ગુજરાત સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓનું પ્રદર્શન, બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ

  Gujarat students Demand for cancel binsachivalay exam 2019

  0
  60
  ગુજરાત સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓનું પ્રદર્શન, બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ, Gujarat students Demand for cancel binsachivalay exam 2019
  Gujarat students Demand for cancel binsachivalay exam

  Gujarat students Demand for cancel binsachivalay exam 2019: વિદ્યાર્થીઓની માંગ છે કે જુનિયર ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા રદ કરવામાં આવે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પરીક્ષામાં ગેરવર્તન અને તેના પુરાવા હોવા છતાં સરકાર પરીક્ષા રદ નથી કરી રહી.

  ગુજરાતના ગાંધીનગરમાં હજારો વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ મોબાઈલ લાઈટ સાથે સરકાર સામે ધરણા કર્યા હતા. ખરેખર આ વિદ્યાર્થીઓની માંગ છે કે જુનિયર ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા રદ કરવામાં આવે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પરીક્ષામાં ગેરવર્તન અને તેના પુરાવા હોવા છતાં પરીક્ષા રદ નથી કરી રહી. આ પરીક્ષામાં આશરે 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા, પરંતુ પરીક્ષા દરમિયાન સુરેન્દ્રનગરની બે શાળામાં ચોરીની ઘટના સામે આવી હતી.

  બીજી તરફ સરકારે પરીક્ષા રદ કરવાની માંગને ફગાવી દીધી છે. તેમનું કહેવું છે કે કોપી કરવાના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. બુધવારે સચિવાલય કલાર્ક ભરતી પરીક્ષા માટે ઉપસ્થિત સેંકડો વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા અને ગેરવર્તનની તપાસની માંગ કરી હતી.

  વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પરીક્ષાનું પેપર બે મહિના અગાઉ લીક થયું હતું પરંતુ હજુ સુધી પરીક્ષા રદ કરવામાં આવી નથી. કેટલાક પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલથી પણ કોપી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ માંગ કરે છે કે, સરકાર નકલની નજરને ધ્યાનમાં રાખીને આ સમગ્ર પરીક્ષા રદ કરે અને તેનું ફરીથી આયોજન કરવામાં આવે. જો કે સરકારે આ માંગને સ્વીકારવાની ના પાડી છે. સરકારનું કહેવું છે કે આ કેસની તપાસ બાદ ટૂંક સમયમાં મોટી કાર્યવાહી કરવામાં આવશે.

  જો કે આ વાતનો ફાયદો ઉપાડવા કેટલાક રાજકીય પક્ષ પણ ઉમટી પડ્યા છે. તેવા સમયે પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ વિધાર્થીઓની લડતને યોગ્ય ઠેરવી, તેમજ પરીક્ષા રદ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ હિસાબે બિનસચિવાલય ની પરીક્ષા રદ કરો અને યુવાનોને ન્યાય આપો. હું ગુજરાત ના તમામ યુવાનો ની લડાઈમાં સાથે છું.

  આ ઉપરાંત આંદોલન કરી રહેલા ઉમેદવારોને કોંગ્રેસ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ સમર્થન આપ્યું છે. આ અંગે પરેશ ધાનણીએ ટ્વીટ કરીને સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહેલા યુવાનોને નૈતિક જુસ્સો વધાર્યો છે.

  Gujarat students Demand for cancel binsachivalay exam 2019

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here