‘તારક મહેતા’ માં સોનુની ભૂમિકામાં જોવા મળશે પલક સિધવાની

20 ઑગસ્ટના રોજ 'તારક મહેતા' ના શોએ 2800 'હેપીસોડ્સ' પૂર્ણ કર્યા

0
244
'તારક મહેતા'માં સોનુની ભૂમિકામાં જોવા મળશે પલક સિધવાની
20 ઑગસ્ટના રોજ 'તારક મહેતા' ના એ 2800 'હેપીસોડ્સ' પૂર્ણ કર્યા

લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા’માં ભીડે અને માધવીની પુત્રી ‘સોનુ’ ની ભૂમિકામાં પલક સિધવાની એન્ટ્રી લઈ રહી છે. અત્યાર સુધીની કહાનીમાં સોનુ તેના અભ્યાસ માટે ઘરેથી દૂર રહેતી હતી, જે હવે તેના માતાપિતાને આશ્ચર્ય આપવા માટે ગોકુલધામ સોસાયટીમાં આવી રહી છે. શોમાં તાજેતરમાં જ સોનુની ઝલક જોવા મળી હતી, જેમાં તે પોતાના માતા-પિતાને ફોન પર આશ્ચર્ય કરવા માટે ટપ્પુ સૈન્યની મદદ માંગી રહી છે.

બાળ અભિનેત્રી પલક કહે છે- ‘હું આ લોકપ્રિય શોનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું નીલા ટેલિફિલ્મ્સની આભારી છું, ખાસ કરીને અસિત સરની આભારી છું, જેમણે મારા પર વિશ્વાસ કર્યો અને સોનુનું પાત્ર માટે મને પસંદ કર્યા. હું ખુદ નાનપણથી જ આ શો જોતી આવી રહી છું. હવે હું વિશ્વાસ કરી શકતી નથી કે હું પણ આ શોમાં છું અને હું પણ લોકોને હસાવીશ. હું સોનુના અભિનયને કરવા પુરી કોશિશ કરીશ અને ટપ્પુ સેના અને ગોકુલધામ સોસાયટીનો ભાગ બનીશ.”

તમને જણાવી દઈએ કે તાજેતરમાં 20 ઑગસ્ટના રોજ, શો ને 2800 ‘હેપીસોડ્સ’ પૂર્ણ કરી દીધા છે અને 28 જુલાઈના રોજ 12 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here