આજથી 10 વર્ષ પહેલા સચિન તેંડુલકરે રચ્યો હતો ઇતિહાસ

  Sachin Tendulkar

  1
  117
  આજથી 10 વર્ષ પહેલા સચિન તેંડુલકરે રચ્યો હતો ઇતિહાસ
  Sachin Tendulkar

  Sachin Tendulkar: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે આજથી 10 વર્ષ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો હતો. ‘ક્રિકેટ ના ભગવાન’ ગણાતા તેંડુલકર વનડેમાં બેવડી સદી ફટકારનાર વિશ્વના પહેલા ખેલાડી બન્યા હતા.

  24 ફેબ્રુઆરી 2010 ના રોજ, ગ્વાલિયરના કેપ્ટન રૂપ સિંઘ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં તેંડુલકરે એક રન સાથે આ ખાસ રેકોર્ડ નોંધાવ્યો હતો. આઈસીસીએ સચિનની આ ઐતિહાસિક પળને યાદ કરતા આ ટ્વીટ કર્યું છે.

  સચિનની અણનમ બેવડી સદીના આધારે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 153 રનના વિશાળ સ્કોરથી હરાવી હતી. આ મેચમાં સચિને 147 બોલમાં 25 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 200 રનની અણનમ ઇનિંગ રમી હતી.

  આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટના નુકસાન પર 401 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 248 રનમાં સમેટાઇ ગઇ હતી. ભારતીય ટીમ તરફથી સચિન ઉપરાંત દિનેશ કાર્તિકે 79 અને કેપ્ટન ધોનીએ અણનમ 68 રનનું યોગદાન આપ્યું હતું.

  1989 માં 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સચિનને તેના નામે અનેક રેકોર્ડ કર્યા છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સચિને 34,357 રન બનાવ્યા છે.

  1 COMMENT

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here