જાણો…નાગરિકતા સંશોધન કાયદા ને લગતા સવાલો

  Citizenship Amandment Act Confuse Question

  0
  87
  જાણો...નાગરિકતા સંશોધન કાયદા ને લગતા સવાલો: Citizenship Amandment Act Confuse Question 2019
  Citizenship Amandment Act

  Citizenship Amandment Act Confuse Question: સરકાર કોઈ પણ ભોગે નાગરિકતા સંશોધન કાયદા કાનૂનને લાગુ કરવાની તૈયારીઓ કરી ચૂકી છે ત્યારે અહીં આપણે આ CAA નાગરિકતા સંશોધન કાયદો એટલે શું, ક્યારે લાગુ પડ્યો, કેવી છે જોગવાઈ અને શા માટે વિરોધ વચ્ચે મોદી સરકાર કેમ આ બાબતે અડગ છે તો અહીં નાગરિકતા સંશોધન કાયદાને લઈને મુંઝવતા સવાલોના જવાબ ની વિગતવાર ચર્ચા કરીશું.

  દેશમાં નાગરિકતા અધિનિયમ 1955 થી લાગુ છે. આ અધિનિયમમાં અત્યારસુધી 5 વાર સંશોધનો થઈ ચૂકયા છે.

  દેશમા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે. તેવા સમયે કેન્દ્ર સરકારે આ કાયદાને લઈને સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય ગુહ મંત્રાલયે તમામ વિવાદાસ્પદ મુદ્દે જવાબ આપ્યો છે. સરકાર આ અંગે મુદ્દાવાર જવાબ આપ્યા છે.

  1. નાગરિકતા કાયદો કયા લાગુ થશે ?
   આ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફધાનિસ્તાનમા ઉત્પીડનથી ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધી ભારત આવેલા હિંદુ,શીખ, ઈસાઈ,બૌદ્ધ,જૈન અને પારસી વિદેશીઓ પર લાગુ થશે.

  2. શું નાગરિકતા સંશોધન કાયદાની અસર ભારતીયો પર પડશે ?
  ના, મુસલમાન સહિત કોઈ પણ ભારતીય પર આની અસર થશે નહીં. દેશના દરેક નાગરિકને બંધારણથી મૌલિક અધિકાર મળ્યા છે. જેને નાગરિકતા કાયદો છીનવી શકશે નહીં.

  3. પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાનના મુસલમાનોને કયારેય નાગરિકતા નહીં મળે.

  આવું નથી. નેચરાઈલસ વિધિથી ભારતની નાગરિકતા આપવાના નિયમમા કોઈ પરિવર્તન કરવામા આવ્યો નથી. આ દેશમા આવનારા અનેક મુસલમાનો પ્રવાસીઓને આ વિધિથી નાગરિકતા આપવામા આવી છે. યોગ્ય કાર્યવાહીના આધારે વિદેશીઓને ધાર્મિક આધાર પર કોઈ ભેદભાવ વિના નાગરિકતા આપવામા આવે છે.

  4. આ કાયદાથી ત્રણ દેશોના હિંદુ, શીખો, ઈસાઈઓ, બોદ્ધો, જૈન અને પારસીયોને શું ફાયદો થશે.
  જો આ લોકોનું આ દેશના ઉત્પીડન થયું છે અને તેમની પાસે પાસપોર્ટ સહિતના કાગળો નથી. તો પણ ભારત તેમને નાગરિકતા આપશે. આ કાયદાથી તેમને નેચરલાઈઝેશ પ્રોસેસ વિના નાગરિકતા મળશે. નાગરિકતા મેળવવા માટે ઓછામાં ઓછા ૬ અને વધુમાં વધુમા 12 વર્ષમાં ભારતમાં રહેનારને નાગરિકતા આપવામા આવે છે.

  5. શું નાગરિકતા કાયદા અંતર્ગત ધીરે ધીરે ભારતીય મુસ્લિમોની નાગરિકતા છીનવી લેવામા આવશે ?

  ના, આ કાયદામા ભારતીય નાગરિકોને કોઈ લેવા દેવા નથી.

  6. નાગરિકતા કાયદા બાદ એનઆરસી લાવવામા આવશે અને તમામ પ્રવાસી મુસ્લીમ નાગરિકોને કેમ્પમા મોકલી દેવામા આવશે.?

  નાગરિકતા કાયદાને એનઆરસી જોડે કોઈ મતલબ નથી. એનઆરસી નાગરિકતા કાયદો 1955 નો હિસ્સો છે. તેના અંતર્ગત કાનૂની જોગવાઈ છે જેને વર્ષ 2004 માં લાગુ કરવામા આવી છે.

  7. શું ત્રણ દેશોના ગેરકાયદે રહેતા મુસલમાન પ્રવાસીઓને દેશ બહાર કરી દેવામા આવશે ?

  ના એવું નથી, નાગરિકતા સંશોધન કાયદાનો એ મતલબ નથી. કોઈ વિદેશીને તેના દેશ પરત મોકલવાનું કામ વિદેશી અધિનિયમ 1946 અને પાસપોર્ટ અધિનિયમ 1920 અંતર્ગત કરવામા આવે છે. અસમમા વિદેશી અધિનિયમ 1946 મુજબ વિદેશીઓની ઓળખ બાદ તેમને તેમના દેશ મોકલવામા આવે છે.

  Citizenship Amandment Act Confuse Question

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here