ફ્રી ઝિઓમી મી હોમ સિક્યુરિટી કેમેરા: જાણો કેવી રીતે મળી શકે છે સિક્યુરિટી કેમેરા ફ્રી

  જાણો કેવી રીતે મળી શકે છે સિક્યુરિટી કેમેરા ફ્રી

  0
  90
  ફ્રી ઝિઓમી મી હોમ સિક્યુરિટી કેમેરા: જાણો કેવી રીતે મળી શકે છે સિક્યુરિટી કેમેરા ફ્રી
  ફ્રી ઝિઓમી મી હોમ સિક્યુરિટી કેમેરા

  શું તમે પણ ટેકનોલોજીની સાથે રહીને તમારા હોમને સ્માર્ટ હોમમાં બદલવા માંગો છો? અથવા તમારી સુરક્ષા માટે, તમે એક સિક્યુરિટી કેમેરો ખરીદવાનું વિચારી રહ્યાં છો, જો તમારું ઘર સુરક્ષિત થઈ જાય અને તે પણ સ્માર્ટ હોમમાં બદલી જાય, તે પણ એકદમ ફ્રી, તો કેવું રહે? ૧૫૦૦ થી ૩૦૦૦ રૂપિયાની વચ્ચે મળતો સામાન્ય સિક્યુરિટી કેમેરો જો તમને મફતમાં મળે તો ? તમને જણાવી દઇએ કે, ગૂગલે ઝિઓમી સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ, ઝિઓમી મી સિક્યુરિટી કેમેરા મફતમાં ઉપલબ્ધ કરી રહ્યા છે.

  હવે તમે વિચારશો કે મફતમાં તો કંઈપણ મળે છે. તમને સરળતાથી એમઆઈ હોમ સિક્યુરિટી કેમેરો મફતમાં મળશે નહીં. આ માટે તમારે ગૂગલ નેસ્ટ હબ સ્માર્ટ સ્પીકર ખરીદવું પડશે. આ ડીલ અંતર્ગત તમને આ સ્પીકર સાથે એમઆઈ હોમ સિક્યુરિટી કેમેરો મફત મળશે. તમને જણાવી દઈએ કે ગૂગલે ૯૯૯૯ રૂપિયામાં ભારતમાં ગૂગલ નેસ્ટ હબ લોન્ચ કર્યું છે. લોન્ચિંગ ઑફરના ભાગ રૂપે, ગૂગલ મર્યાદિત સમય માટે શાઓમી મી હોમ સિક્યુરિટી કેમેરા ફ્રી માં પ્રદાન કરી રહ્યું છે. ગૂગલ નેસ્ટ હબ ખરીદવા માટે ફ્લિપકાર્ટ, ક્રોમા, રિલાયન્સ ડિજિટલ અને ટાટા ક્લિક પર ઉપલબ્ધ છે. જો કે, શાઓમી મી હોમ સિક્યુરિટી કેમેરો મર્યાદિત સમય માટે ખાલી ફ્લિપકાર્ટ અને ટાટા ક્લિક પાસેથી ખરીદી પર જ ઉપલબ્ધ રહેશે. જો તમને ફ્રી એમઆઇ હોમ સિક્યુરિટી કેમેરો જોઈએ છે, તો તમારે તેને ફ્લિપકાર્ટ અથવા નજીકના ટાટા ક્લિક સ્ટોર પરથી ખરીદવું પડશે.

  અન્ય ઑફર્સની વાત કરીએ તો, ફ્લિપકાર્ટથી નેસ્ટ હબ ખરીદનારાઓને એક્સિસ બેંક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્સ અને એચડીએફસી બેંક ડેબિટ કાર્ડ્સ સાથેના લેણ-દેણ પર ૫% સુધીનું કેશબેક મળશે. એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ્સની ખરીદી પર ૫% છૂટ મળશે. ગૂગલ નેસ્ટ હબમાં ૭ ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. તે કંપનીની એમ્બિયન્ટ લાઈટનિંગ ઇક્યુ સુવિધા સાથે આવે છે, જેનથી આપમેળે સ્ક્રીનની બ્રાઇટનેસ એડજસ્ટ થઇ જાય છે. તે આશરે ૨૦૦ મિલિયન ઉપકરણો સાથે સુસંગત છે. ભારતમાં તે ચાક અને ચારકોલ કલરના વેરાઈટીઝમાં ઉપલબ્ધ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here