હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયાએ એક્ટિવા 6G BS6 માં એસીજી સ્ટાર્ટર સાયલન્ટ મોટર, ફ્યુઅલ ઇન્જેક્શન, ટેલિસ્કોપિક સસ્પેન્શન, ન્યુ આઉટસાઇડ ફ્યુઅલ કેપ, ન્યુ ઇએસપી ટેકનોલોજી, ડ્યુઅલ ફંક્શન સ્વીચ અને મલ્ટિફંક્શનલ સ્વિચગિયર આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર નવી એક્ટિવા પાછલા મૉડલની સરખામણીએ 10 ટકા વધુ ઇંધણ કાર્યક્ષમ છે. સ્કૂટર હોન્ડાની નવી ઉન્નત સ્માર્ટ પાવર તકનીકનો ઉપયોગ કરે છે જે એન્જિનની અંદરના ઘર્ષણને ઘટાડે છે અને સ્કૂટર આપમેળે ખૂબ જ ઓછો અવાજ કરે છે.

  2020 Honda Activa 6G માં BS6 માર્ક વાળું 109.2 સીસીનું સિંગલ સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે જેમાં ઇંધણ-ઇન્જેક્ટેડ તકનીક વાળું છે અને તે આગામી ઉત્સર્જનના નિયમોનું પાલન કરે છે. આ એન્જિન 8,000 rpm આરપીએમ પર 7.68 bhp બીએચપી પાવર અને 5,250 rpm આરપીએમ પર 8.79 Nm એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. BS6 બીએસ 6 એન્જિન સાથેનું આ મોડેલ કંપનીનું ત્રીજું ટુ-વ્હીલ વાહન છે, તે પહેલાં હોન્ડાએ એક્ટિવા 125 BS6 અને હોન્ડા એસપી 125 BS6 બજારમાં લોન્ચ કર્યું હતું. હોન્ડાએ નવી એક્ટિવા 6 જી માટે બુકિંગ પણ શરૂ કરી દીધા છે અને ડિલિવરી જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં શરૂ કરી દેવામાં આવશે.

  કંપનીએ એક્ટિવા 6 જી બે રંગો સ્ટાન્ડર્ડ અને ડિલક્સ સાથે 6 રંગમાં ઉપલબ્ધ કરી છે. હોન્ડાએ બીએસ 6 એન્જિન સાથે નવી એક્ટિવા 6 જીની પ્રારંભિક એક્સશોરૂમ કિંમત 63,912 રૂપિયા નક્કી કરી છે, જે સ્કૂટરના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની કિંમત છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here