જાણો, હનુમાનજી માં કેટલી શક્તિ હતી.

  હનુમાનજી શંકર ભગવાન નાં ૧૧ મા અવતાર હતા.

  0
  297
  જાણો, હનુમાનજી માં કેટલી શક્તિ હતી.
  હનુમાનજી ની શક્તિ:

  સૌ પ્રથમ જાણો, હનુમાનજી ને કયાં કયાં નામે ઓળખવામાં આવે છે.
  હનુમાનજી આ 12 નામથી પ્રખ્યાત છે.

  1. ॐ જય હનુમાન (Om Jay Hanuman)
  2. ॐ જય અંજની સુત (Om Jay Anjani Sut)
  3. ॐ જય વાયુ પુત્ર (Om Jay Vayu Putra)
  4. ॐ જય મહાબલી (Om Jay Mahabali)
  5. ॐ જય ઉદધિ ક્રમણ (Om Jay Uddhi Kraman)
  6. ॐ જય રામેષ્ટ્ર (Om Jay Rameshtra)
  7. ॐ જય અમિત વિક્રમ (Om Jay Amit Vikram)
  8. ॐ જય ફાલ્ગુન સખા (Om Jay Falgun Sakha)
  9. ॐ જય લક્ષ્મણ પ્રાણ દાતા (Om Jay Laxman Pran Data)
  10. ॐ જય પિંગાક્ષ (Om Jay Pingaksh)
  11. ॐ જય દશ ગ્રીવ દર્પહ (Om Jay Dash Griv Darpah)
  12. ॐ જય સીતા શોક વિનાશન (Om Jay Seeta Shok Vinashak)

  હનુમાનજી શંકર ભગવાન નાં ૧૧ મા અવતાર હતા.

  હનુમાનનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. હનુમાન એ રામ ના ભક્ત હતા. રામે સીતાની શોધનું કપરું કાર્ય તેમને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. રામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. હનુમાનની બ્રહ્મચારી તરીકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પુત્ર હતો.

  હનુમાનજી ની શક્તિ:

  હનુમાનજી ની શક્તિ અતુલ્ય હતી જેને તોલી અને માપી ન શકાય, છતાંય ઘણા પુરાનો માં તેનો અંદાજો લગાવવામાં આવ્યો છે. કે એક હજાર ઘોડાઓની તાકાત જેટલી તાકાત એક મદજરતા હાથી માં તાકાત હોય છે. એવા 10 હજાર મદજરતા હાથી ભેગા કરીએ એટલી તાકાત એક ઇન્દ્રના ઐરાવત હાથીમાં છે. અને એવા 1 લાખ ઐરાવત હાથી ભેગા કરીયે એટલી તાકાત ઇન્દ્રમાં છે. અને એવા 10 લાખ ઇન્દ્રની તાકાત ભેગી કરીએ એટલી શક્તિ દધીચિ ઋષિના હાડકાં માંથી બનેલ વજ્ર માં છે. એવા 1 કરોડ વજ્ર અને એવા 10 હાજર કરોડ હાથી એમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ હનુમાનજી ની ટચલી આંગળીમાં છે તો તમે અંદાજો લગાવી શકો છો કે હનુમાનજી ના પૂરા શરીરમાં કેટલી શક્તિ હશે.

  હનુમાનજી એક વિદ્વાધાન જ નહિ, પરંતુ એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here