ગઈકાલે ભારત-ચીની સૈનિકો વચ્ચે થઇ અથડામણ, પેટ્રોલિંગ ને લઈને થઇ ધક્કામુક્કી

  ભારત-ચીન સૈનિકો વચ્ચે પેટ્રોલિંગ ને લઈને થઇ અથડામણ

  0
  166
  લદ્દાખ: ગઈકાલે ભારત-ચીન સૈનિકોની વચ્ચે થઇ અથડામણ, પેટ્રોલિંગ ને લઈને થઇ ધક્કામુક્કી
  ભારત-ચીન સૈનિકો વચ્ચે પેટ્રોલિંગ ને લઈને થઇ અથડામણ

  મળેલ માહિતી મુજબ, આ ઘટના પછી બંને પક્ષે પોતપોતાના ક્ષેત્રમાં સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો. મોડી સાંજે બંને દેશોના બ્રિગેડિયર કક્ષાના સંવાદ પછી આ મામલો ઉકેલાયો હતો.

  ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણના સમાચાર ફરી એકવાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગઈકાલે લદ્દાખના પેંગોંગ તળાવ પાસે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે પેટ્રોલિંગ ને લઈને ઘર્ષણ થયું હતું. આના કારણે બંને વચ્ચે ધક્કામુક્કી પણ થઇ જેના કારણે ‘ફેસઓફ’ની સ્થિતિ સર્જાઇ હતી. મોડી સાંજે બંને દેશોના બ્રિગેડિયર કક્ષાના સંવાદ પછી આ મામલો ઉકેલાયો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના પછી બંને પક્ષે પોતપોતાના ક્ષેત્રમાં સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હતો.

  જણાવી દઈએ કે વર્ષ 2017 માં આ જ જગ્યાની આજુબાજુ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે મારપીટ થઈ હતી. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સૈનિકોનો સામનો ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો સાથે થયો હતો. તે જ સમયે, બંને દેશોના સૈનિકોની ચર્ચા પછી, ધક્કામુક્કી શરૂ થઇ હતી. જે જગ્યા પર આ ઘટના બની છે તેનો ત્રીજો ભાગ ચીનના કબજામાં છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here