અયોધ્યામા રામમંદિર બાબરી મસ્જીદ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, બનશે રામમંદિર

  અયોધ્યા પર ચુકાદાની મોટી વાતો

  0
  221
  અયોધ્યામા રામમંદિર બાબરી મસ્જીદ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, બનશે રામમંદિર 2019 Supreme Court ruling on Ram Mandir Babri Masjid issue in Ayodhya
  Supreme Court and Ram Mandir

  Supreme Court ruling on Ram Mandir Babri Masjid issue in Ayodhya: દેશના બહુચર્ચિત અયોધ્યા રામમંદિર જમીન વિવાદ કેસની તમામ દલીલો ૧૬ ઓક્ટોબરના રોજ સુપ્રિમ કોર્ટમા પૂર્ણ થઈ હતી. સુપ્રિમ કોર્ટે Supreme Court આ કેસનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસનો ચુકાદો સુપ્રિમ કોર્ટ હવે ૧૭ નવેમ્બર સુધીમા ગમે ત્યારે જાહેર કરવાનો હતો. જે આજે જાહેર કરવામા આવ્યો.

  અયોધ્યામા રામમંદિર બાબરી મસ્જીદ મુદ્દે સુપ્રિમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં વિવાદિત જમીન રામલલાને આપવાનો આદેશ આપ્યો છે. તેમજ મુસ્લિમ પક્ષકારને પાંચ એકર જમીન અન્ય જગ્યાએ આપવામા આવશે. તેમજ કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં સ્કીમ અને ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે.

  અયોધ્યામા રામમંદિર બાબરી મસ્જીદ વિવાદ મુદ્દે આજે સુપ્રિમ કોર્ટે ચુકાદાની સુનવણી કરવાની શરૂઆત કરી છે. જેમાં સુપ્રિમ કોર્ટે ચુકાદો સંભળાવતા સુન્ની વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાના દાવાને રદ કર્યા હતા તેમજ રામલલ્લાને કાનૂની માન્યતા આપી હતી.

  અયોધ્યામા રામમંદિર બાબરી મસ્જીદ મુદ્દે સુપ્રિમ કોર્ટ આજે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. બેન્ચના અધ્યક્ષ CJIએ 45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો જેમાં વિવાદિત જમીન રામલલાને આપવાનો આદેશ આપ્યો છે. તેમજ મુસ્લિમ પક્ષકારને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ પાંચ એકર વૈકલ્પિક જમીન અન્ય જગ્યાએ આપવામા આવશે. તેમજ કેદ્ન્ર સરકારને ત્રણ મહિનામાં સ્કીમ અને ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે.

  અયોધ્યા ભૂમિ વિવાદમાં સુપ્રિમ કોર્ટે કહ્યું કે કોર્ટ ધર્મશાસ્ત્ર અને આસ્થાના આધારે ફેંસલો નથી કરતી.આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે ટાંક્યું હતું કે બાબરી મસ્જીદ ખાલી જમીન પર બની ન હતી. તેની નીચે વિશાળરચના હતી. પરંતુ તે રચના ઇસ્લામિક ન હતી. ત્યાં જે કલાકૃતિ મળી તે ઇસ્લામિક ન હતી. supreme court ayodhya verdict

  અયોધ્યા પર ચુકાદાની મોટી વાતો
  • મુસલમાનોને અયોધ્યામા Ayodhya મસ્જીદ બનાવવા માટે વૈકલ્પિક જગ્યા પર પાંચ એકર જમીન આપવામા આવશે. આ જમીન કેન્દ્ર અને રાજ્ય સરકાર આપી શકે છે.
  • અયોધ્યાની વિવાદિત જમીન કેન્દ્ર સરકારને સોંપવામા આવશે
  • કેન્દ્ર સરકાર આ જગ્યાએ મંદિર બનાવવા ટ્રસ્ટની રચના કરશે. ટ્રસ્ટ મંદિર બનાવવા માટે ત્રણ મહિનામા નિયમ બનાવશે
  • વિવાદિત જગ્યા પર રામલલા વિરાજમાનનો કબજો રહેશે
  • જો સરકાર ઈચ્છે તો નિર્મોહી અખાડાને ટ્રસ્ટમા જમીન આપી શકે છે.
  • શાંતિ અને સદભાવનાની જવાબદારી સરકારની છે

  Supreme Court ruling on Ram Mandir Babri Masjid issue in Ayodhya

  • ચીફ જસ્ટિસે કહ્યું- અમે સર્વસમ્મતિથી નિર્ણય સંભળાવી રહ્યા છીએ. આ કોર્ટે ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થાનો સ્વીકાર પણ કરવો જોઈએ. કોર્ટે સંતુલન જાળવવું જોઈએ.
  • સુપ્રીમ કોર્ટે કહ્યું- વિવાદિત જમીન રેવન્યૂ રેકોર્ડમાં સરકારી જમીન તરીકે ચિન્હિત છે.
  • ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું- મીર બકીએ બાબરી મસ્જિદ બનાવી. ધર્મશાસ્ત્રમાં પ્રવેશ કરવો કોર્ટ માટે યોગ્ય નથી
  • શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદિત માળખા પર હતો. તે અરજી ફગાવી દેવામાં આવી છે.
  • સુપ્રીમ કોર્ટે કહ્યું- રામ જન્મભૂમિ સ્થાન ન્યાયિક વ્યક્તિ નથી. સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો નકાર્યો છે. નિર્મોહી અખાડાએ જન્મભૂમિના મેનેજમેન્ટનો અધિકાર માંગ્યો હતો.
  • તોડીપાડવામાં આવેલું માળખુ ભગવાન રામનું જન્મસ્થાન છે. હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. જોકે માલિકી હકને ધર્મ, આસ્થાના આધાર પર સ્થાપિત ન કરી શકાય. આ કોઈ વિવાદ પર નિર્ણય થવાના સંકેત હોઈ શકે છે.
  • ચીફ જસ્ટિસે કહ્યું- વિવાદિત માળખુ ઈસ્લામિક મૂળનું માળખુ નથી, પરંતુ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ તેમના રિપોર્ટમાં એવું નથી કહ્યું કે, મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવામાં આવ્યું છે.
  • એવા પુરાવા મળ્યા છે કે, રામ ચબૂતરો અને સીતા રસોઈ પર હિન્દુઓ અંગ્રેજોના સમયથી પૂજા કરી રહ્યા છે. રેકોર્ડમાં નોંધાયેલા સાક્ષી જણાવે છે કે, વિવાદિત જમીનની બહારનો હિસ્સો હિન્દુઓનો જ છે.
  • 1946ના ફૈઝાબાદ કોર્ટના આદેશને પડકાર આપતી શિયા વક્ફ બોર્ડની વિશેષ અનુમતિ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદિત જમીન પર હતો. તેને ફગાવી દેવામાં આવ્યો છે.​​​​​​​
  • વિવાદિત નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અને રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં 3 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં પણ નિર્ણયને ધ્યાનમાં રાખીને શનિવારે સ્કૂલ-કોલેજોમાં રજા રાખવામાં આવી છે. Supreme Court ruling on Ram Mandir Babri Masjid issue in Ayodhya

  જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય: PM મોદી

  વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે.

  Supreme Court ruling on Ram Mandir Babri Masjid issue in Ayodhya

  રામ મંદિર- બાબરી મસ્જીદ વિવાદ : અયોધ્યામા રાખવામા આવી રહી છે ડ્રોનથી નજર, અફવાથી દુર રહેવા પોલીસની અપીલ

  અયોધ્યાના આસપાસના વિસ્તારમાં ડ્રોનથી નજર રાખવામા આવી રહી છે. યુપીના ડીજીપી ઓ પી સિંહનું કહેવું છે કે અમે ધાર્મિક નેતાઓ અને નાગરિકો સાથે ૧૦,૦૦૦ થી વધારે શાંતિ બેઠકો કરી છે. અમે રાજયના લોકોને અપીલ કરી છે કે લોકો સોશિયલ મીડિયા પર અફવા ના ફેલાવે. અયોધ્યામાં અર્ધસૈનિક દળોને તૈનાત રાખવામાં આવ્યા છે. તેમજ સમગ્ર અયોધ્યામા ડ્રોનથી નજર રાખવામા આવી રહી છે. અને આઈબીને પણ એલર્ટ રાખવામા આવી છે. આ ઉપરાંત રામલલાના પુજારી મહંત સત્યેન્દ્ર દાસે પણ લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.

  ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક સ્કૂલ-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ મહત્વની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર અયોધ્યાને લશ્કરી છાવણીમા રાખવામાં આવ્યું છે. Supreme Court ruling on Ram Mandir Babri Masjid issue in Ayodhya

  અયોધ્યા વિવાદ (ayodhya verdict): 1526થી અત્યાર સુધી
  • 1526 : ઇતિહાસકારો અનુસાર, બાબર ઇબ્રાહિમ લોદી સાથે યુદ્ધ લડવા 1526માં ભારત આવ્યો હતો. બાબરના સુબેદાર મીરબાકીએ 1528માં અયોધ્યામાં મસ્જીદ બનાવી. બાબરના સન્માનમાં તેનું નામ બાબરી મસ્જીદ રાખવામાં આવ્યું.
  • 1853 : અવધના નવાબ વાજીદ અલી શાહના સમયમાં પહેલીવાર અયોધ્યામાં સાંપ્રદાયિક હિંસા ભડકી. હિન્દુ સમુદાયે કહ્યું કે મંદિર તોડીને મસ્જીદ બનાવવામાં આવી છે.
  • 1949 : વિવાદિત સ્થળે સેન્ટ્રલ ડોમની નીચે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી.
  • 1950 : હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ વિશારદે ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં અરજી કરીને રામલલ્લાની મૂર્તિની પૂજાના અધિકારની માગ કરી.
  • 1959 : નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળ પર માલિકી હક દર્શાવ્યો.
  • 1961 : સુન્ની વક્ફ બોર્ડ(સેન્ટ્રલ)એ મૂર્તિ સ્થાપિત કરવાના વિરોધમાં કોર્ટમાં અરજી કરી અને મસ્જીદ અને તેની આસપાસની જમીન પર પોતાનો હક દર્શાવ્યો.
  • 1981 : ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે જમીનના માલિકી હક માટે કેસ દાખલ કર્યો.
  • 1885 : ફૈઝાબાદ જિલ્લા કોર્ટે રામ ચબુતરે છત્રી લગાવવાની મહંત રઘુબીર દાસની અરજી ઠુકરાવી.
  • 1989 : અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત સ્થળે યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું હતું.
  • 1992 : અયોધ્યામાં વિવાદિત ઢાંચાનો ધ્વંશ કરવામાં આવ્યો હતો.
  • 2002 : અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત ઢાંચાવાળી જમીનના માલિકી હકને લઇને દાખલ અરજીઓ પર સુનાવણી હાથ ધરી.
  • 2010 : અલાહાબાદ હાઈકોર્ટે 2:1થી ચુકાદો આપ્યો અને વિવાદિત સ્થળની સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વચ્ચે ત્રણ ભાગમાં સરખી વહેચણી કરી.
  • 2011 : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે રોક લગાવી હતી.
  • 2016 : સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિવાદિત સ્થળે રામ મંદિરના નિર્માણની મંજૂરી માગી.
  • 2018 : સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદને લઇને દાખલ વિભિન્ન અરજીઓ પર સુનાવણી શરૂ કરી.
  • 6 ઓગસ્ટ 2019 : સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે અલહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ હિન્દુ અને મુસ્લીમ પક્ષની અપીલો પર સુનાવણી શરૂ કરી.
  • 16 ઓક્ટોબર 2019 : સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી પૂર્ણ થઇ.

  Supreme Court ruling on Ram Mandir Babri Masjid issue in Ayodhya

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here