શું, મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ માંથી લઇ રહ્યા છે, સંન્યાસ: Dhoni retirement from cricket

  ધોનીએ કર્યો આજ સુધીનો સૌથી મોટો ખુલ્લાસો.

  0
  175
  શું, મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ માંથી લઇ રહ્યા છે, સંન્યાસ: Dhoni retirement from cricket
  ધોનીએ કર્યો આજ સુધીનો સૌથી મોટો ખુલ્લાસો.
  મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni), આ ભારતીય કપ્તાન જેને સંપૂર્ણ ભારતીય ટીમ (Indian Cricket Team) ને જ બદલી નાખી. જે કપ્તાન જેને ભારતને 2 વર્લ્ડકપ (World Cup) અને આઈસીસી ચેમ્પિયનશિપ (ICC Championship) અપાવી.

  પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ આજ સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. વારંવાર ચર્ચાઓમાં રહેતા ધોને કેટલાક સમયથી રજાઓ પર રહ્યો છે. વિશ્વ કપમાં ખરાબ રમત અને સેમિફાઇનલમાં હારીને ભારત બહાર થઇ ગયા પછી માહીના સંન્યાસના સમાચારો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. Dhoni retirement from cricket

  ભારતના સૌથી લોકપ્રિય રમતવીર ખિલાડી અત્યારે ટીમમાંથી બહાર છે અને તે પણ પોતાના નિર્ણયથી. ધોનીએ પોતાને ટીમમાંથી બહાર રાખ્યો છે, અને અત્યારે ખબર છે કે તેમને નવેમ્બર સુધી ટીમમાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

  ક્રિકેટથી દૂર થતાં જોઈને લોકો તેમના સંન્યાસ લેવાનો અનુમાન લગાવી રહ્યા છે અત્યારે હાલમાં જ જયારે વિરાટ કોહલીએ તેમની સાથે એક ફોટો શેર કરી હતી ત્યારેથી તેમના સંન્યાસના સમાચારો જોર શોરથી ચાલવા લાગ્યા હતા પછી તેના વિશે પણ વિરાટ કોહલીને ટ્વીટ કરીને જણાવવું પડ્યું હતું કે આવું કાંઈ પણ નથી.

  વિરાટ કોહલી બન્યો નંબર વન કપ્તાન

  હાલમાં ધોની વિશેની આવી માહિતી સામે આવી છે જેના કારણે તે પોતાને ક્રિકેટથી દૂર રાખેલ છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં જણાવેલ સમાચાર વર્લ્ડ કપના સમયગાળા દરમિયાન ધોની ઈજાગ્રસ્ત શરીરથી આખી ટુર્નામેન્ટ રમતા રહ્યા હતા. તેની પીઠ પર ઇજા પહોંચી હતી, જે મેચ દરમિયાન વધી ગઈ હતી. આ ઉપરાંત વર્લ્ડ કપમાં પણ તેમના કાંડા પર ઇજા થઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ને કારણ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.

  ધોનીએ તેમની છેલ્લી મેચ જુલાઈમાં વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યુઝિલેન્ડની સામે રમ્યા હતા. મીડિયા રિપોર્ટ્સનું માનીયે તો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં થયેલી ઇજાઓના કારણે તે ક્રિકેટથી દૂર રહે છે. ધોની વર્લ્ડ કપ પછી ભારતીય ટીમની સાથે વેસ્ટિંડીજ પણ ગયા નહોતા. તેના બદલે તે સૈન્યની સાથે તાલીમ લેવામાં વ્યસ્ત રહ્યા હતા.

  ધોની આ પછી તે સાઉથ અફ્રીકાની સામે હાલમાં જ પૂરી થયેલ ટી-20 સીરીઝમાં પણ રમ્યા નહતા. હવે સમાચાર છે કે ડિસેમ્બરમાં જ્યારે વેસ્ટિંડીજની ટીમ ભારત આવશે, ત્યારે ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝમાં ધોની ટીમમાં પરત આવી શકશે. કદાચ તે તેના કરિયરની છેલ્લી સીરીઝ પણ હોય શકે છે.

  ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો, જસપ્રિત બુમરાહ

  મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ એ ભારતીય ક્રિકેટમાં ચર્ચાના સૌથી મોટા વિષયોમાંના એક છે કારણ કે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે કે ભવિષ્યમાં શું થશે. Dhoni retirement from cricket

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here