પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઇ અડધો કલાક ફોન પર વાતચીત, જાણો શું હતી વાત?

  પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે 30 મિનિટ ફોન પર કરી વાતચીત

  0
  99
  પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઇ અડધો કલાક ફોન પર વાતચીત, જાણો શું હતી વાત?
  પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 30 મિનિટ સુધી ફોન પર વાત કરી છે.

  પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 30 મિનિટ સુધી ફોન પર વાત કરી છે. આ વાતચીત દરમિયાન, સરહદ પાર થી થતાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠ્યો.

  કાશ્મીર મુદ્દે તનાવ વધારવાના પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા પ્રયાસો વચ્ચે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર લાંબી વાતચીત થઈ. વાતચીતમાં દ્વિપક્ષીય વેપાર, અફઘાનિસ્તાન અને અન્ય દ્વિપક્ષીય સંબંધો જેવા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પણ બંને નેતાઓ વચ્ચે ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો.

  પીએમ મોદી દ્વારા સ્પષ્ટ જણાવી દીધું હતું કે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન દ્વારા બિનજરૂરી રીતે ઉત્સાજનક નિવેદનો આપવામાં આવી રહ્યા છે જે પ્રાદેશિક શાંતિ માટે યોગ્ય નથી. પીએમ મોદીએ કહ્યું કે સરહદ પારની આતંકને નાબૂદ કરવા હિંસા અને આતંકને નાબૂદ કરવાની જરૂર સૌથી મહત્વપૂર્ણ જણાવી.

  બંને નેતાઓ વચ્ચે ખૂબ જ સૌમ્ય વાતાવરણ

  વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માહિતી અનુસાર, અડધા કલાક સુધી બંને નેતાઓએ ખૂબ જ સૌમ્ય વાતાવરણમાં વાત કરી. જૂન 2019 ના અંતમાં ઓસાકામાં યોજાયેલી વાટાઘાટોના સંદર્ભમાં વડાપ્રધાને ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભારતીય વાણિજ્ય પ્રધાન ટૂંક સમયમાં તેના યુએસ સમકક્ષ (વેપાર પ્રતિનિધિ) ને મળશે, જેના કારણે દ્વિપક્ષીય કારોબારથી જોડાયેલા મુદ્દાઓ પર સહમતિ થઇ શકે.

  આતંક મુક્ત વાતાવરણ બનાવવું જરૂરી

  આ પછી, પ્રાદેશિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે દક્ષિણ એશિયામાં સરહદ પાર આતંકનો અંત લાવવો, હિંસા અને આતંકથી મુક્ત વાતાવરણ બનાવવું કેટલું મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, ભારત ઉપરોક્ત માર્ગ પર જે પણ આગળ વધે છે તે માટે સહકાર આપવા તૈયાર છે અને ગરીબી, નિરક્ષરતા અને રોગચાળાને રોકવા માટે સાથે મળીને ચાલશે.

  ટ્રમ્પે આપી હતી ઇમરાનને સલાહ

  જણાવી દઈએ કે ગત સપ્તાહે શુક્રવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન સાથે પણ ટેલિફોન દ્વારા વાતચીત કરી હતી. તેમાં ટ્રમ્પે સ્પષ્ટપણે સલાહ આપી હતી કે તેઓ ભારત સાથેના તણાવને સમાપ્ત કરવા માટે સંવાદનો માર્ગ અપનાવે. એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કાશ્મીર મુદ્દે બંને દેશોએ મળીને સમાધાન નિકાળવું પડશે.

  અફઘાનિસ્તાન પર પણ વાતચીત

  મોદી અને ટ્રમ્પ વચ્ચે અફઘાનિસ્તાનની પણ ચર્ચા થઈ હતી. અફઘાનિસ્તાન તેની આઝાદીની સો વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. મોદીએ ભારતનો હેતુ સ્પષ્ટ કર્યો કે તેઓ હંમેશાં સંયુક્ત, સુરક્ષિત, લોકશાહી અને સ્વતંત્ર અફઘાનિસ્તાનના પક્ષમાં છે.

  મહત્ત્વની વાત એ છે કે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને તાલિબાન વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ભારતના વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તે દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here