વાઘરી (દેવીપૂજક) શબ્દ ની લોકિક વ્યુંત્પ્તિ (અર્થ), દેવીપૂજક સમાજનો ઇતિહાસ

  devipujak samaj

  2
  2039
  devipujak samaj no itihas
  સરકારશ્રીએ તા. 1-9-2001 ના રોજ આ સમાજને દેવીપૂજક તરીકે ઓળખવા ઠરાવ કર્યો છે.

  devipujak samaj: વાઘ + અરી એટલે કે વાઘનો દુશ્મન થાય છે. સૈકાઓ પહેલા દેવીપુજક વાઘ જેવા હિંસક પ્રાણી ઓંનો શિકાર કરતા. પહેલા માનવજાતને જંગલી હિંસક પશુ ઓનો ભય હતો તે સમયે દેવીપુજક સમાજ ના લોકો હિંસક પ્રાણી શિકાર કરતા અને ગામ નું રક્ષણ કરતા. સમાજ માં તેમનું સ્થાન પણ ઊંચું હતું. ગામ ના રક્ષણ હેતુ તેઓ ગામની બહાર જ પોતાનો વસવાટ કરતા.દેવી ભાગવત અને હિંદુ ધર્મગ્રથો માં ઉલ્લેખ છે કે માં આદ્યાશક્તિ જગદમ્બા દેવીએ પોતાના તેજ અને શક્તિ તેમજ આયુધો અર્પણ કર્યા ત્યારે એક અગ્નિ તેજ ગોળાના સ્વરૂપમાં દેવી પ્રગટ થયા જેમને અશુરોનો સંહાર કર્યો આ અગ્નિ સ્વરૂપા દેવીપ ઉપાસક એટલે દેવીપુજક

  વાઘરી (દેવીપૂજક) : ઊત્પતિ

  વાઘરી જ્ઞાતિની ઉત્પતિ, મુળ અંગે ઘણી જ અસંદિગ્ધતા જોવા મળે છે. ભ્રામક અને ખોટી માન્યતાઓ પ્રચલિત છે. લોકોક્તિ અનુસાર વાઘરી શબ્દ ની વ્યુત્પતિ પર થી તેનો અર્થ, મુળ કે ઊત્પતિ માનવામાં આવે છે.

  વ્યુત્પતિની રીતે વાઘ+અરિ, વાઘ ને (અરિ=શિકાર) શિકાર કરનાર એટલે વાઘરી. કે રાજા મહારાજાઓનાં વાઘ નાં શિકાર ના શોખને પુરો કરવા સાથ આપનાર જાતિ એટલે વાઘરી. બીજી માન્યતા પ્રમાણે ગામની બહાર કે છેવાડે રહી ગ્રામજનોની રક્ષા કરનાર જાતિ એટલે વાઘરી. પરંતુ આ માત્ર લોકોક્તિ, અટકળ, અદાજ માત્ર છે.તેની પાછળ ઐતિહાસિક તથ્ય જોવા મળતું નથી ક કોઇ નક્ક્રર પુરાવા નથી.

  દેવીપુજક જ્ઞાતિ devipujak samaj ના ઈતિહાસ મુજબ જ્ઞાતિના પૂર્વજો નદી કિનારે રહેતા હતા અને ખેતર વાડી નું રખોપું કરતા હતા હાલ જ્ઞાતિ ના લોકો રોજગાર મેળવવા ગુજરાત ઉપરાંત દિલ્હી ,મુંબઈ ,કલકત્તા ,આસામ ,બિહાર,ગોઆ ,હિમાચલ ,બેંગ્લોર તેમજ દેશ ના અન્ય પ્રાંતો માં ફેલાયા છે.

  તાર્કિક રીતે આધાર પુરાવા સાથે જોઈશું તો આપણી જ્ઞાતિ નો ઇતિહાસ કઈક અલગ અને રોચક છે. આશ્ચર્ય જનક હકિકત રહેલી છે. તેની ગહન ચર્ચા અહી કરવામાં આવી છે.

  ગુજરાતમાં વાઘરી મુખ્યત્વે સાબરકાંઠા, બનાસકાંઠા,પંચમહાલ, ખેડા અને અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. તેઓ એક બીજામાં મારવાડી અને બહારના લોકો સાથે ગુજરાતી બોલે છે. વાઘરીને અનેક પેટા-વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. મુખ્ય લોકો ચૂનારીઓ છે, જેઓ ખેડૂત છે. પછી દાટિયાઓ છે, જેઓ દાણા વેચે છે. અન્યમાં વેદાઓ છે, જે વટાણા વેચે છે. સલાટ છે, જે પથ્થરો વેચે છે અને બાકીના કુળો ભૂમિહીન કૃષિ કામદારો છે. તેમના નાના પેટા વિભાગોમાં મોરી, બજાનીયા, કાકોદિયા અને પોમલા શામેલ છે. તેઓ અંત ગોત્ર પ્રેમી છે, અને ગોત્રની વિશિષ્ટતા જાળવે છે. વાઘરી જમીન વિહોણા છે, અને કૃષિ મજૂર પર આધારીત છે. તેઓ મરઘાં, ઘેટાં, બકરીઓ અને ઢોર વધારવા તેમજ શાકભાજી વેચવામાં પણ સામેલ છે. ગુજરાતમાંવાઘરી હિન્દુ છે, અને તેમના મુખ્ય આદિજાતિ દેવતાઓ વિહટ, નરસિંહબીર, કાલિકા અને મેલડી માતા છે.

  વાઘરી સમાજ પાકિસ્તાનમાં

  પાકિસ્તાનમાં વાઘરી મુખ્યત્વે ઉમરકોટ અને થરપારકર જિલ્લાઓમાં જોવા મળે છે. તેઓ જમીન વિહોણા છે, અને સ્થાનિક શક્તિશાળી સોઢા રાજપૂત સમુદાયના હસ્તે તેઓ ભેદભાવનો વિષય બન્યા છે.

  તાજેતરના એક અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનની મોટાભાગની અનુસૂચિત જાતિની વસ્તી, જેમાં વાઘરીનો સમાવેશ થાય છે તે વ્યવહારીક ભૂમિહીન છે. હાથ ધરવામાં આવેલા સર્વેમાં બતાવવામાં આવ્યું હતું કે થરપારકર, ઉમરકોટ, રહીમ યારખાન અને બહાવલપુર જિલ્લામાં જાહેર કરાયું છે કે ૮૩ ટકા અનુસૂચિત જાતિની વસતિની બહુમતીની પાસે જમીનનો નાનો ભાગ પણ નથી. બાકીની ૧૯ ટકા જમીનની માલિકી પણ ખૂબ જ નાનો છે કારણ કે 90 ટકા અનુસુચિત જાતિના જમીન માલિકો પાસે એકથી પાંચ એકરની વચ્ચેનો જમીનનો એક નાનો ભાગ છે. ભારતના લોકોની જેમ, પાકિસ્તાન વાઘરી પણ હિન્દુ છે, અને સિંધી અને તેમની પોતાની ભાષા બગરી બંને બોલે છે, જે રાજસ્થાનીથી દૂરથી સંબંધિત છે.

  વાઘરી સમાજના લોકો ગામમાં તેલના ડબ્બાના ઢાંકણા બનાવે અને રીપેર પણ કરતા, ચોમાસાની તૈયારી હોય ત્યારે છત્રી રીપેરીંગ કરવાનું કામ પણ કરતા.

  આ જ્ઞાતિને અગાઉ વાઘરી કેમ કહેતા?

  દેવીપૂજક જ્ઞાતિ મારવાડથી આવીને સમગ્ર દેશમાં વિસ્તરી છે. તેમની વસ્તી દેશભરમાં 45 લાખથી પણ વધારે હોવાનો અંદાજ છે.

  ગુજરાન ચલાવવા ખેતર-વાડીઓની પહેરેદારી કરતા હતા અને પેટ ભરવા સસલા, હરણનો શિકાર કરતાં.

  આજના સમયમાં શિકાર કરવો એ સારું માનવામાં આવતું નથી પરંતુ જુના સમયમાં આ કામ વીરતાનું કાર્ય ગણાતું હતું.

  કેટલાક એવો અર્થ પણ કરે છે..

  વાગરુક=વગુરા (શિકારની જાળ) ઈક=વાળુ પદભ્રંશે વાઘરી

  દેવીપુજક-વાઘરી સમાજનો ઇતિહાસ

  દેવી ભાગવત અને હિંદુ ધર્મગ્રથો માં ઉલ્લેખ છે કે માં આદ્યાશક્તિ જગદમ્બા દેવીએ પોતાના તેજ અને શક્તિ તેમજ આયુધો અર્પણ કર્યા ત્યારે એક અગ્નિ તેજ ગોળાના સ્વરૂપમાં દેવી પ્રગટ થયા જેમને અશુરોનો સંહાર કર્યો આ અગ્નિ સ્વરૂપા દેવીપ-ઉપાસક એટલે દેવીપુજક.

  દેવીપુજકોને સંત મોરારીબાપુ નદીનાં સંતાનો પણ કહે છે.

  દેવીપુજક-વાઘરી ની જ્ઞાતિ-અટકો

  આમ તો અમારી જ્ઞાતિ નવહરી નાત કેવાય

  વિરમગામીયા, કુંઢિયા, ઉઘરેજીયા, ચોવસીયા, તલસાણિયા, તાજપરિયા, થળેકીયા, ઘાંગધરીયા, હલવદીયા, વાઘરી, દાતણીયા, વેડુ, ગોદડિયા, ગામેચા, ચીભડિઆ, વેડવા, વેડી ચુરાલીયા, સલાલિયા, ઝાખુડીયા, લાકડીયા, વઢિયારા, પટણી, ચુનારા, ચુંવાળીયા, દંતાણી, જખાણીયા , માથાસુરીયા

  દેવીપૂજક જ્ઞાતિનો મુખ્ય ધંધો:

  સીઝન પ્રમાણેના ધંધા જેવા કે ચોમાસામાં છત્રી રીપેરીંગ અને છત્રી વેચવી, સીઝન પ્રમાણે જીરું, હળદર, રાઈ જેવા મળી મસાલા, જુના કપડાં, ભંગારનો વેપાર કરવો, મેળામાં રમકડાં વેચવાં, શહેરમાં શાકભાજી, મળી મસાલા, પ્યાલા બરણી, જુના કપડાંની લારી કાઢે છે. એટલે કે છૂટક નાના મોટા બધા ધંધા કરે છે.

  આ ઉપરાંત ગામડામાં વાંસની લાકડીઓ, વાછરડા, બળદ, પ્લાસ્ટિકની ડોલ સાંધવી, ડબ્બા બનાવવા અને રીપેર કરવાનું કામ કરી લે છે, સ્ત્રીઓ છુંદણા પાડવાનું કામ પણ કરે છે. કુટુંબના બધા જ સભ્યો કમાય છે.

  આ દેવીપૂજક સમાજ માં સ્ત્રીઓ લગ્ન બાદ હાથમાં હાથી દાંતના બલિયા પહેરે છે.

  અમારા સમાજમાં અંદર અંદરના ઝગડાનો નિકાલ નાત કરે છે, અને નાત સાચું જૂઠું અલગ અલગ રીતે નક્કી કરે છે, અમારામાં માતાના ખોટા સોગંદ ક્યારેય ન ખાય.. એટલે પ્રથમ રીત તો સોગંદ ખવડાવીને ખરાઈ કરે છે. કદાચ કોઈ બચવા માટે ખોટા સોગંદ ખાઈ લેને પુરાવો તેની વિરુધ્ધ હોય તો? આવા સમયે સામેવાળાના સોગંદ સાચા ઘણીને ન્યાય કરવામાં આવે છે.

  આ સમાજ ના લોકો મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને દિલ્લીમાં વસે છે, આ ઉપરાંત ભારતના અન્ય રાજ્યોમાં પણ રહે છે, જેમની વસ્તી 45 લાખથી પણ વધારે છે.

  આ સમાજમાં મુખ્યત્વે હડકશા માતા, ચાર જોગણી માતા, મહાકાળી માતા, મેલડી માતા, શીતળા માતા, વિહોત માં, ખોડિયાર માં, પાવાની દેવી, રૂપેણમાં, સગત માતાજી અને શ્રી રખા દાદાની પૂજા કરે છે.

  કોઠા ગામમાં આવેલ હડકશા માતાના મંદિરે ચૈત્રમાં મેળો અને ભક્તો દ્વારા અહીં ધજા ચઢાવવામાં આવે છે, આ સમયે દૂર દૂર રહેતા સમાજના બધા લોકો અહીં એકઠાં થાય છે અને અહીં માતાના પ્રસાદનું પણ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે, અને ગુજરાતી ડાયરા અને ડાખલાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગીત કલાકારો પણ હાજર રહે છે.

  આ જ્ઞાતિ એક વખાણવા જેવી કાબેલ જ્ઞાતિ છે. ઓછું શિક્ષણ છતાંય ભારતભરમાં ગમે ત્યાં જશો તો જરૂર થી વેપાર ધંધા કરતા જોવા મળશે.

  ……

  દેવીપૂજક જ્ઞાતિમાં મહાન સાધુ-સંતો અને ભકતો:

  શ્રી સગરામ ભગત

  ભક્ત

  દેવીપૂજક જ્ઞાતિમાં મહાન સાધુ-સંતો અને ભકતો થઈ ગયા, તેવી કક્ષામાં શ્રી સ્વામિનારાયણ સમ્પ્રદાય માં હરિભક્ત તરીકે જેમની નોંધ લેવામાં આવે છે તેવા સત્સંગથી રંગાયેલા શ્રી સગરામ ભગત સુરેન્દ્ર નગર જીલ્લા ના લીમલી નામના ગામમાં થઇ ગયા. તેઓ દેવીપૂજક જ્ઞાતિમાં ઉઘરેજીયા શાખાના હતા. તેઓ દેવીપૂજક સમાજના ગોરવરૂપ અને મિશાલ તથા દીવાદાંડીરૂપ ઉચ્ચ કોટીના આત્મજ્ઞાની ભકત શ્રી સગરામ ભગત હતા.

  કાનદાસ બાપુ

  ભજન ગાયક સંત

  ગઢડા તાલુકાના ભંડારિયા ગામે દેવીપૂજક જ્ઞાતિના એક મોટા સંત થઇ ગયા જેમનું નામ કાનદાસ બાપુ હતું. સત્સંગ અને ભજનના પ્રભાવથી દેવીપૂજક સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પરબની જગ્યાના મહંત શ્રી સેવાદાસ બાપુ પાસે દીક્ષા મેળવીને પરબના શિષ્ય બન્યા. તેમણે અમદાવાદ, મુંબઈ અને દ્વારકામાં આશ્રમો બનાવ્યા. દેવીપૂજક સમાજમાં તેઓ પૂજનીય ભજનીક સંત શિરોમણી તરીકે પ્રખ્યાત થયા છે. આ સંતની તીથિ દર વર્ષે દ્વારકામાં ઉજવાય છે.

  શ્રી કહારનાથ

  સંત

  દેવીપૂજક જ્ઞાતિની પેટા જ્ઞાતિ પટની છે. પાટણ તેઓનું મૂળ વતન છે. પાટણમાં પટણી દેવીપૂજક જ્ઞાતિમાં મહાન સંત શ્રી કહારનાથ થઈ ગયા. આ મહાન સંતે આશરે 232 વર્ષ પહેલા જીવતા સમાધિ લીધી હતી. ઉત્તર ગુજરાતમાં અણહીલવાડ પાટણમાં ગરીબ પટણી દેવીપૂજક નથુભાઈ ના ઘરે કહાર નામના બાળકનો જન્મ થયેલો જે પાછળથી સંત કહારનાથ તરીકે ઓળખાયા. પાટણના ખાન સરોવર ના કિનારે ભાદરવા સુદ તેરસના દિવસે આ અનોખી ઘટના બની. સંત શ્રી કહારનાથે જીવતા સમાધિ લીધી તે પ્રસંગેના સ્મરણ અર્થે આ દિવસે દર વર્ષે ભાવિક ભક્તોનો મેળો યોજાય છે.

  શ્રી મેપા ભગત

  સાધુ

  મેપા ભગત ચલાલા ની જગ્યાના મહંત દાનબાપુ ની જગ્યાની ગાયો ચરાવાની સ્વેચ્છા એ કરતા. ગરીબ અને ભોળા દેવીપૂજક સમાજના ભગત શ્રી મેપા ભગત ઘરાગણી ગામના એક મહાન સંત હતા. આશરે 180 વર્ષ પહેલા ચલાલા ના શ્રી દાનબાપુ ની ધાર્મિક જગ્યાની ગાયો ને લઈને શ્રી મેપા ભગત દરરોજ સીમ-જંગલમાં ચરાવવા લઇ જતા હતા. ગાયોના ચારા-પાણી માટે નીષ્ટા અને પ્રેમ પૂર્વક લાગણીથી જતન કરતા હતા. કહેવાય છે શ્રી મેપા ભગતે પોતાના માટે સમાધિ ગળાવીને મહારાજના આશીર્વાદ મેળવીને જીવતા સમાધિ લીધી હતી. હાલ મેપા ભગતની સમાધિ પર વિશાળ મંદિરનું આયોજન કરવામાં આવેલ છે.

  શ્રી ભગા-અણદા દાદા

  મેલડી માતા ના ઉપાશક

  ભગત ના ગામ તરીકે વિખ્યાત ગામ સાયલા એ સુરેન્દ્ર્ર નગર જીલ્લામાં આવેલ છે. આ ગામ સાયલા દેવીપૂજક જ્ઞાતિ માટે યાત્રા ધામ સમાન છે. કારણ કે ભગતના ગામ તરીકે ઓળખાતા સાયલા ગામમાં માતા મેલડી જે ભગા અણદાની મેલડી તારીકકે જગ વિખ્યાત છે. તેઓ દેવીપૂજક જ્ઞાતિમાં ઉઘરેજીયા શાખા ના હતા. ભારતભરના વસતા તમામ શાખના દેવીપૂજક ભાઈ-બહેનો તો ખરા જ પરંતુ અઢારે વરણ ના લોકો મેલડી માતાના દર્શન, પૂજન અને માનતા ચડાવવા અહીં આવે છે.

  આ જાત એવી અંગ્રેજો થી કદી ના ડરી,
  દેશ ના દુશમનો અંગ્રેજો સામે બાથુ ભરી…… આ જાત એવી…

  વાઘરી હાક થી અંગ્રેજ હકુમત થરથર ડરી,
  કાળો કાયદો કરી ગુનાહિત જાતી કરી….. આ જાત એવી…

  ધગધગતા સિક્કાની છાપ કપાળે હજુ નથી ઠરી,
  અંગ્રેજોએ ગુનાહિત જાતી વાઘરી તણી જેલો ભરી….. આ જાત એવી….

  હવે ના જાગશે મા ભોમ કાજ કોઈ વાઘરી,
  આઝાદ દેશમા બનિયા હક વિના ગુલામ ફરી…… આ જાત એવી…

  મા ભોમ ચરણોમા વાઘરી કોમે આહુતિ ધરી,
  આદિવાસી હક વિના વાઘરી તણી આશા મરી….. આ જાત એવી….

  દેશના બંધારણમા ના જાગિયો વાઘરી તણો હરિ,
  સહાદતો ગુનાહિત જાતી કેરી મા ભોમ ને વરી…… આ જાત એવી….

  ખિલોરીની જગત પર દેવીપૂજક સમાજના આઇ શ્રી મુળી માં ની વાર્તા…

  આ વાત ઘણા વરસો પહેલાની છે જયારે અમારા ખિલોરી ગામ વિકાણી કુળમાં જીવાદાદા અને આઇ શ્રી મુળી માં ને કોઇ સંતાન નહોતુ…વિકાણી કુળમાં ફકત એક જ જીવાદાદા એક જ હતા એ પણ નિ:સંતાન..આ વાત ત્યારની છે…

  મુળીમાં કલાડીયા પરીવારની દિકરી હતા અને ખિલોરી વિકાણી પરીવારના જીવાદાદાને પરણ્યા હતા..બન્યુ એવુ કે કોઇ કારણોસર મુળીમાં ને તેમના પિયર જવાનુ થયુ અને તે ત્યા ગયા…તેના પિયરના લોકો શિકાર કરવા જંગલમાં ગયા હતા ત્યા નદી માંથી તેમને ખંડિત થઇ ગયેલી કાળિયા ઠાકોરની મૂર્તિ મળી..આ મૂર્તિ લઇને એ લોકો ગામમાં આવ્યા અને એ મૂર્તિના હાથ, પગ અને ધડ ચલમ બનાવવા લઇ લીધા….હવે બચ્યુ માત્ર ઠાકોરજીનું મસ્તક..પણ એ કઇ કામમાં ન આવે એટલે કોઇએ ના લીધું…

  આ જે મસ્તક ને મુળીમાં એ લીધુ..એ મસ્તક લઇને માં ખિલોરી આવ્યા અને પોતાના ઘરના એક ગોખલામાં રાખી એમની પૂજા અર્ચના કરવા લાગ્યા…માં મૂળી ઠાકોરની ભક્તિમાં એટલા લીન બની ગયા કે રાત દિવસ સતત એમની ભક્તિ કરવા લાગ્યા…પણ શિકારકરવાના શોખિન જીવાદાદાને આ ગમતુ નહી…એ તો દરરોજ શિકાર કરવા જતા….

  હવે એક દિવસ બન્યુ એવુ કે જીવાદાદા દરરોજની જેમ શિકાર કરવા ગયા અને બે હરણનો શિકાર કરીને ઘરે આવ્યા…આ જ સમયે માં મુળી ઠાકોરની પુજા કરવામાં અને એની ભક્તિમાં લીન હતા….જીવાદાદા આ જોઇને ખુબ ક્રોધિત થઇ માં મુળીને કીધું કે તારા ઠાકોરમાં જો એટલુ બધુ સત હોય તો આ બે હરણનો જે શિકાર કર્યો છે તે મરેલા ને જો જીવિત કરે તો હુ માનુ કે ઠાકોર છે. અને બન્યુ એવુ કે જેવી માં મુળીએ ઠાકોરની આરાધનાકરી કે એ બન્ને હરણ જીવતા થઇ જંગલમાં જતા રહ્યા….

  આ બનાવ પછી મુળી માં અને જીવાદાદા બ્ન્ને ઠાકોરની ભક્તિ કરવા લાગ્યા..બન્નેની ઉંમર૮૦ ઉપરની થઇ ગઇ હતી પણ એમને કોઇ સંતાન ન હતુ પણ ઠાકોરની કૃપાથી આ ઉંમરે મુળી માં ના કુખે બે સંતાનનો જન્મ થયો અને નામ રાખ્યા શ્યામદાસ અને સુંદરદાસ…

  ત્યાર પછી કેટલીય પેઢી સુધી અમારો ખિલોરીનો વિકાણી પરીવાર દાસ પરીવાર રહ્યો અને અમારા નામની પાછળ દાસ લખાતુ…આજે પણ અમારા ખિલોરી ગામમાં એ કાળિયા ઠાકોરનું મસ્તક છે અને અમે એમની પૂજા અર્ચના કરીએ છીએ…..

  તમને હૃદયપૂર્વક વિનંતી કરીએ છે કે આ પોસ્ટ તમારા મિત્રો અને પરિવાર જાણો સુધી પહોંચાડશો, અને શેર કરવા વિનંતી.

  …. જય માતાજી ….

  2 COMMENTS

  1. Hi there, This is Arvindbhai from UK. Just wondering, good information but what is the authenticity of this blog? Secondly could you please find out that, is there any mention of this caste in oldest writing like Manusmriti or any vedas to find out more about this caste.
   As authentic information is vital people to know and spread true information.
   Please disclose some more authentic information with proof, that how this caste was derived?
   Kind regards
   Arvind

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here