ગુલશન કુમારની પુત્રી ખુશાલી કુમાર આ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરશે

ગુલશન કુમારની પુત્રી ખુશાલી કુમાર

0
186
ગુલશન કુમારની પુત્રી ખુશાલી કુમાર આ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરશે
Gulshan Kumar daughter Khushali Kumar

ખુશાલી કુમાર આ ફિલ્મમાં વકીલની ભૂમિકા નિભાવશે અને તેના પાત્રને યોગ્ય રીતે બનાવવા માટે તેણે પોતાનું હોમવર્ક શરૂ કર્યું છે.

ગુલશન કુમારની પુત્રી ખુશાલી કુમાર આર.માધવન સાથે ‘દહી-ચિની’થી બોલિવૂડમાં પ્રવેશવાની તૈયારીમાં છે. તે આ ફિલ્મમાં એક વકીલની ભૂમિકા નિભાવશે અને પોતાના પાત્રને સંપૂર્ણ રીતે બેસાડવા માટે તેણે હોમવર્ક શરૂ કરી દીધું છે. ફિલ્મ અંગે ખુશાલીએ ન્યૂઝ એજન્સી આઈએએનએસને જણાવ્યું હતું કે, “મારી તૈયારીઓના ભાગરૂપે મેં વકીલોની કાર્ય નીતિ અને કાયદાકીય કાર્યવાહીને સમજવા માટે જાણીતા વકીલો સાથે વાતચીત શરૂ કરી છે.

તેઓ જે રીતે કામ કરે છે તે હું જોઉ છું અને સમજું છું. હું અદાલતમાં પણ ગઈ છું અને એ પણ જોયું કે સ્ત્રી વકીલ અદાલતમાં કેવી પ્રતિક્રિયા આપે છે. હું કેટલીક પરિપક્વ મહિલા વકીલોને પણ મળી, તેમની સાથે ઉભા રહેવું અને ફોટો ક્લિક કરવાનું ખૂબ જ સન્માનની વાત હતી, તેમ છતાં, હું વિવિધ અદાલતોમાં વધુ સમય વિતાવવાનું વિચારી રહી છું. જેથી કોર્ટના કામકાજને સમજી શકાય.

Gulshan Kumar daughter Khushali Kumar https://www.digitalallnews.com

➽ ‘દહી-ચિની’ ને નવોદિત નિર્દેશક અશ્વિન નીલ મણિ દ્વારા દિગ્દર્શન કરવામાં આવી રહ્યું છે.
➽ તમને જણાવી દઈએ કે, ખુશાલી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.
➽ દરરોજ તે ખુશાલી ઇન્સ્ટાગ્રામ પર તેના નવા ફોટા શેર કરતી રહે છે.
➽ ખુશાલીની ઇન્સ્ટાગ્રામ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી રહે છે.
➽ ઇન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ લોકો ખુશાલીને ફોલો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here