શું નેતાજી સુભાષચંદ્ર બોઝ એક ગુમનામી બાબા તરીકે અનામી જીવન જીવતા હતા? જાણો સત્ય શું છે

  mystery of subhash chandra bose death

  0
  82
  શું નેતાજી સુભાષચંદ્ર એક ગુમનામી બાબા તરીકે અનામી જીવન જીવતા હતા? જાણો સત્ય શું છે: Learn mystery of subhash chandra bose death
  mystery of subhash chandra bose death
  Learn mystery of subhash chandra bose death: 18 ઑગસ્ટ 1945 ના રોજ, નેતાજીએ ત્રણ રેડિયો પ્રસારણો કર્યા અને તે જ દિવસે વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયા ની જાહેરાત સામે આવી હતી. પરંતુ આ અંગેના કોઈ પુરાવા મળ્યા નહિ. પછી મીડિયામાં સમાચાર આવ્યા કે નેતાજી જીવિત છે.

  તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા… જેમ સ્લોગનો થી યુવાનોને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેરિત કરનાર સુભાષચંદ્ર બોઝ (subhash chandra bose birthday) નો આજે 23 મી જાન્યુઆરીએ 123 મી જન્મજયંતિ છે. નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ ઓડિશાના કટક માં થયો હતો. સુભાષચંદ્ર બોઝ બાબુએ દેશની આઝાદી માટે શું શું કર્યું છે તે બધા જાણે જ છે. તેમણે અંગ્રેજો વિરુદ્ધ આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. પરંતુ દેશ માટે હંમેશાં મરવા માટે તૈયાર રહેતા સુભાષચંદ્ર બોઝ (subhash chandra bose) નું મૃત્યુ જ એક રહસ્ય બનીને રહી ગયું, કોઈને ખબર નથી તે ક્યાં ગયા, તેમણે ક્યારે આ દુનિયાને અલવિદા કહ્યું.

  નેતાજી સુભાષચંદ્ર બોઝના ગાયબ થયા પછી, તેમની શોધ દરેક જગ્યાએ કરવામાં આવી હતી પરંતુ તેમની ખબર પડી નહિ. દિવસો વીતી ગયા, મહિનાઓ વીત્યા, વર્ષો વીતી ગયા પરંતુ તેમના વિશે કોઈ સમાચાર મળ્યા નહીં. એવું કહેવામાં આવે છે કે 18 ઑગસ્ટ 1945 ના રોજ નેતાજીએ ત્રણ રેડિયો પ્રસારણો કર્યા હતા અને તે જ દિવસે વિમાન દુર્ઘટનામાં તેમનું મોત નિપજ્યું હોવાની વાત સામે આવી હતી. પરંતુ આ અંગેના કોઈ પુરાવા મળ્યા નહતા. તે પછી મીડિયામાં સમાચાર આવ્યા કે નેતાજી જીવિત છે. તે અયોધ્યાની સિવિલ લાઇન્સમાં આવેલ રામભવનમાં એક બાબા બનીને રહેતા હતા, લોકો તેમને ભગવનજી ગુમનામી (Gumnami Baba) બાબા કહેતા હતા તેમનું જીવન ખૂબ રહસ્યમય હતું. તેઓ કોઈની સાથે મળતા ન હતા. બહુ ઓછા બહાર નીકળતા હતા. ઓછું બોલતા હતા. લોકો તેમને ભગવનજી કહેતા હતા. કેટલાક લોકો તેમને ગુમનામી બાબા કહીને પણ બોલાવતા હતા.

  16 સપ્ટેમ્બર 1985 માં તેમનું અવસાન થયું. તેમના મૃત્યુના બે દિવસ પછી, ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે બાબાના મૃત્યુ પછી તેનો ઓરડો ખોલવામાં આવ્યો ત્યારે ખબર પડી કે તે કોઈ સામાન્ય બાબા નથી. ઓરડામાંથી જે વસ્તુઓ મળી તે જોઈએ ને દરેકની આંખો ખુલી રહી ગઈ. બાબાના ઓરડામાંથી નેતાજી ની જેવા ડઝનબંધ ગોળ ચશ્મા, 555 સિગારેટ અને વિદેશી દારૂ મળી આવ્યો હતો. રોલેક્સની પોકેટ ઘડિયાળ મળી. આઝાદ હિંદ ફોજનો ગણવેશ પણ મળી આવ્યો હતો.

  બાબાના ઓરડામાંથી આવી ઘણી વસ્તુઓ મળી આવી હતી જેણે સાબિત કર્યું હતું કે આ તે જ નેતાજી છે. આ પછી, નેતાજીની પુત્રી લલિતા બોઝે વાસ્તવિકતા શોધવા માટે વર્ષ 1986 માં અલાહબાદ હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગુમનામી બાબા જ નેતાજી હતા. જે પછી, વર્ષ 1999 માં, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મનોજ મુખર્જીએ નેતાજીના મૃત્યુની તપાસ શરૂ કરી, જેમાં જણાવ્યું હતું કે નેતાજી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા નથી. જો કે, આ રિપોર્ટને કેન્દ્ર સરકારે ફગાવી દીધો હતો.

  વર્ષ 2010 માં, ફરીથી નેતાજીના મૃત્યુ અંગે કેટલીક વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ, 28 જૂન, 2016 ના રોજ સરકારે ન્યાયાધીશ વિષ્ણુ સહાયની અધ્યક્ષતામાં એક સદસ્યની તપાસ પંચની રચના કરી. કમિશને ગુમનામી બાબા વિશે તપાસ હાથ ધરી હતી અને 130 પાનાનો અહેવાલ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં આપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુમનામી બાબાની સાચી ઓળખ જાણી શકાયું નથી. એટલે કે, હજી પણ આને રહસ્ય બનાવવા માટે એક લેખિત પત્ર મોકલીને જણાવવામાં આવ્યું હતું કે ગુમનામી બાબા ઉર્ફે ભગવનજી નો નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે કોઈ સંબંધ નથી.

  ગુમનામી બાબાના પરિવારના સભ્યો દ્વારા ન્યાયમૂર્તિ વિષ્ણુ સહાય કમિશનને 5 પાનાનો પત્ર મોકલ્યા પછી કહેવામાં આવ્યું કે ગુમનામી બાબા નેતાજી સુભાષચંદ્ર બોઝ નથી, આ ફોટાથી સ્પષ્ટ થાય છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ગુમનામી બાબામાં કોઈ સંબંધ નહોતો. પરંતુ અંતે, ફરી એક સવાલ ઉભો થાય છે કે ગુમનામી બાબા કોણ હતા જે એકદમ નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા જ હતા.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here