દિલ્હીની પરિસ્થિતિ જોઈને ઋષિ કપૂરે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું – દેખ તેરે ઇંસાન કી હાલત ક્યા હો ગઈ ભગવાન

ઋષિ કપૂરનું ટ્વિટ: દેખ તેરે ઇંસાન કી હાલત ક્યા હો ગઈ ભગવાન

0
271
ઋષિ કપૂરે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું - દેખ તેરે ઇંસાન કી હાલત ક્યા હો ગઈ ભગવાન (delhi govt issue of pollution 2019)
delhi govt issue of pollution

ઋષિ કપૂર તેની રમૂજી ટ્વીટ્સ માટે જાણીતા છે. ઋષિ કપૂરનું તાજેતરનું ટ્વીટ પણ આવું જ છે. જેમાં તેમણે દિલ્હીની હાલની સ્થિતિને (delhi govt issue of pollution) ટાંકીને દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું છે. ઋષિ કપૂરે આ ટ્વિટમાં કાયદો અને વ્યવસ્થા, પ્રશાસન અને પ્રકૃતિ વિશે લખ્યું છે.

આ છે ઋષિ કપૂરનું ટ્વિટ: ઋષિએ Rishi Kapoor લખ્યું છે, વાહ રે દિલ્હી, પોલીસ માંગે પ્રોટેક્શન, વકીલ માંગે જસ્ટિસ, પબ્લિક માંગે ઓક્સિજન. દેખ તેરે ઇંસાન કી હાલત ક્યા હો ગઈ ભગવાન કિતના બદલ ગયા ઇંસાન.

નાસ્તિક ફિલ્મનું પ્રખ્યાત ગીત કર્યું શેર: ઋષિ કપૂરે Rishi Kapoor જે ગીતની લાઈન શેર કરી છે તે 1954 ની આવેલ ફિલ્મ નલિની જયવંત, અજિત અને આઈએસ જોહરની ફિલ્મ નાસ્તિકનું ગીત છે. જેનું સંગીત સી રામચંદ્રે કંપોઝ કર્યું હતું અને કવિ પ્રદીપે આ ગીતને ગાયું હતું.

આ છે દિલ્હીની સ્થિતિ: delhi govt issue of pollution દિલ્હી-એનસીઆરમાં મંગળવારે પ્રદૂષણમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા, ફરીદાબાદ અને ગુડગાંવ કેન્દ્રોમાં એર કવોલિટી ઈન્ડેક્સ 300 થી 351 ની વચ્ચે નોંધાયું હતું. દિલ્હીમાં એક્યુઆઈ 24 કલાકમાં 83 અંકથી નીચે ગયો.

તીસ હજારી અને સાકેત અદાલતમાં વકીલોની સાથે ઘર્ષણ અને તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થયા પછી મંગળવારે દિલ્હીના ત્રણ હજારથી વધુ પોલીસ જવાનોએ પોલીસ મુખ્યાલય સામે 11 કલાક સુધી દેખાવો પ્રદર્શન કર્યા હતા. તે જ સમયે, વકીલોની હડતાલને કારણે લગભગ 40 હજાર કેસની સુનાવણી થઈ શકી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here