બેંગ્લોરમાં ટ્રાફિક રોકવા માટે પોલીસે રસ્તાઓ પર લગાવ્યા પુતળા

  ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગૃત બેંગ્લોર પોલીસે કરી અનોખી પહેલ

  0
  186
  બેંગ્લોરમાં ટ્રાફિક રોકવા માટે પોલીસે રસ્તાઓ પર લગાવ્યા પુતળા: bangalore traffic police using mannequins 2019
  ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગૃત બેંગ્લોર પોલીસે કરી અનોખી પહેલ

  bangalore traffic police using mannequins: લોકોની સલામતી માટે ટ્રાફિક નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ ઘણા લોકો તેમનું પાલન કરતા નથી અને જ્યાં ટ્રાફિક પોલીસ ન હોય ત્યાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આવી સ્થિતિમાં બેંગ્લોર પોલીસે એક ખૂબ જ અલગ આયોજનની પહેલ કરી છે. હકીકતમાં, બેંગ્લોર પોલીસે પુતળાને ટ્રાફિક પોલીસ ડ્રેસ પહેરાવીને રસ્તાઓ પર લગાવ્યા છે જેથી લોકો તેને ટ્રાફિક પોલીસ સમજીને નિયમોનું ઉલ્લંઘન ન કરે.

  ટ્રાફિકના ઉલ્લંઘનને રોકવા માટેની એક અનોખી પહેલ તરીકે, બેંગલુરુ ટ્રાફિક પોલીસે આખા શહેરમાં મુખ્ય જંકશન પર પુતળાને ટ્રાફિક પોલીસ ડ્રેસ પહેરાવીને રસ્તાઓ પર લગાવ્યા છે. bangalore traffic police using mannequins

  સમાચારો અનુસાર શરૂઆતમાં બેંગ્લોર પોલીસે શહેરના જુદા જુદા સ્થળોએ ટ્રાફિક પોલીસના ડ્રેસમાં 30 પુતળા મૂક્યા છે. પોલીસનું માનવું છે કે આવું કરીને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરશે. આ પુતળાને રીફ્લેકટર જેકેટ, સફેદ શર્ટ, ખાકી પેન્ટ્સ, ટોપી અને કાળા બુટ પહેરાવીને શહેરના જુદા જુદા સ્થળોએ ઉભા રાખવામાં આવ્યા છે, અને સમય સમય પર તેમનું સ્થાન બદલી દેવામાં આવે છે જેથી લોકોને તેની આદત ના રહે.

  bangalore traffic police using mannequins

  બેંગલુરુ મિરરના અહેવાલ મુજબ, પુતળાનો ઉપયોગ ફક્ત દિવસ દરમિયાન કરવામાં આવે છે અને રાત્રે તેને હટાવી દેવામાં આવે છે. જ્યારે કેટલાક લોકો ટ્વિટર પર બેંગલુરુ પોલીસની આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે પોલીસે આ પ્રકારનું પગલું ભર્યું તે પહેલીવાર નથી. પોલીસ હંમેશાં કોઈને કોઈ રીતે ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગૃત કરતી રહે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here