જીવનસાથીની શોધમાં ઑસ્ટ્રેલિયાના પુરુષો યુક્રેન અને મહિલાઓ જઈ રહી છે બાલી, ડેટિંગ વેબસાઇટ્સ કરી રહી છે મદદ

  ઑસ્ટ્રેલિયન પુરુષો અને સ્ત્રીઓને તેમના દેશમાં જ ઇચ્છિત જીવનસાથી મળી રહ્યા નથી.

  0
  115
  જીવનસાથીની શોધમાં ઑસ્ટ્રેલિયાના પુરુષો યુક્રેન અને મહિલાઓ જઈ રહી છે બાલી, ડેટિંગ વેબસાઇટ્સ કરી રહી છે મદદ
  ઑસ્ટ્રેલિયન પુરુષો અને સ્ત્રીઓને તેમના દેશમાં જ ઇચ્છિત જીવનસાથી મળી રહ્યા નથી.

  પ્રેમ અને જીવનસાથીની શોધમાં ઑસ્ટ્રેલિયન પુરુષો અને સ્ત્રીઓ અન્ય દેશો તરફ વળ્યા છે. ઑસ્ટ્રેલિયન પુરૂષ પત્નીની શોધમાં યુક્રેન અને મહિલાઓ બાલી તરફ આગળ બધી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાના પુરુષોને દેશમાં જ તેમના ઇચ્છિત જીવનસાથી મળી રહ્યા નથી, પરિણામે તેઓ યુક્રેન ડેટ અને એ ફોરેન અફેર જેવી વેબસાઇટ્સ પર તેમને શોધી રહ્યા છે. અહીં આવીને તેઓ યુવતીઓને મળી રહ્યા છે.

  યુક્રેનમાં મહિલાઓની વસ્તી બે ગણી
  યુક્રેનમાં આ પરિસ્થિતિ ઉલટી છે. અહીં મહિલાઓની વસ્તી પુરુષો કરતા બમણી છે. ઑનલાઇન ડેટિંગ વેબસાઇટ્સ પર સ્ત્રીઓ અને પુરુષો સરળતાથી એકબીજાને પસંદ કરે છે. યુક્રેન ડેટ વેબસાઇટમાં ઘણા ઑસ્ટ્રેલિયન પુરુષોની પ્રોફાઇલ્સ છે. જે વિદેશી પત્નીઓની શોધમાં છે. પ્રોફાઈલમાં તેના ફોટોગ્રાફ્સ, જીવનચરિત્ર, શોખ જેવી બાબતો લખવામાં આવી છે જે તેમને સરળતાથી સમજવાની તક આપી રહી છે.

  ગયા વર્ષના અંતમાં, ઑસ્ટ્રેલિયાના રોબર્ટ કિલગૈનન અને ક્રિસ ચેલેનોર જીવન સાથીની શોધમાં યુક્રેન પહોંચ્યા હતા. યુક્રેનના વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા એના પાનાશેન્કોના જણાવ્યા અનુસાર, અહીંની મહિલાઓ ફક્ત એવા પતિની શોધમાં છે કે જે તેમને પ્રેમ કરે અને તેમની સંભાળ રાખે.

  ક્રિસ ચેલેનોરના કહેવા પ્રમાણે તેના બધા મિત્રોના લગ્ન થઇ ગયા છે અને બાળકો પણ છે. તેથી તેઓ પણ લગ્ન કરવા માગે છે. ઑસ્ટ્રેલિયામાં ઇચ્છિત જીવનસાથી ન મળે તો સોશિયલ મીડિયા અને ટિન્ડર એપ્લિકેશનની પણ મદદ લીધી, પરંતુ તે થયું નહીં. આવામાં, યુક્રેન ડેટ એ મદદ કરી.

  ઑસ્ટ્રેલિયન મહિલાઓએ જીવનસાથી પસંદ કરવા માટે ઇન્ડોનેશિયાના બાલીની પસંદગી કરી છે. તેમને બાલીના કાઉબોય નામના થી ઓળખતાં છોકરાઓ પસંદ આવી રહ્યા છે. મહિલાઓનું કહેવું છે કે અહીંના યુવાનો ઘણાં ખુશમિઝાજ છે, તેઓ ગીતો પણ ગાતા હોય છે અને તમને ખુશ પણ રાખે છે. તેથી આપણે તેમને વધારે પરીક્ષણ કરવાની જરૂર પડતી નથી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here