NASA ને મળ્યા chandrayaan 2 ના અવશેષો, ટ્વિટ કરી શેર કરી માહિતી

    NASA એ ટ્વિટ કરી શેર કરી chandrayaan 2 વિશે આ માહિતી

    0
    20
    NASA ને મળ્યા chandrayaan 2 ના અવશેષો, ટ્વિટ કરી શેર કરી માહિતી: The chandrayaan 2 Vikram lander has been found
    chandrayaan 2 vikram lander

    The chandrayaan 2 Vikram lander has been found: અમેરિકી સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર ચંદ્રની પરિક્રમા કરી રહેલા તેના સેટેલાઇટએ ભારતીય અવકાશ મિશન ચંદ્રયાન chandrayaan -2 ના લેંડર વિક્રમને ચંદ્ર સપાટી પર શોધી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 7 September સપ્ટેમ્બરના રોજ, ચંદ્ર સપાટી પર સૉફ્ટ લૈંડિંગ માટે પ્રયાસ કરી રહેલા વિક્રમ લેન્ડરનો સંપર્ક, મિશન પૂર્ણ થયાની થોડી સેકંડ પહેલા જ તૂટી ગયો હતો.

    નાસાએ તેના લૂનર રિકોનેસેંસ ઓર્બિટર (LRO) ના ઉપગ્રહના ફોટા ટ્વીટ કર્યા છે. આમાં લેન્ડર ટકરાયું તે જગ્યા અને કાટમાળ વિસ્તાર બતાવવામાં આવ્યો છે. નાસાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કાટમાળ મુખ્ય ક્રેશ સ્થળની 750 મીટર ઉત્તર પશ્ચિમમાં મળી આવ્યો હતો. યુ.એસ. એજન્સીએ આ ઘટના પહેલા અને પછીના ફોટા પણ પોસ્ટ કર્યા હતા, જે ચંદ્ર સપાટી પર લેન્ડર કર્યા પછીની અસર દર્શાવે છે.

    જણાવી દઈએ કે ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કર્યા પછી, ઇસરોએ આ વાતની પુષ્ટિ કરી હતી કે તેના ઓર્બિટર સાથે તેનો સંપર્ક સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયો છે. પછી નાસાએ કહ્યું હતું કે ચંદ્રયાન -2 (chandrayaan 2) ના વિક્રમ લેન્ડરની ચંદ્ર સપાટી પર સખત (હાર્ડ) ઉતરાણ થયું હતું. વિક્રમ લેન્ડર ચંદ્રયાન -2 (chandrayaan 2) સ્પેસશીપના ત્રણ મુખ્ય ભાગોમાંનો એક હતો. ચંદ્રની સપાટી પર ઉતરતા 2.1 કિ.મી.પહેલા સંદેશાઓ આવવાનું બંધ થયું.

    જો આ મિશન સફળ થયું હોત તો, ભારત આવું કરનાર વિશ્વના ચંદ દેશોમાં સામેલ થઇ જાત. આ મિશન પાછળ આશરે 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. હેતુ તો એ જ હતો કે વિક્રમ લેન્ડરની અંદર રાખવામાં આવેલ પ્રજ્ઞાન રોવર એક ચંદ્ર દિવસ (પૃથ્વીના 14 દિવસ) માટે ચંદ્રની સપાટી પર ભ્રમણ કરત અને જરૂરી આંકડા અને તથ્યો એકત્રિત કરત.

    The chandrayaan 2 Vikram lander has been found

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here