શ્રેયસ અય્યરની ન્યુઝીલેન્ડમાં પ્રથમ તોફાની અર્ધસદી, MS Dhoni જેમ સિક્સ માળીને અપાવી જીત

  Shreyas Iyer vs nz in auckland

  0
  63
  શ્રેયસ અય્યરની ન્યુઝીલેન્ડમાં પ્રથમ તોફાની અર્ધસદી, MS Dhoni જેમ સિક્સ માળીને અપાવી જીત: Shreyas Iyer's First Naughty Half-Term in New Zealand
  Shreyas Iyer vs nz in auckland

  Shreyas Iyer: ન્યૂઝીલેન્ડની ધરતી પર પાંચ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને વિજયનો સ્વાદ મળ્યો. ન્યુઝીલેન્ડ પ્રવાસ ભારત માટે પડકારોથી ભરેલો હોય છે, પરંતુ આ ટીમ ભારતે સાબિત કર્યું કે તેઓ વિશ્વના કોઈપણ દેશમાં જીતી શકે છે. ભારતીય ટીમની જીતમાં વિરાટ અને કેએલ રાહુલનો મોટો ફાળો રહ્યો હતો, પરંતુ મેચને શાનદાર રીતે પૂરી કરી ટીમ ઇન્ડિયાના મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યરે (Shreyas Iyer). ન્યૂઝીલેન્ડની સામે શ્રેયસ અય્યરે પ્રથમ વખત આ અર્ધસદી રમ્યા છે. તેની ઇનિંગ્સ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરાયો હતો.

  ન્યૂઝીલેન્ડની ધરતી પર શ્રેયસ અય્યર Shreyas Iyer ની આ પ્રથમ ટી 20 મેચ હતી અને જે રીતે તેણે કિવિ બોલરોને ધોયા તે વખાણવા લાયક રહ્યું. શ્રેયસ અય્યરે આ મેચમાં સિક્સર ફટકારીને તેની ટીમને શાનદાર જીત અપાવી અને ભારતીય ક્રિકેટ ચાહકોને એમએસ ધોની MS Dhoni ની યાદ અપાવી દીધી. શ્રેયસે આ મેચમાં 29 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા અને આ ઇનિંગમાં તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 200 નો રહ્યો હતો. તેણે 19 મી ઓવરના અંતિમ બોલ પર શાનદાર છગ્ગા ફટકારીને ટીમને વિજય અપાવ્યો. આ ઓવરને ટિમ સાઉથી નાખી રહ્યો હતો.

  આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેને ભારતીય ટીમે છ વિકેટથી હાંસલ કર્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખાસ સારી નહોતી થઈ અને રોહિત માત્ર સાત રન બનાવી આઉટ થયો હતો. આ પછી, કેએલ રાહુલે 56 અને વિરાટે 45 રનની ઇનિંગ રમી ટીમને વિજયનો આધાર આપ્યો હતો, અને શ્રેયસ અય્યરે જીતમાં ફેરવી દીધી. ન્યૂઝીલેન્ડમાં શ્રેયસ Shreyas Iyer ની કારકિર્દીની આ પહેલી ટી -20 મેચ હતી અને તેની પહેલી જ મેચમાં તેણે જીત માટે અણનમ અડધી સદી રમી હતી.

  શ્રેયસ અય્યર Shreyas Iyer ની આંતરરાષ્ટ્રીય ટી 20 કારકિર્દીની તે બીજી અડધી સદી હતી. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 18 મેચ રમી છે જેમાં તેણે 26.83 ની સરેરાશથી કુલ 322 રન બનાવ્યા છે અને તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ 62 રનની છે જે તેણે બાંગ્લાદેશ સામે નાગપુરમાં રમી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here