સૈફ અલીખાન ના જન્મદિવસે ‘લાલ કપ્તાન’ નું ટીઝર રિલીઝ, આ લુકમાં જોવા મળ્યા નવાબ

સૈફ અલીખાન ના જન્મદિવસે 'લાલ કપ્તાન' નું ટીઝર રિલીઝ

0
81
સૈફ અલીખાન ના જન્મદિવસે 'લાલ કપ્તાન' નું ટીઝર રિલીઝ, આ લુકમાં જોવા મળ્યા નવાબ
saif ali khan upcoming movie laal kaptaan teaser

સૈફ અલીખાન 16 ઑગસ્ટ આજે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર આવનારી ફિલ્મ ‘લાલ કપ્‍યાન’ નું ટીઝર સામે આવ્યું છે. 36 સેકંડના આ ટીઝરમાં તે તેના ચહેરા પર ભભૂત લગાવતા નજર આવી રહ્યા છે. ટીઝરની સાથે ફિલ્‍મની રિલીઝ તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. ફિલ્‍મ 11 ઑક્ટોમ્બરના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. થોડા દિવસો પહેલા ફિલ્મનું દમદાર ફર્સ્ટલુકની રજૂઆત કરી હતી, ત્યારબાદ આ ફિલ્મોની ચાહકો ઘણી રાહ જોઈ રહયા છે. હવે ફિલ્‍મનું ટીઝર રજૂ કરવામાં આવ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક પિરિયડ ડ્રામા હશે જેમાં સૈફ ની ભૂમિકા ઘણી રસપ્રદ રહેવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં તેમનો રોલ નાગા સાધુ નો હશે. ફિલ્મ‍ના ડાયરેટર નવદીપ સિંહ છે.

લાલ ક્પ્‍યાનના પ્રોડ્યુસર સુનિલ લુલ્‍લા અને આનંદ એલ રોય પણ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ યોજના ને લઈને તેમને જણાવ્યું છે કે તેમને આના પર પૂરો વિશ્વાસ છે. જણાવવામાં તો આ પણ આવી રહ્યું છે કે આ બે ભાઈઓના ઝઘડા અને રિવેન્જની વાર્તા છે.

આ ફિલ્મ 15 ઑગસ્ટના દિવસે રિલીઝ થવાની હતી. પરંતુ બીજી ફિલ્મના કારણે આની તારીખ બદલાવવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસ પર જ્હોન અબ્રાહમ ની ‘બાટલા હાઉસ’ અને અક્ષયકુમારની ‘મિશન મંગળ’ રિલીઝ થઈ છે. આનંદ એલ. રાય (પ્રોડ્યુસર) નથી ઇચ્છતા કે તેમની ફિલ્મ (લાલ કપ્તાન) કોઈપણ અન્ય મોટી ફિલ્મોમાં સાથે જોડાય. તેથી લાલ કપ્તાની તારીખ આગળ વધારી દેવામાં આવી છે. હવે તે 11 ઑક્ટોમ્બર ના રોજ રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here