આ રીતે, બનાવો કેળાની સ્વાદિષ્ટ બ્રેડ

  આ કેળાની બ્રેડ સ્વાદથી ભરેલી સ્વાદિષ્ટ છે!

  0
  78
  આ રીતે, બનાવો કેળાની સ્વાદિષ્ટ બ્રેડ
  આ કેળાની બ્રેડ સ્વાદથી ભરેલી સ્વાદિષ્ટ છે!

  કેળાના સ્વાદ સાથે કેમ કોમ્પરમાઈઝ કરો છો? આ કેળાની બ્રેડ સ્વાદથી ભરેલી સ્વાદિષ્ટ છે! મિત્રો અને કુટુંબીઓ આ રેસિપિને વધુ પસંદ કરે છે અને કહે છે કે તે અત્યાર સુધીની શ્રેષ્ઠ છે! તે અદભૂત ટોસ્ટેડ છે! આનંદ માણો!”

  સામગ્રી :-

  1 કપ દહીં (પાણી નીતારેલુ)
  21/2 ટેબલ સ્પૂન તેલ
  1/4 કપ સુકા મેવા (ઓપ્સ્નલ)
  1/4 કપ ચોકલેટ બટન
  2 પાકા કેળા
  1/4 ટી સ્પૂન તજ નો પાવડર
  1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર
  ચપટી મીઠું
  1/2 કપ બાઉન સુગર
  2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ

  બનાવવાની રીત:-

  મેંદામાં બેકિંગ સોડા, બેકિંગ પાવડર, તજ નો પાવડર અને મીઠું નાખીને ચાળી લો. બીજા વાસણમાં બંને ખાંડ, તેલ અને દહીં ભેગા કરી બરાબર મિક્સ કરી લો. કેળા છુન્દો કરી દો. હવે બધું હાથથી અથવા તો ચમચી થી ભેગું કરીને બરાબર મિક્સ કરી લો. હવે કેળા, સૂકા મેવા અને ચોકલેટ બટર નાખીને
  હલકા હાથે હલાવી લો.

  આ તૈયાર થયેલ મિક્સર ને ચોરસ કે લંબચોરસ બેકિંગ ટ્રે માં પાથરી દો. પ્રિ હિટ કરેલ ઓવન મા 180 સેન્ટી ગ્રેડ માં 30-35 મિનિટ બેક કરો. કુલીંગ રેક પર કાઢી ને ઠંડી થાય પછી મનગમતા સેપ માં કાપી લો. તૈયાર છે બનાના બ્રેડ. ગરમ ગરમ સર્વ કરવી હોય તો ચોકલેટ સોસ સાથે ખૂબ સરસ લાગે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here