શું તમે જાણો છો…ગરબો અને ગરબી વચ્ચે નો સાચો અર્થ Navratri Garba (special) 2019

  શું તમે જાણો છો ગરબો અને ગરબી વિશે આ સામાન્ય વાત! Navratri Garba special 2019

  8
  981
  શું તમે જાણો છો ગરબો અને ગરબી વિશે આ સામાન્ય વાત! Navratri Garba special 2019
  શું તમે જાણો છો આ સામાન્ય વાત! ગરબો અને ગરબી બંને અલગ રીતે ઓળખાય છે.
  નવરાત્રી આવવામાં હવે ગણતરીના દિવસોની જ વાર છે. અને ગુજરાતીઓ માં અંબેના શરણે ગરબે ઘૂમવાને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો, શું તમે જાણો છો આ સામાન્ય વાત! ગરબો અને ગરબી બંને અલગ રીતે ઓળખાય છે.

  નવરાત્રી ગુજરાતમાં ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. Navratri Garba ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે. Navratri Garba special 2019

  જેના ગર્ભમાં દીવો છે એવો ઘડો એટલે સંસ્કૃતમાં ‘દીપગર્ભો ઘટ’, તેમાંથી થયો ‘દીપગર્ભો’, પછી ‘ગરભો’ અને અંતે ‘ગરબો’!

  નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ (Garba) ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.

  ગરબો (Garbo) શબ્દનો મૂળ અર્થ થાય છે – કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. ભગવદ્‌ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે.

  ’અંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે.’
  ’તાળીઓ પાડતાં દીવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું તે.’
  ’મોટી ગરબી; લહેકાવીને ગાવાનો એક રાગ; રાસડો.’

  સદીઓ પહેલા રચાયેલા ગ્રંથ ‘હરિવંશ’ માં કૃષણને રાસેશ્વર કહેવાય છે.
  સ્ત્રી-પુરુષ સાથે હાથમાં દાંડિયા પકડી રમે તે ‘રાસ’, તાળી સાથે સ્ત્રીઓ રમે તે ‘ગરબો’
  અને પુરુષો રમે તે (Garbi) ‘ગરબી’!

  પુરુષો અને સ્ત્રીઓ હાથે તાળીઓ પાડી ગરબો લે તેને ‘હીંચ લેવી’ કહેવાય, પણ માત્ર સ્ત્રીઓ જમણા પગનો પંજો ઘરતી સાથે અથડાવી ગરબો લે તેને ‘હમચી ખૂંદવી’ કહેવાય…

  ’ગરબો’ સંજ્ઞાની અર્થછાયાઓ ક્રમશઃ વિસ્તાર પામતી રહી. ’ગરબો લખાય’, ’ગરબો છપાય’, ’ગરબો ગવાય’, ’ગરબે ઘુમાય’, ’ગરબો ખરીદાય’ આવા બધા અર્થો ગરબા શબ્દમાં સમાયેલા છે. નવરાત્રીમાં છિદ્રવાળા માટીના ઘડામાં દીપ પ્રગટાવીને એની સ્થાપના કરીએ, એ ઘટ તે ’ગરબો’. આ ઘટને મધ્યમાં મૂકીને, એની આસપાસ સ્ત્રીઓ ગોળાકાર ઘૂમે તે નર્તન પ્રકાર પણ ’ગરબો’. પછી આ નર્તન સાથે ગવાતું ગીત પણ ’ગરબો’ સંજ્ઞા પામ્યું અને અંતે તો, મધ્યમાં ગરબાની સ્થાપના ના થઈ હોય તો પણ એ પ્રકારે વર્તુળાકાર થતું સામૂહિક નર્તન અને એની સાથે ગવાતું ગીત ’ગરબો’ તરીકે પ્રચાર પામ્યા. Navratri Garba special 2019

  ગરબાનાં બે પ્રકાર છે.

  (૧) પ્રાચીન ગરબો
  (૨) અર્વાચીન ગરબો

  પ્રાચીન ગરબો:

  લોકવાદન, લોકસંગીત અને લોકનૃત્ય માંથી પ્રાચીન ગરબો પ્રગટે છે. આ નૃત્યમાં સહિયારા સમાનવેગ, સમાન અંગભંગ, સમાનગતી, સમાનસ્ફૂર્તિ, હાથની તાળી અને હાથના હિલ્લોળની સાથે લયબદ્ધતા અને તાલબદ્ધતા હોવી જરૂરી છે. પ્રાચીન ગરબામાં ગીત, લય, સૂર અને તાલની મિલાવટ હોય છે.

  ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના ને સંઘોર્મિના અનેક પ્રકાર પ્રચલિત છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી (ન હોય તો પણ ચાલે). નર્તન ગોળાકારે પૂર્ણ હોય છે. બબ્બે, ચાર ચારની ગુંથણી કે અર્ધવર્તુળમાં રચાતાં રચાતાં ગોળાકાર થાય છે.

  અર્વાચીન ગરબો:

  ગુજરાતના ગરવા લોકજીવનમાં લોકનૃત્યોનો ભંડાર ભરપૂર ભર્યો પડ્યો છે. લોકમેળાઓ હોય, પરબડાં હોય, લગ્ન જેવા મંગલ પ્રસંગ હોય, ઋતુઓના વધામણાંના અવસરો હોય કે અવનવાં વાર-તહેવાર હોય, આપણા લોકહૈયાં દરેક પ્રસંગે ભાવવિભોર થઈને નાચે, ગાય છે. ગુજરાતના કેટલાક પ્રદેશોમાં ગોળાકાર, કેટલાકમાં અર્ધગોળાકાર, ક્યાંક બબ્બેની હરોળમાં, ક્યાંક એકએકની હરોળમાં, ક્યાંક સ્ત્રીપુરુષો ભેગાં મળીને તો ક્યાંક અલગ અલગ રહીને જુદાં જુદાં ગીત સાથે, વાજિંત્રો સાથે, રાગ અને તાલ સાથે, વિવિધ બોલીઓમાં લોકનૃત્યોનું વૈવિધ્ય જોવા મળે છે. Navratri Garba special 2019

  ‘ભાવપ્રકાશ’ નામના અતિ પ્રાચીન ગ્રંથમાં રાસના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે. ‘તાલરાસક’ એટલે તાળી-રાસ, ‘દંડ-રાસક’ એટલે દાંડિયા-રાસ અને ત્રીજા પ્રકારનો છે ‘લતા રાસક’, એટલે સ્ત્રી-પુરૂષનું યુગલ પરસ્પર ગૂંથાઇને જેમ લતા વૃક્ષ ફરતી વીંટળાઈ વળે, તે રીતે એકબીજામાં સમરસ થઈને રમે તેવો રાસ !

  રાસ એ ગોપ સંસ્કૃતિનું આગવું અંગ ગણાય છે. પ્રાચીનકાળમાં ગોપ-ગોપીઓ સાથે મળીને કૃષ્ણલીલાના રાસ રમતાં. પાછળથી જુદી જુદી જાતિઓ આ રાસમાં પોતાની વિશેષતાઓ ઉમેરતી ગઈ. સૌરાષ્ટ્રના નૃત્ય પ્રકારોમાં સૌથી વધુ ધ્યાન ખેંચતો જો કોઈ પ્રકાર હોય તો તે દાંડિયા રાસનો છે. શરદપૂનમ, નોરતા, જળજિલણી એકાદશી, સાતમ-આઠમ પ્રસંગે, ગુરુની પધરામણી વખતે, ફૂલેકાં કે સામૈયાં વખતે ગામના જુવાનિઓ દ્વારા હાથમાં રંગત ફૂમતાવાળા લાકડાના કે પિત્તળના દાંડિયા લઈને દોઢિયા, પંચિયા, અઠિયા, બારિયા, ભેટિયા, વગેરે તાલમાં દાંડિયા લેવાય છે. રાસે રમતાં રમતાં ગીતને અનુરૂપ સ્વસ્તિક, ત્રિશૂળ, ધજા જેવા માતાજીના પ્રતીકો રચાતાં જાય છે.

  દાંડિયા રાસ (Dandiya Ras) મોટેભાગે પુરુષો લે છે. કાઠિયાવાડના આયરો, કણબી, રજપૂતો રાસમાં અવળાં-સવળાં ચલન લઈ બેથક લઈ, ફૂદડી લગાવે છે ત્યારે પ્રચ્છન્ન છટા ખીલી ઊઠે છે. રાસ અને રાસડા વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. રાસડા એ તાલરાસકનો એક પ્રકાર છે જેમાં સંગીતનું તત્ત્વ મોખરે રહે છે જ્યારે રાસમાં નૃત્યનું તત્ત્વ આગળ પડતું હોય છે. સ્ત્રીઓમાં આજે એક તાલીના અને ત્રણ તાલીના રાસડા વધુ જાણીતા છે.

  ‘ગરબો’ અને ‘ગરબી’ માં ફરક શું છે?-

  ગરબો અને ગરબી એ વૃંદમાં જ ગવાતું અને રમાતું ગીત-નૃત્ય છે. ફરક એ છે કે, ગરબો (Garbo) સ્ત્રીપ્રધાન છે જયારે ગરબી (Garbi) પુરુષપ્રધાન છે. ગરબામાં શક્તિની-ભવાનીની ઉપાસનાની વાત હોય છે, જયારે ગરબીમાં વધારે કૃષ્ણભક્તિની વાતો હોય છે. અત્યારે તો નવરાત્રીમાં ગરબો અને ગરબી બંને ગાવામાં આવે છે. Navratri Garba special 2019

  રાસ અને ગરબી પુરુષપ્રધાન છે જ્યારે રાસડા નારીપ્રધાન છે. સ્ત્રીઓ તાલીઓના તાલે કે ચપટી વગાડતા તાલ સાથે રાસડા લે છે. એક સ્ત્રી ગવરાવે અને બીજી સ્ત્રીઓ ફરતી ફરતી ઝીલે. રાસમાં જેટલી વિવિધતા, તરલતા, જોમ અને જુસ્સો જોવા મળે છે તે રાસડામાં નજરે પડતો નથી. ગરબા વિશે ગયા અંકમાં લખેલું. ગરબો અને ગરબી બંને સંઘ નૃત્યોના જ પ્રકાર છે પણ ગરબા મોટે ભાગે સ્ત્રીઓ ગાય છે અને ગરબી પુરુષો. ગરબો એટલે છિદ્રોવાળો ઘડો અને ગરબી એટલે લાકડાની માંડવડી એવો અર્થ થાય.

  નવરાત્રીમાં ગરબા કેમ રમવામાં આવે છે ?

  નવરાત્રીનો આ તહેવાર દેવી માતાની પૂજા અને ઉપાસના કરવા માટે મનાવવામાં આવે છે.

  મા અંબેના ભક્ત તેને પુર્ણ નવ દિવસ માતાની પૂજા કરીને દરેક સાંજે તેમની આરતી પછી એક મોટા મેદાનમાં માતાના નામનો દિવો પ્રગટાવીને તેની ચારેબાજુ ગરબા રમે છે. Navratri Garba special 2019

  મેદાનમાં મુકવામાં આવનારા આ ગર્ભની અંદર માતાના નામનો એક દીવો પણ મુકવામાં આવે છે. જેને ગર્ભ દીપ કહેવાય છે. નવરાત્રીમાં લોકો આ ગર્ભદીપની ચારેબાજુ ગરબા રમે છે.

  આ વાતને પ્રતીકાત્મક રૂપે એવુ કહેવામાં આવે છે કે આ સંસારની ઉત્પત્તિ આપણા સૌની ઉત્પત્તિ આ ગર્ભથી જ થઈ છે જેને આપણે માતા અંબે કહીએ છીએ અને આપણા બધાનુ પુર્ણ જીવન આની જ ચારેબાજુ ફરે છે. આપણે જન્મ લઈએ છીએ અને આપણુ જીવન જીવીએ છીએ પછી મૃત્યુને પ્રાપ્ત કરીએ છીએ. આ મોક્ષ પછી જીવનનુ આ ચક્ર ફરીથી શરૂ થાય છે અને આ જીવન ચક્ર કહેવાય છે.

  કોણે કરી હતી ગરબાની રચના?

  સૌપ્રથમ ગરબો લખવાનું શ્રેય અમદાવાદના વલ્લભ મેવાડાને જાય છે. તેમણે બહુચરાજીમાં સાંનિઘ્યમાં ગરબાઓની રચના કરી હતી. તેના ગરબાનું કેન્દ્ર માતાની પ્રગટ ભક્તિ છે. “મા તું પાવાની પટરાણી..” એ તેનો અતિપ્રસિદ્ધ પ્રાચીન ગરબો છે. આ ઉપરાંત કડીના સાંકળેશ્વર, જુનાગઢના દીવાન રણછોડજી, શામળ, પ્રેમાનંદ, દયારામ, પ્રીતમ વગેરે સર્જકોએ ગુજરાતીમાં ગરબા અને ગરબીઓ આપ્યા છે.

  ગરબાની મધ્યકાલિન રચનાઓ સુધી ગરબામાં ભક્તિ કે ધાર્મિક ઓચ્છવોનું પ્રતિબિંબ જોવા મળે છે. પછી ધીમે ધીમે ધાર્મિક ગરબો સામાજિક થતો ગયો. લોકગીતો અને લોકસાહિત્ય તેમાં ભળતા ગયાં.

  ગરબીઓની રચના કરવાનું શ્રેય દયારામને જાય છે. મધ્યકાલીન યુગના છેલ્લા કવિ તરીકે જાણીતા દયારામે કૃષ્ણભક્તિની ગરબીઓ રચી હતી. ગરબાનો જન્મ ‘કડવા’ માંથી, જયારે ગરીબીનો જન્મ ‘પદ’ માંથી થયો હોવાનું માનવામાં આવે છે.

  હિન્દુ ધર્મ મુજબ જીવનચક્રની આ વિચારધારા આપણા ધર્મમાં આટલા સરળ અને સહેલાઈથી બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે નવરાત્રીન આ ઉત્સવ દ્વારા આપણા બધાના જીવનમાં આ સંપૂર્ણ રીતે ઉતરી આવે છે અને આપણે તલ્લીનતાથી ઉત્સવમાં જોડાઈને જીવનના આટલા ગૂઢ રહસ્યને સહેલાઈથી સમજી જઈએ છીએ.

  ।। શુભ નવરાત્રી ।।

  Navratri Garba special 2019

  8 COMMENTS

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here