નશામાં ઑફિસ જશો તો ચહેરો જોઈને ઓળખી જશે સૉફ્ટવેર, મોકલશે એચઆરને ચેતવણી

  નવું હાજરી પત્રક

  0
  99
  નશામાં ઑફિસ જશો તો ચહેરો જોઈને ઓળખી જશે સૉફ્ટવેર, મોકલશે એચઆરને ચેતવણી
  Face detection and recognition of man. Computer vision and machine learning concept.

  ચેન્નાઇની રેમ્કો કંપનીએ બનાવવી ફેશિયલ રેકગ્નિશન એટેન્ડન્સ સિસ્ટમ, તે ચહેરા અને શ્વાસનું વિશ્લેષણ કરશે અને કહેશે કે કર્મચારી નશામાં છે કે નહીં
  કંપનીનો દાવો છે કે, એટેન્ડન્ટ સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરેલા શ્વાસ વિશ્લેષક ૧૦૦ ટકા સચોટ પ્રતિસાદ આપવા સક્ષમ છે

  ટૂંક સમયમાં, દારૂ પીનારાઓને ઓફિસમાં પ્રવેશ મળશે નહીં. ચેન્નાઇની રેમ્કો કંપનીએ એવા ફેશિયલ રેકગ્નિશન એટેન્ડન્સ સિસ્ટમની રચના કરી છે જે શ્વાસની ગતિ વાંચશે અને કહેશે કે તમે કેટલા નશામાં છો. ફેશિયલ રેકગ્નિશન એટેન્ડન્સ સિસ્ટમમાં શ્વાસ વિશ્લેષકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કર્મચારીના ચહેરા અને શ્વાસનું વિશ્લેષણ કરશે અને નશામાં હોય ત્યારે માહિતી કંપનીના એચઆરને મોકલશે.

  કંપનીની આગળની યોજના ડ્રગસ લેતાં ને ઓળખવાનું છે

  કંપનીનો દાવો છે કે શ્વાસ વિશ્લેષક ૧૦૦ ટકા સાચા જવાબો આપવા માટે સક્ષમ છે. આ તકનીકી ઑફિસ માં નશો કરતાં વ્યક્તિઓની ઓળખાણ સરળતાથી થશે કાર્યસ્થળમાં વધુ સારું વાતાવરણ બનાવશે. કંપનીના સીઈઓ વીરેન્દ્ર અગ્રવાલનું કહેવું છે કે તે એવા સૉફ્ટવેર બનાવવાનું પણ કામ કરી રહ્યાં છે, જે નશા સાથે ડ્રગસ લેનાર વ્યકતિ ને પણ પકડી શકશે, કારણ કે ભારતમાં ડ્રગસ લેનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે.

  ભારતમાં પણ આ પ્રકારના કિસ્સાઓ અનેક વાર સામે આવ્યા છે. આરટીઆઈથી મળેલી માહિતી અનુસાર ડીજીસીએએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે, ૨૦૧૫ માં ૧૭૧ પાઇલટોએ વિમાન ઉડાડતાં પહેલા નશો કર્યો હતો. આમાં કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ હતી. જૂનમાં, દિલ્હી જલ નિગમના કર્મચારીએ દારૂ પીતો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેના પગલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

  જર્મનીમાં કરાયેલા એક સંશોધનથી બહાર આવ્યું હતું કે ભારતમાં ૨૦૧૦-૨૦૧૭ ની વચ્ચે દારૂ પીનારાઓની સંખ્યામાં ૩૮% નો વધારો થયો છે. જેની અસર ઓફિસના કામદારો અને પર્યાવરણ ઉપર પડી રહી છે. જે ઑફિસના કામદારોની સલામતી પર પણ સવાલ ઉભા કરે છે. કંપનીનું કહેવું છે કે સમયસર માહિતી આપીને આ સૉફ્ટવેર આલ્કોહોલના સેવનને કારણે થતાં મોટા અકસ્માતોને રોકવામાં સક્ષમ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here