– મનોરંજન માટે સ્પર્શ કરતાં અને બધાની સામે બિકીની પહેરવા કહેતા હતાં, પ્રખ્યાત અભિનેત્રીનો ખુલાસો
તમને જણાવી દઈએ કે સમેક્ષા સિંહે વર્ષ 2004 માં મૉડલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મ ‘પ્રણામ’ માં સમેક્ષા બોલિવૂડ એક્ટર રાજીવ ખંડેલવાલ સાથે નજર આવી ચૂકી છે.
મનોરંજન માટે સ્પર્શ કરતાં અને બધાની સામે બિકીની પહેરવા કહેતા હતાં, પ્રખ્યાત અભિનેત્રી સમેક્ષા સિંહની આ વાતો માયાનગરીની કાળા સત્યોને ઉજાગર કરવા માટે પૂરતા છે. સમેક્ષા સિંહ છેલ્લા 15 વર્ષથી તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી અને હિન્દી ભાષાની ફિલ્મો અને ટીવી સિરિયલોમાં સક્રિય છે. ‘નવભારત ટાઇમ્સ’ સાથેની મુલાકાતમાં આ અભિનેત્રીએ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલ એક ભયંકર સત્યનો ખુલાસો કર્યો છે.
વાતચીત દરમિયાન સમેક્ષા સિંહે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો વિતાવ્યા પછી પણ તે ફિલ્મોમાં પોતાનું યાદગાર પાત્ર ભજવવાની રાહમાં છે. તેમણે કહ્યું કે સાઉથ અને નોર્થમાં અલગ-અલગ માનસિકતાઓના લોકો રહે છે અને તેમનો અનુભવ સંપૂર્ણપણે અલગ રહ્યો છે. તેમણે કહ્યું કે ઘણા લોકો ઇન્ડસ્ટ્રીમાં છોકરીઓને અલગ પ્રકારે જુએ છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રી અંગે બબાકી થી વાતચીત કરતા સમેક્ષા સિંહે કહ્યું કે ‘એક રોમેન્ટિક સીન આપતી વખતે હું સહજ અહેસાસ નહોતી કરતી. આ પછી, દિગ્દર્શક મારી પાસે આવ્યા.. મને સમજાવવા માટે પણ મને લાગ્યું કે તે સમજાવવા ના બહાને મારે પાસે આવતા હતાં અને ખોટા ઇરાદાથી મને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતાં હતાં, કેટલીકવાર સીન બરોબર પણ હોય તો પણ જાતે કરીને દૃશ્યની મજા માણવા માટે સીનનું પુનરાવર્તન કરવામાં આવતું હતું.
સમેક્ષા સિંહે વધુમાં કહ્યું કે ‘પહેલી હિટ ફિલ્મ આપ્યા પછી મને એક ફિલ્મની ઓફર મળી. ફિલ્મની ડિઝાઈનર બધાની સામે બિકીની લઈને આવી ગઈ અને મને કહેવામાં આવ્યું કે તમારે આ પહેરવું પડશે. પરંતુ ત્યાં એક ફોટોશૂટ ચાલી રહ્યું હતું અને બધા લોકો હાજર હતા, તેથી મેં તે બધાની સામે પહેરવાની ના પાડી દીધી.
તમને જણાવી દઈએ કે સમેક્ષા સિંહે વર્ષ 2004 માં મૉડલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે તે સમયે બહુ ઓછી પંજાબી ફિલ્મો બનતી હતી. આ દરમિયાન તેને તમિળ ફિલ્મની પણ ઓફર્સ મળી હતી. તમિળ ફિલ્મ ‘143’ થી તેણે ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો. સમેક્ષા સિંહે ફતેહ, જટ્સ ઇન ગોલમાલ, કૃપાન, લકી ધ અનલકી સ્ટોરી જેવી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ‘પ્રણામ’ માં સમેક્ષા બોલિવૂડ એક્ટર રાજીવ ખંડેલવાલ સાથે નજર આવી ચૂકી છે.