જમ્મુ-કાશ્મીરમાં તવી નદીમાં અચાનક પાણીનું સ્તર વધતાં ફસાયેલા ૨ લોકોને વાયુસેનાએ લાઈવ રિસ્ક્યુથી બચાવ્યા, જુઓ અહીં

  જમ્મુ-કાશ્મીરમાં દિલ થંભાવી દેનાર દ્રશ્ય સામે આવ્યાં આવ્યા છે.

  0
  87
  જમ્મુ-કાશ્મીરમાં તવી નદીમાં અચાનક પાણીનું સ્તર વધતાં ફસાયેલા ૨ લોકોને વાયુસેનાએ લાઈવ રિસ્ક્યુથી બચાવ્યા, જુઓ અહીં
  જમ્મુ-કાશ્મીરમાં દિલ થંભાવી દેનાર દ્રશ્ય સામે આવ્યાં આવ્યા છે.

  જમ્મુ-કાશ્મીરમાં દિલ થંભાવી દેનાર દ્રશ્ય સામે આવ્યાં આવ્યા છે. આજે સોમવારે જમ્મુની તવી નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. ભારતીય વાયુસેનાએ તેને હેલિકોપ્ટરની મદદથી બચાવ્યા.

  અચાનક નદીનો પ્રવાહ તીવ્ર થયો જેના કારણે ૨ લોકો બાંધકામ હેઠળના પુલ પર ફસાઈ ગયા હતા. ભારતીય વાયુસેનાએ તેને હેલિકોપ્ટરની મદદથી બચાવી લીધા હતા. આ બંને લોકો નિર્માણાધીન પુલના થાંભલા પર ફસાઇ ગયા હતા. આ અકસ્માત નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે થયો હતો.

  માહિતી મળતાં જ એરફોર્સ સેના બંનેને બચાવવા રિસ્ક્યુ માટે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, જ્યારે એરફોર્સ બચાવવા પહોંચી હતી, ત્યારે ઓપરેશન દરમિયાન દોરડું તૂટી ગયું હતું. જોકે, રાહતની વાત હતી કે તેમાં કોઈનું મોત નીપજ્યું નહોતું અને તેમાં કોઈને ઈજા થઈ નથી. આ અકસ્માત પછી, એરફોર્સે ફરીથી નવી યોજના સાથે કામગીરી શરૂ કરી.

  હેલિકોપ્ટર દ્વારા એક અધિકારી દોરડાની મદદથી પુલ પર નીચે આવે છે અને ફસાયેલા બંને લોકોની સુરક્ષાની ખાતરી આપે છે. પુલ પર ઉતરતા, અધિકારી બંનેને બચાવવા દોરડાથી બરોબર રીતે બાંધી દે છે અને ત્યારબાદ બંનેને એરલિફ્ટ કરવામાં આવે છે.

  તમને જણાવી દઈએ કે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પૂરના કારણે કહેર સર્જાયો છે. કેરળમાં અત્યાર સુધી પૂરના કારણે મૃત્યુઆંક ૧૨૧ પર પહોંચી ગયો છે. જયારે હિમાચલ પ્રદેશમાં પણ પૂરને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૨૨ થઈ ગઈ છે અને શિમલામાંથી બે લોકો ગુમ થયાના અહેવાલ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here