સરકારે બીએસ 4 વાહનોને લઈને કરી મોટી જાહેરાતો

  સસ્તી કાર ખરીદવાની શ્રેષ્ઠ તક!

  0
  148
  સરકારે બીએસ 4 વાહનોને લઈને કરી મોટી જાહેરાતો
  સસ્તી કાર ખરીદવાની શ્રેષ્ઠ તક!

  સરકારની ઘોષણાથી ફક્ત કાર કંપનીઓને જ ફાયદો થશે નહીં, પરંતુ તેને પણ થશે જે લોકો નવી કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે.

  મંદીમાંથી પસાર થતા ઓટો સેક્ટરને પાટા પર લાવવા નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કેટલીક મોટી જાહેરાતો કરી છે. તેમણે સૌથી મોટી રાહત બીએસઆઈવી (BSIV) ગાડીઓને લઈને આપી છે. આ જાહેરાતનો ફાયદો માત્ર કાર કંપનીઓને જ નહીં, પરંતુ તેને પણ થશે જે લોકો નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે.

  હવે નહીં થાય મૂંઝવણ
  નાણામંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે બીએસ 4 વાહનો બંધ નહીં થાય. નાણામંત્રીની આ જાહેરાત હવે તેમની માટે એક નવી તક છે જેઓ નવી કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. કારણ કે મોટાભાગની કાર કંપનીઓ જૂના સ્ટોક અથવા BS-IV વાહનોને દૂર કરવા માટે ઉત્તમ ઓફર આપી રહી છે. કેટલીક કંપનીઓ તેમના વાહનો ઉપર એક લાખ રૂપિયા સુધીની રોકડ રકમની છૂટ આપી રહી છે. આવી સ્થિતિમાં, નવી કાર ખરીદવાનો આ યોગ્ય સમય છે અને હવે તમારે આ વાતનું પણ ટેન્શન નહિ રહે કે BS-IV ગાડીઓ બંધ થશે.

  આવી રીતે કાર કંપનીઓને થશે ફાયદો
  આ સમયે, મોટાભાગના લોકો તેમની નવી કાર ખરીદવાનું એટલા માટે ટારી રહ્યાં છે કે ક્યાંક બીએસ – IV વાહનોને બંધ ન કરવામાં આવે. પરંતુ સરકારની ઘોષણા પછી, ઘણા લોકોના મનમાં ખાતરી થઈ જશે અને બીએસઆઈવી અને બીએસવીઆઈ અંગે કોઈ મૂંઝવણ રહેશે નહીં. જો ગ્રાહકો ફરીથી BS-IV વાહનો ખરીદવામાં રુચિ બતાવે છે, તો તેનો ફાયદો કાર કંપનીઓને પણ થશે અને વાહનોનું વેચાણ ફરી એકવાર વધી શકે છે.

  નાણાં પ્રધાને શું કહ્યું?
  નાણાં પ્રધાને ઑટો સેક્ટરને પાટા પર લાવવા માટે જાહેરાત કરી છે કે બીએસઆઇવી ગાડીઓ તેમના નોંધણીના સમયગાળા દરમિયાન સુધી ચલાવી શકશે અને જૂન 2020 સુધી વાહનોની નોંધણી વધારવી ન જોઈએ. તેમણે કહ્યું છે કે ઓટો ક્ષેત્રમાં ટૂંક સમયમાં સુધારો થશે. આ ક્ષેત્ર માટે બીએસ -4 વાહનો મોટી સમસ્યા છે. 31 માર્ચ 2020 સુધી ખરીદેલ બીએસ -4 વાહનો તેમના નોંધાયેલા સમયગાળા સુધી રહેશે. તેમણે કહ્યું કે, ‘વન ટાઇમ નોંધણી ફી ને જૂન 2020 સુધી લંબાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, કારની નોંધણી ફી જૂન 2020 સુધી વધશે નહીં. બીએસ -4 ગાડીઓ અને ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી ચાલુ રહેશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here