રાજીવ ગાંધીને જંગી બહુમતી મળી, પરંતુ કોઈને ડરાવ્યા-ધમકાવ્યા નહીં: સોનિયા ગાંધી

  પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરતાં સોનિયાએ કહ્યું

  0
  82
  રાજીવ ગાંધીને જંગી બહુમતી મળી, પરંતુ કોઈને ડરાવ્યા-ધમકાવ્યા નહીં: સોનિયા
  પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરતાં સોનિયાએ કહ્યું

  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે પરોક્ષ રીતે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે રાજીવ ગાંધીને જંગી બહુમતી મળી હતી પરંતુ તેમણે આ શક્તિનો ઉપયોગ લોકોને ડરાવવા-ઘમકાવવા ક્યારેય કર્યો નથી.

  સોનિયાએ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 75 મી જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી.

  તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર ઈશારામાં નિશાનો સાધતાં કહ્યું કે, “રાજીવ ગાંધી જંગી બહુમતીથી જીત્યા હતા, પરંતુ તેમણે લોકોને ડરાવવા-ઘમકાવવા ક્યારેય તેનો ઉપયોગ કર્યો ન હતો.” સોનિયાની આ ટિપ્પણી પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમની ધરપકડની પૃષ્ઠભૂમિમાં આવી હતી.

  હકીકતમાં, સીએબીઆઈએ બુધવારે રાત્રે ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા કેસમાં ધરપકડ કરી હતી.

  ચિદમ્બરમે તેમની સામેના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમને આશા છે કે તપાસ એજન્સીઓ કાયદાનું સન્માન કરશે.

  પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરતાં સોનિયાએ કહ્યું કે, “રાજીવ ગાંધીએ એક મજબૂત, સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત બનાવવાનું વચન આપ્યું હતું”. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “તેમને વડાપ્રધાન તરીકે તેઓ દેશના ખૂણે ખૂણે ગયા અને આ સંદેશ આપ્યો કે માત્ર ભારતની વિવિધતા ઉજવણીથી આપણે દેશને મજબૂત બનાવી શકીએ છીએ.”

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here