જિઓ બ્રોડબેન્ડ કનેક્શન લેનાર દરેક ગ્રાહકને મફતમાં મળશે, સેટ ટોપ બોક્સ

  રિલાયન્સ જિઓનો ઘાંસુ પ્લાન:

  1
  147
  જિઓ બ્રોડબેન્ડ કનેક્શન લેનાર દરેક ગ્રાહકને મફતમાં મળશે, સેટ ટોપ બોક્સ
  રિલાયન્સ જિઓનો ઘાંસુ પ્લાન:

  ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) અને કેબલ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે દરેક બ્રોડબેન્ડ કનેક્શનની સાથે સેટ-ટોપ બોક્સ મફતમાં આપી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી હતી અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની ઑપ્ટિકલ ફાઇબર આધારિત જિઓફાઇબર બ્રોડબેન્ડ સેવા 5 સપ્ટેમ્બર એટલે કે ગુરુવારથી શરૂ કરવા જઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જિઓ ફાઈબર ના તમામ ગ્રાહકોને મફત સેટ-ટોપ બોક્સ આપવામાં આવશે.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે જિઓ ફાઇબર ગ્રાહકોને આજીવન માટે લેન્ડલાઈન પરથી મફત વોઈસ કોલ, 700 રૂપિયા થી શરૂ થતાં પ્લાન પર 100 મેગા બાઇટ (એમબીપીએસ) પ્રતિ સેકન્ડ માટે એક ગીગાબાઇટ સ્પીડ, અને વાર્ષિક પ્લાન માટે પ્રતિબદ્ધતા પર મફત એચડી ટીવી સેટ આપવાની જાહેરાત કરી છે. સૂત્રોએ જણાવ્યું છે કે જીઓ ફાઈબર ના ગ્રાહકોને મનોરંજક મોબાઇલ એપ્લિકેશનો દ્વારા મૂવીઝ અને અન્ય વિડિયો સામગ્રીની છૂટ મળશે. તેમની ફી માસિક બ્રોડબેન્ડ કનેક્શનમાં શામેલ કરવામાં આવશે અને ગ્રાહકોએ તેના માટે એક અલગ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

  સૂત્રએ જણાવ્યું હતું કે સેટ-ટોપ બોક્સ ટીવી સેટ પર વિડિયો કોલિંગ સેવાઓ પણ ઉપલબ્ધ કરાશે. આ સેવા માટે, ઉપભોક્તાએ કેમેરાને સેટ ટોપ બોક્સથી કનેક્ટ કરવું પડશે. આ અંગે રિલાયન્સ જિઓને મોકલેલ ઈ-મેઇલ નો જવાબ મળ્યો નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે જિઓ ફાઈબરથી ડીટીએચ કંપનીઓના વ્યવસાયને નુકસાન કરશે.

  આ પહેલા, ભારતી એરટેલે આ સપ્તાહે તેના એક્સ્ટ્રીમ પ્લેટફોર્મ પર 3,999 રૂપિયામાં એક નવો સેટ ટોપ બોક્સ આપવાની જાહેરાત કરી છે. આના પર ભારતી વિડિયો સ્ટ્રીમિંગ મોબાઇલ એપ્લિકેશનની સામગ્રી પ્રદાન કરાશે. જો કે, કેટલાક ટોચના ઓવર ધ ટોપ ખિલાડીઓ મસલન નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડિયો અને હોટસ્ટારની સુવિધા આપવામાં આવશે નહીં.

  1 COMMENT

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here