વિવેક ઓબેરોય અને એશ્વર્યા રાયનું બ્રેકઅપ આ ભૂલને કારણે થયું હતું?

વિવેક આકેટલીક ભૂલોએ તેની કારકિર્દી બગાડી દીધી.

1
221
વિવેક ઓબેરોય અને એશ્વર્યા રાયનું બ્રેકઅપ આ ભૂલને કારણે થયું હતું?
વિવેક ઈચ્છતો હતો કે તે હંમેશા એશના ખરાબ સમયમાંથી પસાર થવા માટે હાજર રહે, પરંતુ થયું બધું ઉલટું જ.

વિવેક ઓબેરોય જ્યારે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેને લાંબી રેસનો ઘોડો (ભવિષ્ય નો સુપર સ્ટાર) માનવામાં આવતો હતો. વિવેકે તેની કારકિર્દીમાં એક કરતા વધારે પાત્રો ભજવ્યાં, તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી હતી પરંતુ કેટલીક ભૂલોએ તેની કારકિર્દી બગાડી દીધી. 3 સપ્ટેમ્બર 1976 માં જન્મેલા, વિવેકે વર્ષ 2002 માં ફિલ્મ ‘કંપની’ થી શરૂઆત કરી હતી. વિવેક એક સારો કલાકાર હોવા છતાં ફિલ્મ ઉદ્યોગમાં વધારે નામ કમાવી શક્યો નહીં. ઘણા લોકો આની પાછળનું કારણ તેમનું એશ્વર્યા રાય સાથેનું અફેર અને સલમાન ખાન સાથેની દુશ્મનાવટ માને છે. આજે વિવેક ઓબરૉય નો જન્મદિવસ છે.

એશ્વર્યા રાય ભલે હવે અભિષેક બચ્ચન થઇ ગઈ હોય, પરંતુ ઘણાં વર્ષો પહેલા તે ખાન અથવા ઓબેરોય હોવાની સ્થિતિ પર પહોંચી ગઈ હતી, પરંતુ એવું કેમ ન થઈ શક્યું. એશ્વર્યા અને સલમાન ખાનના અફેરના સમાચાર કોઈ નવા નથી, પરંતુ શું તમે જાણો છો કે સલમાનથી કંટાળી ગયા પછી એશ્વર્યાએ વિવેકનો હાથ પકડ્યો હતો. પછી એવું તો શું થયું કે એશે તેને પણ છોડી ચાલી ગઈ?

એશ્વર્યા, સલમાન ખાન સાથે રિલેશનશિપમાં આવ્યા તે પહેલાં તે રાજીવ મૂલચંદાની ની ગર્લફ્રેન્ડ હતી. બંને મોડલિંગના દિવસોમાં નજીક આવ્યા હતા અને એશ્વર્યા પણ તે સમયે એટલી લોકપ્રિય નહોતી. જો કે, આ સંબંધ બહુ ચાલ્યો નહીં અને એશ્વર્યા રાજીવને છોડીને આગળ આવી ગઈ. એશ અને સલમાનની મુલાકાત ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પર થઈ અને તેમનો પ્રેમ ત્યાં જ આગળ વધવા લાગ્યો. 1999-2001 સુધી બંનેએ એકબીજાને ડેટ કરી હતી, પરંતુ સલમાનની એક વાતએ બધુ બરબાદ કરી દીધું હતું. એશ્વર્યા એ આ સંબંધોને સમાપ્ત કરવાનું વધુ યોગ્ય સમજ્યું, પરંતુ જો સંબંધ એટલી સરળતાથી સમાપ્ત થઈ ગયો હોત તો શું હતું.

hum dil de chuke sanam

એશથી અલગ થયેલ સલમાન તેના ક્રોધને કાબૂમાં કરી શક્યો નહીં. એશ ફિલ્મ્સની શૂટિંગમાં વ્યસ્ત રહેતી હતી અને સલમાન ત્યાં પહોંચીને હંગામો કરી દેતો હતો. આને કારણે એશને ઘણું સહન કરવું પડ્યું. શાહરૂખે ફિલ્મ ચલતે ચલતેના સેટ પર સલમાનના ગુસ્સાને કારણે એશને ફિલ્મથી દૂર કરી હતી. સલમાનના વલણથી એશને શર્મિંદા કરી દીધી. 2002 માં એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં એશે કહ્યું હતું કે સલમાન અને હું માર્ચમાં અલગ થઈ ગયા હતા, પરંતુ તે હજી આ વાત પર વિશ્વાસ કરી શક્યો નથી. બ્રેકઅપ પછી તેઓ મને ફોન કરતા હતા અને મને અપશબ્દો કહેતા હતા.

એશે જણાવ્યું હતું, ‘તેણે મારા પર શંકા પણ કરી હતી કે મારૂ મારા સ્ટાર સાથે અફેર છે. એક સમય હતો જ્યારે તેઓએ મારા પર હાથ ઉઠાવ્યો, એ તો સારું હતું કે ત્યાં કોઈ નિશાન નહોતા પડ્યા. આમ હોવા છતાં, હું મારા કામ પર એવી રીતે જતી જાણે કંઇ થયું જ ન હોય.જેમ તેમ એશ સલમાનથી દૂર થઈ પછી, વિવેક ઓબેરોયએ તેમના જીવનમાં પ્રવેશ કર્યો. સલમાનથી કંટારેલ એશ વિવેક સાથે વધું ગમતું. ફિલ્મ ‘કયો હો ગયા ના’ માં સાથે કામ કરતી વખતે બંનેએ એકબીજા પ્રત્યેનો પ્રેમ અનુભવ્યો. વિવેકે એશના 30 માં જન્મદિવસ પર 30 ભેટ પણ આપી હતી.

જોકે એશે ક્યારેય ખુલ્લેઆમ કહ્યું નહોતું કે તે વિવેક સાથેના સંબંધમાં છે, પરંતુ તે દરેક પ્રોગ્રામમાં તેની સાથે જતી હતી. તેનાથી સ્પષ્ટ હતું કે બંને વચ્ચે કંઈક ચાલતું હતું. આ કિસ્સામાં, વિવેકના એક પગલે બધું બદલી નાખ્યું. વિવેક ઈચ્છતો હતો કે તે હંમેશા એશના ખરાબ સમયમાંથી પસાર થવા માટે હાજર રહે, પરંતુ થયું બધું ઉલટું જ. વિવેકે એક હોટલના રૂમમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને ખુલાસો કર્યો હતો કે તેને સલમાન તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપતા કોલ્સ આવી રહ્યા છે. આ પરિષદ કોઈનું સારું કરવા કરતાં વિવેકનું જ બધું છીનવી લીધું.

નસીબ જુઓ, જેના માટે વિવેકે આટલું મોટું પગલું ભર્યું, તે પણ તેને છોડી ચાલી ગઈ. એશે પાછળથી સ્પષ્ટ કર્યું કે તેનો આ બધા સાથે કંઈ લેવાદેવા નથી અને તેનાથી દૂર ચાલી ગઈ. એશની સાથે સાથે વિવેકની ફિલ્મોની ઑફર પણ તેના હાથમાંથી નીકળી ગઈ. જો વિવેકે તે ભૂલ ન કરી હોત, તો કદાચ એશ આજ તેમની હોત અને તેની કારકિર્દી પણ સારી રીતે ચાલતી હોત. બે વાર શર્મિંદા થયેલ એશને અભિષેક બચ્ચન મળતાં રાહત થઈ હતી.

Aishwarya Rai and Abhishek Bachchan pic

એશ અને અભિષેકે ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કે, કુછ નહિ કહો, ગુરુ અને ઉમરાવ જાન ફિલ્મમાં સાથે કામ કર્યું. એવું માનવામાં આવે છે કે ઉમરાવ જાનમાં કામ કરતી વખતે તેમની વચ્ચે નિકટતા વધતી ગઈ અને ટોરેન્ટો માં ગુરુના પ્રીમિયર પછી અભિષેકે એશને પ્રપોઝ કર્યું અને ત્યારે એશે ઝડપથી હા પાડી દીધી. આખરે ઘણા ચઢાવ-ઉતાર પછી, એશે 20 એપ્રિલ 2007 ના રોજ અભિષેક સાથે લગ્ન કર્યા. 2011 માં, બંનેને એક પુત્રી આરાધ્યા થઇ. ત્યારથી, એશ તેના પરિણીત જીવનમાં ખૂબ ખુશ છે અને તમામ જૂના સંબંધો ભૂલી ગઈ છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here