સાંજની કસરત પણ સવારની કસરત જેટલી જ હોય છે ફાયદાકારક

  લોકપ્રિય માન્યતાથી વિપરીત, સંશોધનકારોએ શોધી કાઠયું

  0
  120
  સાંજની કસરત પણ સવારની કસરત જેટલી જ હોય છે ફાયદાકારક
  જીવનશૈલી

  લોકપ્રિય માન્યતાથી વિપરીત, સંશોધનકારોએ શોધી કાઠયું છે કે સાંજની કસરત એ સવારની કસરત જેટલી જ ફાયદાકારક છે.

  સેલ મેટાબોલિઝમ જર્નલમાં પ્રકાશિત થયેલ અભ્યાસ દર્શાવે છે કે કસરતની અસર દિવસના અલગ અલગ સમયના આધારે અલગ હોય શકે છે.

  ડેનમાર્કમાં કોપેનહેગન યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર જોનાસ થુ ટ્રીબકે જણાવ્યું હતું કે, “સવારે અને સાંજે કરવામાં આવતી કસરતોની અસર વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળે છે, અને આ તફાવતો કદાચ શરીરના સર્કડિયન ઘડિયાળ દ્વારા નિયંત્રિત થાય છે.”

  ટ્રીબકે જણાવ્યું હતું કે “સવારની કરેલ કસરત માંસપેશિયો ની કોશિકા ઓમાં જીન પ્રોગ્રામ શરૂ કરે છે, જેનાથી તે વધુ અસરકારક અને ખાંડ અને ચરબીના ચયાપચય માટે સક્ષમ બનાવે છે. બીજી તરફ સાંજની કસરતો વિસ્તૃત સમયગાળા માટે આખા શરીરના ઉર્જા ખર્ચમાં વધારો કરે છે.

  સંશોધન માટે અનુસંધાન ટીમે ઉંદરોની તપાસ કરી અને શોધી કાઢ્યું કે સવારે કસરત કરવાથી ઉંદરોના શરીરના સ્નાયુઓમાં મેટાબોલિક પ્રતિક્રિયા વધે છે, જ્યારે પછી દિવસ દરમિયાન વ્યાયામ કરવાથી વિસ્તૃત સમય માટે ઉર્જા ખર્ચમાં વધારો થાય છે.

  સંશોધનકર્તાઓએ માંસપેશિયોની કોશિકાઓમાં ઘણાં પ્રતિસાદને માપ્યાં છે, જેમાં ટ્રાન્સક્રિપ્શન પ્રભાવ અને અને મેટાબોલિઝમ પર પ્રભાવનો સમાવેશ છે.

  પરિણામો દર્શાવે છે કે સવારે કસરત કર્યા પછી બંને વિસ્તારોમાં પ્રતિક્રિયાઓ મજબૂત હોય છે અને તે કેન્દ્રિય તંત્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, જેમાં પ્રોટીન એચઆઈએફ 1-આલ્ફા હોય છે, જે સીધા શરીરની સર્કડિયન ઘડિયાળને નિયંત્રિત કરે છે.

  સવારની કસરત ખાંડ અને ચરબીનું ચયાપચય કરવાની સ્નાયુ કોશિકાઓની ક્ષમતામાં વધારો કરે છે, અને આવા પ્રકારની અસરો સંશોધનકારોને ગંભીર વજનવાળા અને ટાઇપ -2 ડાયાબિટીઝના લોકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here