કેન્સરની સારવાર બાદ ઋષિ કપૂર ભારત પરત ફર્યા

ઋષિ કપૂર ભારત પરત ફરતાં ખૂબ જ ખુશ જોવા મળ્યાં

0
97
કેન્સરની સારવાર બાદ ઋષિ કપૂર ભારત પરત ફર્યા
ઋષિ કપૂર ભારત પરત ફરતાં ખૂબ જ ખુશ જોવા મળ્યાં

બોલિવૂડ એક્ટર ઋષિ કપૂર કેન્સરની સારવાર બાદ હવે ભારત પરત ફર્યા છે. તમને જણાવી દઈએ કે ઋષિ કપૂર છેલ્લા એક વર્ષથી ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા.

આ સમયગાળા દરમિયાન ઋષિ કપૂર સાથે પત્ની નીતુ કપૂર પણ જોવા મળી હતી. નીતુ, ઋષિ કપૂરનો હાથ પકડી ચાલતાં નજર પડી હતી. આ દરમિયાન બંનેના ચહેરા પર સુંદર સ્મિત હતું. બંને ભારત પરત ફરતાં ખૂબ જ ખુશ જોવા મળ્યાં હતાં.

તમને જણાવી દઇએ કે ઋષિ કપૂર જ્યારે ન્યૂયોર્ક જવા રવાના થયા હતા, ત્યારે તેમણે તેમની બિમારીનો ઉલ્લેખ કર્યો નહોતો. જો કે, થોડા મહિના પછી, અભિનેતાએ કેન્સરથી પીડિત હોવાનું જણાવ્યું હતું. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હવે તે કેન્સરથી મુકત થઇ ગયા છે અને તે જલ્દીથી ભારત પરત આવશે.

તમને જણાવી દઈએ કે ઋષિ કપૂરની કેન્સર સાથેની લડત, તેની પત્ની નીતુએ તેમને ખૂબ ટેકો આપ્યો હતો. નીતુ કપૂર પણ છેલ્લા એક વર્ષથી ન્યૂયોર્કમાં રહે છે અને સંભાળ રાખે છે. આ સમય દરમિયાન, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, અર્જુન કપૂર, મલાઇકા અરોરા અને અનુપમ ખેર સહિત ઋષિ કપૂરની તબિયત વિશે જાણવા બીજા ઘણાં ફિલ્મ સ્ટાર્સ પણ તેમની પાસે પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here