આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ નું નવું ગીત ‘રિંગ રિંગ’ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં તેનું પહેલું ગીત ‘રાધે રાધે’ રિલીઝ થયું હતું. જેને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

આયુષ્યમાન આ ગીતમાં ડ્રીમ ગર્લ ઉર્ફે પૂજાનું પાત્ર ભજવતા ખૂબ મસ્તી કરતાં જોવા મળી રહી છે. પૂજા મથુરામાં દરેકના સપનાની રાણી બની ગઈ છે.
પૂજાના ચાર ચાહકોમાં એક સૈનિક, એક પુરુષ થી નફરત કરતી સ્ત્રી, એક જસ્ટિન બીબરનો મોટો ચાહક અને એક બાળ બ્રહ્મચારીનો સમાવેશ થાય છે.

ગીતના લોન્ચિંગ ઇવેન્ટમાં આયુષ્માન ખુરના અને નુસરત બંને ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળ્યાં હતાં.
આ દરમિયાન નુસરત ભરૂચા મરાઠી પોશાકોમાં જોવા મળી હતી. તેણે લાલ રંગના બ્લાઉઝ સાથે લીલી સાડી પહેરી હતી.

ઇવેન્ટમાં પહોંચેલ નુસરત ભરૂચાએ કેમેરાની સામે કેટલાક ડાન્સ પોઝ પણ કર્યા હતા.

તમે ચિત્રોમાં જોઈ શકો છો કે તેઓ કેટલા રમૂજી અંદાજ માં નજર આવી રહ્યા છે.