Maharastra: સાંઈ જન્મસ્થળ અંગે વિવાદ, શિરડી બંધ, પરંતુ મંદિર ખુલ્લું

  shirdi sai baba mandir

  0
  86
  સાંઈ જન્મસ્થળ અંગે વિવાદ, શિરડી બંધ, પરંતુ મંદિર ખુલ્લું: uddhav thackeray comment on shirdi sai baba
  શિરડીમાં સાંઈના દર્શન માટે લાગી ભક્તોની ભીડ- photo : ANI

  shirdi sai baba: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાંઈના જન્મસ્થળ અંગેના નિવેદન બાદ વિવાદ વધુ ગાઢ બન્યો છે. આજથી શિરડી શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. જો કે, મંદિરના દરવાજા બાબાના ભક્તો માટે ખુલ્લા છે. શહેર બંધ હોવાને કારણે શેરીઓમાં મૌન છવાયું છે, દુકાનો બંધ છે. આ બધાની વચ્ચે ભક્તો બાબાના દર્શન કરવા મંદિર પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરની બહાર જોવા મળી રહ્યા છે જેઓ તેમના વારાની રાહ જોઇ રહ્યા છે. શહેર બંધ હોવાને કારણે રસ્તાઓમાં મૌન છવાયું છે, દુકાનો બંધ છે. વિવાદ વધતો જોઈને રાજ્યના મુખ્યમંત્રીએ વાટાઘાટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

  shirdi sai baba mandir

  કેમ થાય છે વિવાદ:

  શિરડીના સાંઇ બાબા ઉપર વિવાદ સર્જાયો હતો જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરભણી જિલ્લાના પાથરી ખાતેના સાંઈ બાબા જન્મસ્થળ પર સુવિધાઓના વિકાસ માટે 100 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. કેટલાક ભક્તો પાથરીને સાંઈ બાબાનું જન્મસ્થળ માને છે જ્યારે શિરડીના લોકોનો દાવો છે કે તેનું જન્મસ્થળ અજ્ઞાત છે.

  શહેર બંધ હોવા છતાં મંદિર ખુલ્લું રહેશે:

  શિરડીમાં આવેલ શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી દીપક મુગલીકરે કહ્યું કે, બંધ હોવા છતાં મંદિર ખુલ્લું રહેશે. મુગલીકરે કહ્યું, ‘પાથરી સાંઈ બાબાનું જન્મસ્થળ હતું તે જોતાં મુખ્યમંત્રીએ નિવેદન પાછું લેવું જોઈએ. દેશમાં ઘણા સાંઈ મંદિરો છે, જેમાંથી એક પાથરી પણ છે. સાંઇ ભક્તોને આનાથી દુખ થયું છે, આવી સ્થિતિમાં વિવાદનો અંત લાવવો જોઇએ.’

  બંધને ભાજપનો ટેકો:

  સ્થાનિક ભાજપના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલે કહ્યું કે તેમણે સ્થાનિક લોકો દ્વારા બોલાવવામાં આવેલા બંધનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, “મુખ્યમંત્રીએ પાથરીના જન્મસ્થળ સંબંધિત નિવેદન પાછું લેવું જોઈએ.” પૂર્વ રાજ્યમંત્રી એ કહ્યું, ‘દેશના ઘણા સાંઈ મંદિરોમાં પાથરી પણ છે. બધા સાંઈ ભક્તોને આનાથી દુખ થયું છે, તેથી આ વિવાદ સમાપ્ત થવો જોઈએ.’ કોંગ્રેસ નેતા અને પૂર્વમંત્રી અશોક ચવ્હાણે શુક્રવારે કહ્યું હતું કે, જન્મસ્થળના વિવાદને કારણે પાથરીમાં ભક્તો માટેની સુવિધાઓના વિકાસનો વિરોધ ન કરવો જોઇએ.

  મુખ્યમંત્રી આ વિવાદના સમાધાન માટે બેઠક કરશે:

  રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાંઇબાબાના જન્મસ્થળને લઈને ઉદ્ભવતા વિવાદના સમાધાન માટે વાતચીત કરશે. શનિવારે સાંજે જારી કરવામાં આવેલી સત્તાવાર રજૂઆતમાં આ માહિતી આપવામાં આવી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે શિરડીના સ્થાનિક નેતાઓએ રવિવારે તેની વિરુદ્ધ બંધનું એલાન આપ્યું હતું. શિરડીમાં સાંઈબાબાનું મંદિર છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા મુજબ, ઠાકરે આ મુદ્દાનું નિરાકરણ લાવવા રાજ્ય સચિવાલય ખાતે તમામ સંબંધિત પક્ષો સાથે બેઠક કરશે.

  શિરડીના લોકો છે નારાજ:

  મુખ્યમંત્રીની ઘોષણા પછી શિરડી ગામમાં રહેતા લોકો રોષે ભરાયા છે. શિરડી સાઈ ટ્રસ્ટના કાર્યકરોનું કહેવું છે કે તેમને પાથરીના વિકાસ સામે કોઈ વાંધો નથી પરંતુ સાંઈનું જન્મસ્થળ કહેવું તે યોગ્ય નથી કારણ કે સાંઇએ ક્યારેય તેમના ધર્મ, જન્મસ્થળ વિશે કહ્યું નહીં. સાઈ ક્યાં હતા તે કોઈને ખબર નથી પણ તેમનું કર્મસ્થળ શિરડી છે. શિરડીની ઓળખ બાબા સાથે પણ થાય છે. ઠાકરેના નિવેદનથી લોકો દુખી છે અને બંધનું એલાન આપ્યું છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here