નાસ્તામાં બનાવો આ રીતે સફરજનના પરોઠા

  Apple Paratha

  0
  79
  નાસ્તામાં બનાવો આ રીતે સફરજનના પરોઠા: Apple Paratha 2020
  Apple Paratha

  Apple Paratha: તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે સફરજન સાથે કંઇ રાંધી શકાય કારણ કે તે મૂળ સ્વરૂપે સૌમ્ય છે. પણ તમે આ સફરજનના પરોઠા ખાશો તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુઓનું મેળ-મિશ્રણ મજેદાર, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે. આ પરોઠા ટુંક સમયમાં તૈયાર કરી શકો એવા છે. દહીં સાથે ગરમા ગરમ પરોઠા પીરસો એટલે તમારૂં જમણ તૈયાર.

  વ્રત દરમિયાન દરરોજ એક જ રીતના પરાઠા ખાતા ખાતા દરેક લોકો બોર થઇ જાય છે. આવામાં કોઈ નવી રીતના પરાઠા ખાવાથી ટેસ્ટ પણ ચેન્જ થાય છે અને સારા પણ લાગે છે. તો આવો આજે અમે તમને જણાવીએ છીએ સફરજનના પરોઠા બનાવવાની રેસીપી.

  સામગ્રી:

  • ઘઉંનો લોટ: ૨ કપ
  • સફરજન: ૧
  • તજનો પાવડર: ૧ ટીસ્પુન
  • ખાંડ: ૩ ટેબલ સ્પુન
  • ફુદીનાના પત્તા: ૨ થી ૩
  • બ્રેડ અથવા બિસ્કીટ પાવડર: ૪ ટીસ્પુન
  • મીઠું: સ્વાદનુસાર
  • તેલ: જરૂરત અનુસાર

  બનાવવાની રીત:

  સૌથી પહેલા ઘઉંના લોટમાં થોડું તેલ નાંખીને થોડું થોડું મિક્સ કરો અને સરખી રીતે મિક્સ કરો. સફરજનને કદુક્રસ કરો અને સફરજનમાં તજનો પાવડર, ફુદીના પત્તા, ખાંડ, બ્રેડ અથવા બિસ્કીટ પાવડર નાંખીને મિક્સ કરી લો. જ્યાં સુધી ખાંડ સરખી રીતે મિક્સનાં થઇ જાય ત્યાં સુધી થોડી વાર સુધી આ મિશ્રણ ને સાઈડમાં રાખી દો. તવીને ગરમ કરો અને થોડો લોટ લઈને તેના ગુલ્લા બનાવી દો. આ ગુલ્લાને દબાવીને મોટા કરી લો. આંગળીઓની મદદથી આને પહોળું કરી લો અને આ ઊંડા હિસ્સામાં સેબના મિશ્રણ ને ૧ અથવા ૨ સ્પુન રાખીને ગુલ્લાને ઉપરથી બંધ કરી દો. હવે હાથોથી હલ્કું દબાવીને કોરો લોટ થોડો નાંખીને બેસનથી ગોળ પરાઠું વણી લો. વણેલા પરાઠાને તવી પર મુકો અને બંને તરફથી તેલ લગાવીને સરખી રીતે શેકી લો. આવી રીતે જ બાકી પરાઠા બનાવીને તૈયાર કરી લો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here