ટેસ્ટ સિરીઝ પહેલા ટ્રેંટ બોલ્ટે વિરાટ કોહલીને આપ્યો પડકાર!

  છ અઠવાડિયાથી ટીમની બહાર રહ્યા પછી પાછા ફરનાર આ ઝડપી બોલરએ શરૂઆતની ટેસ્ટ પહેલા તેની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી

  0
  144
  ટેસ્ટ સિરીઝ પહેલા ટ્રેંટ બોલ્ટે વિરાટ કોહલીને આપ્યો પડકાર!
  Trent Boult photo social media

  ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે ફિટનેસ પ્રાપ્ત કરવા માટે ઉતાવળ બતાવી નહિ. પરંતુ ૨૧ ફેબ્રુઆરીથી ભારત સામે શરૂ થનારી બે ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીને યાદગાર બનાવવા માંગે છે. ઑસ્ટ્રેલિયા સામેના બૉક્સિંગ ડે ટેસ્ટમાં તેનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો તેના પછી તે ભારત સામેની મર્યાદિત ઓવરની શ્રેણીમાં ટીમનો ભાગ ન હતા.

  છ અઠવાડિયાથી ટીમની બહાર રહ્યા પછી પાછા ફરનાર આ ઝડપી બોલરએ શરૂઆતની ટેસ્ટ પહેલા તેની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી. પ્રથમ ટેસ્ટ માટે અહીં પહોંચ્યા પછી તેને ભારતીય કેપ્ટનને ચેતવણી આપતા સૂરમાં કહ્યું કે જ્યારે પણ હું રમું છું, ત્યારે હું (કોહલી) જેવા બેટ્સમેનને આઉટ કરીને મારી જાતને સાબિત કરવાનો પ્રયાસ કરું છું. હું તેને આઉટ કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. પરંતુ તે એક શાનદાર ખેલાડી છે. દરેક જણ જાણે છે કે તે એક મહાન ખેલાડી છે.

  ન્યુઝીલેન્ડને છેલ્લી ટેસ્ટ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ ૩-૦ થી હરાવ્યું હતું અને તેમના માટે ભારત પણ સખત પડકાર આપશે. બોલ્ટે કહ્યું કે તેઓ એક મજબૂત ટીમ છે અને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચ પર છે. તેઓ આ વિશે સ્પષ્ટ છે કે તેમને કેવી રીતે રમત રમવાની છે. ઑસ્ટ્રેલિયામાં અમારા માટે મુશ્કેલ સમય હતો. એ જોઈને આનંદ થયો કે અમે વાપસી કરી રહ્યા છીએ.

  અહીં બેસિન રિઝર્વ ગ્રાઉન્ડની પીચ પર ઝડપી બોલરોને મદદ મળશે, જ્યાં બોલ્ટ ભારતીય બેટ્સમેનને મુશ્કેલીમાં મુકી શકે છે. ન્યુઝિલેન્ડ માટે ૬૫ ટેસ્ટમાં ૨૫૬ વિકેટ લેનાર ૩૦ વર્ષના આ ખેલાડીએ કહ્યું કે હું સારી વિકેટ માટેની તૈયારી કરી રહ્યો છું.

  સામાન્ય રીતે અહીંની પિચ સારી હોય છે અને મેચ છેલ્લે સુધી ચાલે છે. મને અહીં રમવું ગમે છે. હું મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યો છું. બોલ્ટે કહ્યું કે ટી -૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત સામે ૦-૫થી હારી જવું નિરાશાજનક હતું, પરંતુ ટીમે વાપસી તરફ ૩-૦ થી જીત મેળવી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here