હવે ભારતમાં ચાલશે એમેઝોનની ઇલેક્ટ્રિક રિક્ષા, જેફ બેઝોસે બતાવી પ્રથમ ઝલક

  amazon electric rikshaw launch in india

  0
  29
  હવે ભારતમાં ચાલશે એમેઝોનની ઇલેક્ટ્રિક રિક્ષા, જેફ બેઝોસે બતાવી પ્રથમ ઝલક: amazon electric rikshaw launch in india
  amazon electric rikshaw
  amazon electric rikshaw launch in india: કંપની આગામી દિવસોમાં પર્યાવરણને ઓછા નુકસાનકારક વાહનનો વિકલ્પ લાવવા જઈ રહી છે. જોકે, કંપનીએ હજી સુધી આ ખુલાસો કર્યો નથી કે આ વાહનો બાકીની કંપનીઓ માટે હશે કે નહીં.”

  એમેઝોનના સીઇઓ જેફ બેઝોસે તેમની ભારતની મુલાકાત દરમિયાન, ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો બનાવવાની વાત કરી હતી. હવે બેઝોસે તેના ટ્વિટર એકાઉન્ટમાંથી એક વીડિયો શેર કર્યો છે જેમાં આ ઇલેક્ટ્રિક ડિલિવરી રિક્ષાઓની ઝલક જોવા મળી રહી છે.

  amazon electric rikshaw launch in india

  આ વીડિયોમાં જેફ બેઝોસ પોતે પણ આ ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવતા નજરે પડે છે. ભારતમાં કાર્બન મુક્ત ડિલીવરી વાહનો લાવવાની યોજનાના ભાગ રૂપે એમેઝોને આ ઇલેક્ટ્રિક વાહનોનું નિર્માણ કર્યું છે.

  જેફ બેઝોસે આ વીડિયોને શેર કરીને, ટ્વિટર પર લખ્યું કે “અમે ભારતમાં ઇલેક્ટ્રિક ડિલિવરી રિક્ષાઓની નવી કન્સાઈનમેન્ટ ચાલુ કરી રહ્યા છીએ. સંપૂર્ણ ઇલેક્ટ્રિક. ઝીરો ઇલેક્ટ્રિક.”

  એમેઝોનની આ ઇલેક્ટ્રિક ડિલિવરી રિક્ષાની રેન્જ, ચાર્જિંગ વગેરે વિશે સંબંધિત કંપનીએ કોઈ માહિતી આપી નથી, આ સાથે જ કંપનીએ તેની સાથે સંબંધિત અન્ય કોઈ માહિતી જાહેર કરી નથી. કંપની આગામી દિવસોમાં પર્યાવરણને ઓછા નુકસાનકારક વાહનનો વિકલ્પ લાવવા જઈ રહી છે. જોકે, કંપનીએ હજી સુધી આ ખુલાસો કર્યો નથી કે આ વાહનો ફક્ત એમેઝોન માટે જ ઉપલબ્ધ હશે કે અન્ય કંપનીઓ માટે પણ.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here