ખેડૂતો ખેતરમાં વગાડી રહ્યાં છે ડી.જે, કેમ આવું કરાયું..જાણો આ છે કારણ

  ખેડૂતો ખેતરમાં વગાડી રહ્યાં છે ડી.જે, જાણો કેમ

  0
  180
  ખેડૂતો ખેતરમાં વગાડી રહ્યાં છે ડી.જે, કેમ આવું કરાયું..જાણો આ છે કારણ
  ખેડૂતો ખેતરમાં વગાડી રહ્યાં છે ડી.જે, કેમ આવું કરાયું..જાણો આ છે કારણ

  બનાસકાંઠાના સરહદી ગામડાઓમાં તીડનાં ઝૂંડોએ રીતસર આક્રમણ કર્યું છે. તીડોએ ખેતરોના પાકનો સત્યાનાશ વાળી દીધો છે. જેમ જેમ પવનની દિશા બદલાઈ રહી છે તેમ તેમ તીડોનું ઝૂંડ આગળ વધી રહ્યું છે. ખેતરોમાં ઉભા પાકને નુકશાન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તીડોને ભગાડવા ખેડૂતો અવનવા અખતરાં કરી રહ્યાં છે.

  છેલ્લા બે દિવસથી ખેડૂતો ખેતરોમાં જોરશોરથી થાળીઓ વગાડી તીડોને ભગાડી રહ્યાં છે. જયારે ઘણાં ખેડૂતોએ તો હવે નવતર પ્રયોગો કર્યા છે. ખેડતોમાં ડી.જે વગાડી સંગીતના ધમાકેદાર અવાજથી તીડોને ભગાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. હવે તો આ તીડોનાં ઝૂંડ સાબરકાંઠા તરફ આગળ વધી રહ્યા છે જેના કારણે કૃષિ વિભાગે એલર્ટ જારી કર્યું છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here