‘મર્ડર 2’ ના અભિનેતા પ્રશાંત નારાયણની છેતરપિંડી ના કેસમાં કરવામાં આવી ધરપકડ

બોલિવૂડ એક્ટર પ્રશાંત નારાયણન પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

0
53
'મર્ડર 2' ના અભિનેતા પ્રશાંત નારાયણની છેતરપિંડી ના કેસમાં કરવામાં આવી ધરપકડ
બોલિવૂડ એક્ટર પ્રશાંત નારાયણન પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Prashant Narayanan, Murder 2 Actor: અભિનેતાની 1.20 કરોડની છેતરપિંડી કરવા બદલ કેરળ પોલીસે ધરપકડ કરીને તેને જેલ મોકલવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રશાંત સાથે તેની પત્ની શોનાની પણ પોલીસે ધરપકડ કરી છે.

બોલિવૂડ એક્ટર પ્રશાંત નારાયણન પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. મલયાલમ ફિલ્મના નિર્માતા થોમસ પેનીકરે તેના પર છેતરપિંડી નો કેસ નોંધાવ્યો છે. આ કેસમાં બોલિવૂડ એક્ટર પ્રશાંત નારાયણની ધરપકડ કરવામાં આવી છે. તેના પર 1.20 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અહેવાલ છે કે બંનેને ટ્રાંઝિટ વૉરંટ પર કેરળ લાવવામાં આવ્યા છે. આ પછી બંને પતિ-પત્નીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં પ્રશાંત અને શોનાને 20 સપ્ટેમ્બર સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. નિર્માતા થોમસ પાનીકર અને પ્રશાંતે એક ફિલ્મમાં કામ પણ કર્યું છે.

આ સમય દરમિયાન, તે બંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેનીકરે કહ્યું હતું કે પ્રશાંત નારાયણનની મુંબઈમાં એક કંપની છે જેમાં તેણે 1.20 કરોડનું રોકાણ કર્યું હતું. આ દરમિયાન તેમને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ પછી પગલા ભરતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રશાંત અત્યાર સુધીમાં ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ છે. હિંદી સિવાય અભિનેતાએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે મહેશ ભટ્ટની ફિલ્મ મર્ડર -2 માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં કામ કર્યા પછી તેની ઓળખ બની હતી.

તેમણે 50 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં મોટાભાગે મલયાલમ સહિત હિન્દી અને દક્ષિણ ભારતીય ભાષાઓમાં કામ કર્યું છે.

આ સિવાય પ્રશાંતે યે સાલી જિંદગી, માંઝી – ધ માઉન્ટેન મેન, શેડો ઑફ ટાઇમ્સ, ભીંડી બજારમાં અને વાઇસા ભી હોતા હૈ ભાગ 2 માં પણ કામ કર્યું છે. આ સિવાય પ્રશાંતે પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પણ કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here