ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો, જસપ્રિત બુમરાહ

  ક્રિકેટ ઇતિહાસમાં નોંધાયું બુમરાહ નું નામ

  1
  92
  ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો, જસપ્રિત બુમરાહ
  ક્રિકેટ ઇતિહાસમાં નોંધાયું બુમરાહ નું નામ

  ભારતનો સ્ટાર બોલર જસપ્રિત બુમરાહનો વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ જોરદાર રીતે ચાલી રહ્યો છે. તેણે બે ટેસ્ટ મેચની ત્રણ ઇનિંગ્સમાં કુલ 12 વિકેટ ઝડપી છે. આમાં તેણે બે વાર પાંચ વિકેટ ઝડપી છે. આ સિવાય બીજી ટેસ્ટના બીજા દિવસે બુમરાહે હેટ્રિક લઇને ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. બુમરાહ હવે ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે.

  તમને જણાવી દઈએ કે આ વર્ષે 1 ઓગસ્ટથી શરૂ થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જૂન 2021 સુધી ચાલશે, તે દરમિયાન 9 ટીમો એક સાથે 72 મેચ રમશે અને ત્યારબાદ પૉઇન્ટના આધારે અંતિમ મેચ રમવામાં આવશે, જેમાં ટેસ્ટ ચેમ્પિયન જાહેર કરવામાં આવશે.

  આ અંતર્ગત ભારત પણ ટેસ્ટ ચેમ્પિયનશીપની પહેલી સિરીઝ રમી રહ્યું છે, જેમાં બુમરાહે શનિવારે તેના લહેરાતા બૉલથી કેરેબિયન બેટ્સમેનને હેરાન કર્યા અને ટોચના પાંચ બેટ્સમેનોને 13 ઓવરની અંદર પેવેલિયન મોકલી દીધા.

  બીજી ટેસ્ટના બીજા દિવસે બુમરાહે પ્રથમ સાતમી ઓવરના ચોથા બોલ પર કેમ્પબેલને બોલ્ડ કર્યો અને ત્યારબાદ નવમી ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર બ્રાવો, બ્રૂક્સ અને ચેસને આઉટ કરીને તેની પ્રથમ ટેસ્ટ હેટ્રિક પૂરી કરી.

  25 વર્ષીય બુમરાહની 12 મી ટેસ્ટ મેચ છે અને તેને આ સમયગાળા દરમિયાન પાંચ વખત પાંચ વિકેટ ઝડપી છે. તેણે અત્યાર સુધીમાં પોતાના નામે 61 વિકેટ પણ લીધી છે. તેની ટૂંકી કારકિર્દીમાં, બુમરાહ બધી મેચ વિદેશી મેદાન પર રમ્યો છે. બુમરાહ એશિયાનો પ્રથમ બોલર છે જેણે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝમાં પાંચ વિકેટ લીધી છે. આ સિવાય હવે બુમરાહે હેટ્રિક પણ પોતાના નામે કરી લીધી છે.

  1 COMMENT

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here