અમેરિકા / પડોશીઓને ખુશ કરવા દિવાલો પર સ્માઈલી અને ઈમોજી ચિત્રો બનાવ્યા, તે જ બન્યું ઝઘડાનું કારણ

  પડોશીઓને ખુશ કરવા દિવાલો પર સ્માઈલી અને ઈમોજી ચિત્રો બનાવ્યા

  0
  137
  પડોશીઓને ખુશ કરવા દિવાલો પર સ્માઈલી અને ઈમોજી ચિત્રો બનાવ્યા, તે જ બન્યું ઝઘડાનું કારણ
  સ્માઈલી અને ઈમોજી ચિત્રો બનાવ્યા ઝઘડાનું કારણ

  આ કેલિફોર્નિયાનો મામલો છે, જ્યાં કેથરિન કીડે તેના ઘરની દિવાલો પર સ્માઈલી અને ઈમોજી ચિત્રો બનાવ્યા હતા.
  કેથરિનએ કહ્યું- “દુ:ખી અને કંટાળાજનક પડોશીઓના ચહેરા પર હાસ્ય લાવવા માટે મેં આ પગલું ભર્યું”
  પાડોશીઓનો આરોપ છે કે કેથરિને મારા કુટુંબને ચીડાવવા માટે આ કામ કર્યું.

  પડોશીઓને ખુશ કરવા માટે ઘરની દિવાલો પર  સ્માઈલી અને ઈમોજી ચિત્રો બનાવવા એ સ્ત્રી માટે વિવાદનું કારણ બની ગયું છે. મામલો કેલિફોર્નિયાનો છે. બે માળના મકાનની માલકીન કેથરિન કીડ નું કહેવું છે કે મેં ઘરને ખૂબ જ રંગીન બનાવ્યું છે, જેથી પડોશીઓ પણ હતાશાના વાતાવરણમાં ખુશ રહી શકે. મારો ઈરાદો તેમને હેરાન કરવાનો નહોતો.

  પાડોશીએ કહ્યું – ઇમોજી નો મતલબ નકારાત્મક

  કેથરિને કહ્યું કે મેં બે માળનું ઘર ગુલાબી રંગથી રંગ્યું અને દિવાલો પર વિવિધ પ્રકારનાં સ્માઈલી અને ઈમોજી ચિત્રો રંગાયા. આનાં ઘણાં કારણો છે. મારા પડોશીઓ હંમેશાં ઉદાસી અને થાકેલા દેખાય છે, બીજાના કામમાં તાકજાક કરતાં રહે છે. તેઓ આવું ના કરે અને ખુશ રહે, તે માટે મેં ઘર પર વિવિધ પ્રકારનાં સ્માઈલી અને ઈમોજી ચિત્રો રંગાયા છે, પરંતુ પાડોશી ઓને આ કંટાળાજનક કહ્યું છે.

  પાડોશીઓ સુઝાન વિલેન્ડ કેથરિન સાથે સંમત નથી. થોડા સમય પહેલા સુસેન અને કેથરિન વચ્ચે વિવાદ પણ થયો હતો. સુસેન માને છે કે કેથરિને મને પજવવા માટે આ કર્યું છે. ઘરો પર બનાવેલ ઇમોજીઓ ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ છે. તેનો અર્થ નકારાત્મક છે. એક ઇમોજી મોં પર લગામ લગાવવાનો ઇશારો કરે છે, તો બીજો મજાક ઉડાવવા માટે નો છે.

  પેડોસન સુસેનના જણાવ્યા મુજબ, કેથરિનનું ઘર સામે હોવાના કારણે મને આ ગમતું નથી.જ્યાર થી મેં ઘર ની સામે આ હાસ્ય ચિત્રો જોયા છે, ત્યારથી મેં મારા ઘરના પડધા પણ હટાવ્યા નથી. ઇમોજી સાથેના વિવાદનો આ કોઈ અજબ કેસ નથી. આ પહેલા સોશિયલ મીડિયા પર ટેલર સ્વિફ્ટ અને કિમ કાર્દશિયન વચ્ચે ઇમોજીને લઈને વિવાદ થઇ ગયો હતો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here