કર્ક ડગલસે તેની બધી સંપત્તિ આપી દીધી ચેરિટીને દાનમાં

kirk douglas

0
77
કર્ક ડગલસે બધી તેની 6.1 કરોડ સંપત્તિ આપી દીધી ચેરિટીને દાનમાં: Kirk Douglas donated all his property to a charity 2020
Kirk Douglas photo social media

kirk douglas: લોસ એજેલિસ દિવંગત હોલીવુડના કલાકાર કર્ક ડગલસે લગભગ 6.1 કરોડ ડૉલરની તેની મિલકત ચેરિટીને દાનમાં આપી દીધી અને સુપરસ્ટાર પુત્ર માઇકલ ડગલસ સહિતના પરિવારને તેમની સંપત્તિમાંથી કંઈપણ મળ્યું નથી. 5 ફેબ્રુઆરીએ કર્કનું અવસાન થયું હતું. ‘મિરર ડૉટ કો ડૉટ યુકે’ અનુસાર, કર્ક ડગલસનું અવસાન 103 વર્ષની ઉંમરે થયું. તેમણે ડગલસ ફાઉન્ડેશનને 5 કરોડ઼ ડૉલર આપ્યા છે.

લાભાર્થીઓમાં સેન્ટ લૉરેંસ યુનિવર્સિટી શામેલ છે જે લઘુમતી અને વંચિત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પૂરી પાડે છે, તેમજ સિનાઇ મંદિર જ્યાં કર્ક અને એની ડગલસ ચાઇલ્ડહુડ કેન્દ્ર છે, કલ્વર સિટીનું કર્ક ડગલ સ થિયેટર અને લૉસ એંજિલસમાં ચિલ્ડ્રન્સ હોસ્પિટલ પણ લાભ લેનારાઓમાં શામેલ છે. વેબસાઇટએ અહેવાલ આપ્યો છે કે કર્કે પુત્ર માઇકલ ડગલસ માટે કંઈ જ પણ છોડ્યું નથી.

2020 સુધીમાં, અભિનેત્રી કૈથરિન જેટા જોન્સના પતિ, માઇકલ ડગલસની સંપત્તિ 30 કરોડ઼ ડૉલર (2,156 કરોડથી રૂ. થી થોડી વધારે) જણાવવામાં આવી રહી છે.

માઇકલ ઉપરાંત, કર્ક ડગલસ ના પરિવાર માં તેની બીજી પત્ની એની અને બીજા બે પુત્રો જોએલ અને પીટર છે.

1.1 કરોડ઼ ડોલરની શેષ રાશિ કોને મળશે તે અંગેની સત્તાવાર ઘોષણાની રાહ જોવાઇ રહી છે. (આઈએએનએસ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here